Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > How to Detox: દિવાળી પછી આ રીતે ડિટૉક્સ કરો તમારું શરીર, વેઇટ ગેઇનની છોડો ચિંતા

How to Detox: દિવાળી પછી આ રીતે ડિટૉક્સ કરો તમારું શરીર, વેઇટ ગેઇનની છોડો ચિંતા

Published : 14 November, 2023 07:50 PM | Modified : 14 November, 2023 09:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

How to Detox: દિવાળીમાં આપણે સ્વીટ્સથી માંડીને ચટાકેદાર અને તળેલી વાનગીઓ તેમજ પકવાન બધું મન ભરીને ખાઈએ છીએ પણ સ્વાસ્થ્ય વિશે ભૂલી જઈએ છીએ. એટલે જ દિવાળી પછી શરીરને ડિટૉક્સિફાઈ કરવું જરૂરી થઈ પડે છે.

ડિટૉક્સ માટેની પ્રતીકાત્મક તસવીર

ડિટૉક્સ માટેની પ્રતીકાત્મક તસવીર


How to Detox: દિવાળીમાં આપણે સ્વીટ્સથી માંડીને ચટાકેદાર અને તળેલી વાનગીઓ તેમજ પકવાન બધું મન ભરીને ખાઈએ છીએ પણ સ્વાસ્થ્ય વિશે ભૂલી જઈએ છીએ. એટલે જ દિવાળી પછી શરીરને ડિટૉક્સિફાઈ કરવું જરૂરી થઈ પડે છે.


How to Detox after Diwali: દિવાળીનો તહેવાર ફક્ત પ્રકાશ અને ફટાકડાનો જ નથી મિત્રો પણ પરિવાર સાથે આનંદ અને મસ્તી કરવાનો પણ હોય છે. દિવાળીમાં એકબીજાને મળવાનું પણ થતું હોય છે અને ખાવા-પીવાનું પણ થતું હોય છે. પછી તે સ્વીટ્સ હોય ચટપટા સ્નેક્સ હોય કે તળેલી વાનગીઓ અને પકવાન હોય આ બધું જ દિવાળી દરમિયાન ખાવા મળે છે. આખા વર્ષ દરમિયાન કાબૂ રાખનાર પણ આ તહેવારમાં કેવી રીતે પાછા રહે, એવામાં દિવાળી દરમિયાન ઘણીવાર ઓવર ઈટિંગ પણ થઈ જાય છે અને પછી શરીર પર આની અસર પણ દેખાવા માંડે છે. દિવાળી પછી તમારા બૉડી ડિટૉક્સ કરવા માટે તમે કેટલાક ફૂડ્સની મદદ લઈ શકો છો. બૉડીને ડિટૉક્સ કરવા માચે આ સુપરફૂડ્સ શરીરમાંથી બધા ટૉક્સિક દ્રવ્યોને બહાર કરવામાં કારગર નીવડે છે.



આ છે બૉડી ડિટૉક્સ કરનારા ફૂડ્સ (Foods that detoxify the body)


How to Detox: પાણી: શરીરમાંથી બધાં જ ટોક્સિક પદાર્થોને બહાર કાઢવાનો સૌથી સારી અને સસ્તી રીત છે પૂરતું પાણી પીવું. પાણી તમને હાઈડ્રેટેડ રાખે છે અને સિસ્ટમને પણ બધાં જ ટૉક્સિક દ્રવ્યો, કેમિકલ્સ અને વધારાના ફેટ અને શુગરને ક્લિન કરે છે. પોતાને સારી રીતે હાઈડ્રેટેડ રાખવા માટે 2-4 લીટર પાણી ચોક્કસ પીવું જોઈએ.

How to Detox: અદરખ: થોડીક અદરખ સાથે સેંધા મીઠું અને લીંબુ મિક્સ કરવું પેટ સંબંધિત અનેક સમસ્યાઓ જેમ કે સોજો, ગૅસ, અપચામાંથી છૂટકારો અપાવી શકે છે. અદરખમાં એન્ટીઑક્સિડેન્ટ હોય છે જે શરીર માટે સારા હોય છે અને ઈમ્યૂનિટી પાવરને પણ સ્ટ્રૉન્ગ બનાવવામાં મદદ કરે છે. દિવાળીની સવારે તમે અદરખ અને મધને સાથે મિક્સ કરીને પાણીમાં ઉકાળીને પીવાથી આ શરીરને ડિટૉક્સ કરવાની સાથે પાચનમાં પણ સુધારો લાવશે.


લીંબુ: નવશેકા પાણીમાં થોડુંક લીંબુ મિક્સ કરીને આને સવારે ખાલી પેટ પીવું. આ તમારા શરીરને ફક્ત ડિટૉક્સિફાઈ કરવામાં જ નહીં પણ શરીરમાં રહેલા એક્સ્ટ્રા ફેટને બાળવામાં પણ મદદ કરશે અને તમારા પાચન તંત્રને દુરુસ્ત રાખશે.

How to Detox: ગ્રીન ટી: ગ્રીન ટી એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને શરીરની સિસ્ટમને ડિટૉક્સિફાઈ કરવામાં ખૂબ જ કારગર નીવડે છે. આ તમારા મેટાબૉલિઝ્મને ગતિમાન બનાવે છે અને વધારાના વજનને ઘટાડવામાં મદદ કરે છે.

દહી: દહી એક પ્રાકૃતિક પ્રોબાયોટિક પદાર્થ છે અને આમાં ગુડ બેક્ટેરિયા હોય છે જે તમારા આતરડાં માટે સારા હોય છે. આ શરીરમાંથી હાનિકારક અને ટૉક્સિક દ્રવ્યોને બહાર કાઢે છે, પાચનમાં મદદ કરે છે અને તમારા શરીરને પણ ઠંડું રાખે છે.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2023 09:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK