ભારતમાં વધી રહેલી મેદસ્વિતા સામે લડત આપવા માટે એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડ્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાધિકા ગુપ્તાએ ભારતીય રેસ્ટોરાંને એક સૂચન કર્યું છે
રાધિકા ગુપ્તા
ભારતમાં વધી રહેલી મેદસ્વિતા સામે લડત આપવા માટે એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડ્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાધિકા ગુપ્તાએ ભારતીય રેસ્ટોરાંને એક સૂચન કર્યું છે. તેમણે સૂચવ્યું છે કે જો રેસ્ટોરાં હાફ પ્લેટનો ઑપ્શન આપે તો એનાથી ઓવરઈટિંગ અને ફૂડનો વેસ્ટેજ બન્ને અટકાવવામાં મદદ થાય. ઓબેસિટી જે હદે વધી રહી છે ત્યારે એને ક્રિટિકલ સમસ્યા સમજીને વિવિધ ઍક્શન લેવી જરૂરી છે. ઑલ્ટરનેટિવ ધાન્યોનો ભોજનમાં સમાવેશ કરવો, ઘરે બનાવેલું જ ખાવાનો આગ્રહ રાખવો અને હેલ્ધીઅર ફૂડ ચૉઇસ કરવા જેવાં સૉલ્યુશન્સની સાથે ન્યુટ્રિશનિસ્ટો સ્મૉલ પોર્શન્સ ખાવાની સલાહ આપે છે. એ વિશે રાધિકા ગુપ્તા કહે છે, ‘તમામ રેસ્ટોરાંએ હાફ પ્લેટનો વિકલ્પ દરેક વાનગીમાં આપવો જોઈએ. આપણામાંના ઘણા લોકોનું પેટ ઓછા ભોજનમાં ભરાઈ જાય છે, પરંતુ આપણે ભારતીયો છીએ, આપણને ફૂડ વેસ્ટ કરવાનું ગમતું નથી એટલે બગડે નહીં એ માટે થોડું એક્સ્ટ્રા ખવાઈ જાય છે. જ્યારે વ્યક્તિ એકલી કોઈ ચીજ ઑર્ડર કરતી હોય ત્યારે હંમેશાં શૅરિંગનો વિકલ્પ નથી મળતો.’
એકલા રેસ્ટોરાંમાં ખાવા જતા અનેક લોકોના દિલની વાત જાણે રાધિકા ગુપ્તાએ કહી દીધી હોય એવું લાગે છે.

