Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > માનસિક પીડાને ઇગ્નૉર કરનારા હકીકતમાં બીજાને દુઃખી કરતા હોય છે

માનસિક પીડાને ઇગ્નૉર કરનારા હકીકતમાં બીજાને દુઃખી કરતા હોય છે

Published : 07 October, 2024 04:12 PM | Modified : 07 October, 2024 04:35 PM | IST | Mumbai
Dr. Mukul Choksi | askgmd@mid-day.com

શરીરને તાવ આવે એવી જ રીતે મગજ પણ બીમાર પડે અને એ બીમાર પડે ત્યારે એની માટે જે જરૂરી હોય એ કરવું પડે, પણ સો-કૉલ્ડ બૌદ્ધિકો પણ આ મૂર્ખામી કરે છે

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


એક નહીં, ત્રણ કિસ્સા એવા બન્યા જેને લીધે આજે આ વિષય પર વાત કરવાનું નક્કી કર્યું. એક લેડી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને પ્રૅક્ટિકલ પણ ખૂબ. એક દિવસ તે મળવા આવી. મેન્ટલી અપસેટનેસ સાથે જીવતી એ ચાળીસી વટાવી ચૂકેલી મહિલા સાથે જે પણ વાત કરું એ બધી વાતમાં તેનો જવાબ એવો જ આવે કે આ બધી મને ખબર છે. ફાઇનલી, મેં તેને સમજાવ્યું કે તમને ડિપ્રેશનની દવા લેવાની જરૂર છે, એનો પણ જવાબ તેની પાસે રેડી હતો કે હા, મને ખબર છે, પણ મારે એ લેવી નથી અને તેણે ધરાર દવા લખવા દીધી નહીં અને પછી એ રવાના થઈ ગઈ. વાતે-વાતે રડી પડતી તે લેડીને મેનોપૉઝની અસર દેખાતી હતી, કૉર્પોરેટ જૉબમાં સંતોષ મળતો નહોતો. જીવનમાં કોઈ સાથ નહીં એટલે તેની એકલતા પણ અકબંધ હતી તો આ સિવાય પણ ડિપ્રેશન આવે એવા બીજાં પણ અનેક કારણો તેની લાઇફમાં હતાં, પણ એમ છતાં તે મનને હળવાશ આપે એવી મેડિસિન કરવા રાજી નથી. આ કિસ્સામાં જો કોઈ કારણભૂત હોય તો એ છે તેનું ડહાપણ. કોઈએ સરસ કહ્યું છે, ડાહ્યો માણસ હંમેશાં વધારે દુઃખી થાય, પણ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે ત્યારે આ ડાહ્યો માણસ પોતે દુઃખી નથી થતો, પણ બીજાને દુઃખી કરતો હોય છે, બીજાને પીડા આપે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 04:35 PM IST | Mumbai | Dr. Mukul Choksi

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK