Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૭૦ અને ૮૦ની ઉંમરે પણ પોતાનાં કામ જાતે કરવાં છેને?

૭૦ અને ૮૦ની ઉંમરે પણ પોતાનાં કામ જાતે કરવાં છેને?

Published : 01 August, 2023 04:40 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જો આ ધ્યેય હોય તો એની તૈયારી આજથી જ કરવી પડશે એવું કહેવું છે ટીવી-ઍક્ટ્રેસ ગીતાંજલિ મિશ્રાનું.

ગીતાંજલિ મિશ્રા

ફિટ & ફાઇન

ગીતાંજલિ મિશ્રા


જો આ ધ્યેય હોય તો એની તૈયારી આજથી જ કરવી પડશે એવું કહેવું છે ટીવી-ઍક્ટ્રેસ ગીતાંજલિ મિશ્રાનું. ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘કુંડલી ભાગ્ય’, ‘બાલિકા વધૂ’, ‘નાગિન’ અને અત્યારે ‘હપ્પુ કી ઉલટન-પલટન’માં જોવા મળતી ગીતાંજલિએ હેલ્ધી રહેવાની જે રીત અપનાવી છે એનું અનુકરણ કરવું સરળ અને સહેલું છે. સાંભળો તેની પાસેથી જ


મારાં મમ્મી ૬૫ વર્ષનાં છે અને અત્યારે પણ તેમની પાસે દરેકેદરેક વાત કે કામ માટે પૂરતો સમય છે. તમે તેમનું રૂટીન જુઓ તો ખરેખર તમને તેમના પર માન થઈ આવે. આજે પણ સવારે વહેલા ઊઠી તે સૌથી પહેલાં ગરમ પાણી પીશે, પછી બ્રીધિંગ એક્સરસાઇઝ કરશે, એ પછી થોડી ફિઝિકલ પ્રૅક્ટિસ કરશે અને પછી જ પોતાનું રૂટીન શરૂ કરશે. વાત અહીં પૂરી નથી થતી. સાંજે છ-સાત વાગે એટલે તે ઈવનિંગ વૉક પર નીકળી જાય અને મિનિમમ પાંચ કિલોમીટર ચાલે. મમ્મી દરરોજ પોતાના રૂટીનને અદભુત ફૉલો કરે છે. ઘર પણ સંભાળે, પૂજા માટે પણ સમય કાઢશે અને પોતાની હેલ્થ માટે પણ તેની પાસે સમય છે. મારી મમ્મી જ મારી સૌથી મોટી મોટિવેશન છે. અફકોર્સ, ફિટનેસ માટે ગંભીર થવું જ પડશે એનું ભાન મને આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી થયું, પરંતુ એને ફૉલો કરવામાં મેં કોઈનું આંધળુ અનુકરણ કર્યું નહીં.



મારી ફિટનેસને કેમ જાળવવી એની ટિપ્સ હું મારી મમ્મી પાસેથી લઉં છું અને હું તમને ખાતરીપૂર્વક કહી શકું કે મમ્મીથી બહેતર એની કોઈ ટિપ્સ દુનિયાનો કોઈ ટ્રેઇનર નહીં આપી શકે.


બધું જ છે મહત્ત્વનું... | તમારું શરીર ફિટ રહે એક્સરસાઇઝ, ડાયટ અને રેસ્ટથી તો તમારું માઇન્ડ ફિટ રહે પૉઝિટિવિટીને જાળવી રાખવાથી. તમારા નિયર અને ડિયર વન્સ સાથેનું બૉન્ડ સ્ટ્રૉન્ગ હોય ત્યારે આપમેળે જ તમારી મેન્ટલ હેલ્થ પણ સ્ટ્રૉન્ગ થઈ જાય.

એક્સરસાઇઝને લઈને પણ લોકોમાં ઘણીબધી ભ્રમણાઓ પ્રવર્તી રહી છે. તમે જિમમાં જાઓ અને વજન ઉપાડો કે ઉઠકબેઠક કરો કે પછી હવામાં ઊંધા લટકો એ જ એક્સરસાઇઝ નથી. તમે ઘરનાં કામ સારી રીતે કરો, તમે દાદર થાક્યા વિના ચડી બતાવો, તમે રૂટીનમાં તાજગી સાથે કામ પતાવતા હો એ પણ ફિઝિકલ ફિટનેસની જ નિશાની છે. મારા રૂટીનમાં પણ એક્સરસાઇઝની સાથે એક્સપરિમેન્ટ થતા રહે છે. યોગ અને બ્રીધિંગ એક્સરસાઇઝ તો મારા રૂટીનનો જ એક ભાગ છે અને એમાં હું કોઈ જાતનો બ્રેક આવવા નથી દેતી, કારણ કે હું માનું છું કે જો તમે બ્રશ ન કરો તો ચાલતું હોય તો જ તમારું વર્કઆઉટ તમે એક દિવસ ટાળો એ ચાલે.


વાત છે મારા ડાયટની | હું ખાવાની ભરપૂર શોખીન છું અને એ પછી પણ હું ક્યારેય ચીટ-ડે કે પછી ચીટ-મીલમાં બિલીવ નથી કરતી. દિવસમાં ચારથી પાંચ વાર થોડું-થોડું ખાવાનું. મારા એ ચાર-પાંચ વખતના મીલમાં ક્યારેક પાણીપૂરી પણ હોય તો ક્યારેક મારાં ફેવરિટ વડાપાંઉ અને સમોસા પણ હોય. ચીટ-મીલના નામે એકસાથે જો તમે અનહેલ્ધી ખાવામાં લાગી જાઓ તો એ તમારી બધી મહેનત વેસ્ટ કરે. એવું કરવાને બદલે દિવસમાં કોઈ એકાદ વાર થોડી માત્રામાં ભાવતી અનહેલ્ધી ખાવાનું લેવાથી શરીરને બૅલૅન્સ મેઇન્ટેઇન કરતાં શીખવશે.

ફ્રૂટ્સ અને ન્યુટ્રિયન્ટ્સની તમામ આઇટમો ખાધા પછી કંઈક ઑઇલી ખાવાનું મન થાય તો થોડા પ્રમાણમાં લઉં છું. ખીચડી મારું ઑલટાઇમ ફેવરિટ ફૂડ છે. તમે મને સવાર, સાંજ, રાત એમ કોઈ પણ સમયે માત્ર થોડું ઘી નાખેલી ખીચડી આપી દો તો હું એ હોંશે-હોંશે ખાઈ લઈશ. મારી દૃષ્ટિએ ફૂડની બાબતમાં બહુ જ મોટો હાઇપ આપણે ત્યાં ઊભો કરવામાં આવ્યો છે. જેટલું ખાઓ છો એટલી જ તમે ઍક્ટિવિટી પણ કરતા રહો એ જરૂરી છે. જોકે અફસોસ, એની વાત ભાગ્યે જ કોઈ કરે છે.

ગોલ્ડન વર્ડ્‍સ

બૅલૅન્સ એ જ ફિટનેસનું એકમાત્ર સીક્રેટ છે. ખાવા-પીવાથી લઈને કસરત કરવામાં અને  આરામ કરવામાં પણ જો સંતુલન હશે તો વ્યક્તિ હેલ્ધી રહેતી જ હોય છે. જરૂર છે તો માત્ર બૅલૅન્સની.

યાદ રાખજો

જો તમારા ગોલ્સ ક્લિયર હશે તો ઑટોમૅટિકલી તમારી ઍક્ટિવિટી બદલાઈ જશે. હું પહેલેથી જ ક્લિયર છું કે સિત્તેર-એંસી વર્ષે પણ મારે ઍક્ટિવ રહેવું છે, છેલ્લા શ્વાસ સુધી કામ કરવું છે અને એની તૈયારી આજે જ કરવી પડે. એમાં કોઈ આવતી કાલ એક્ઝિસ્ટ નથી કરતી. એટલે આ જ વાત હું તમને પણ કહીશ કે જો તમે એવું ઇચ્છતા હો કે તમારે લાચાર થઈને બેડ પર પડ્યા ન રહેવું પડે તો આજે જ જાગી જાઓ અને ઍક્ટિવ થઈ જાઓ.

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2023 04:40 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK