Dr. Chirag Shah on Blood Cancer: બ્લડ કેન્સર વિશે અનેક એવી ખોટી માન્યતાઓ છે જેને હકીકત માની લેવામાં આવે છે ત્યારે એપોલો હૉસ્પિટલના ડૉ. ચિરાગ શાહે બ્લડ કેન્સર વિશે કેટલીક વાત કરી છે જાણો આ વિશે વધુ...
બ્લડ સેમ્પલ ટેસ્ટ (પ્રતીકાત્મક તસવીર)
Dr. Chirag Shah on Blood Cancer: બ્લડ એટલે કે લોહી વિવિધ પ્રકારના રક્તકણોથી બનેલુ છે. જેમ કે લાલ રક્ત કણો (રેડ બ્લડ સેલ્સ-આરબીસી), શ્વેત રક્તકણો (વ્હાઈટ બ્લડ સેલ્સ-ડબલ્યુબીસી) અને પ્લેટલેટસ (નાના રક્તકોષ).આ ત્રણેય જુદા જુદા કાર્યો ધરાવે છે.
• -આરબીસીઃ આ રક્તકણોમાં હિમોગ્લોબિનનો સમાવેશ થાય છે અને જે ફેફસાંમાંથી ઓક્સિજન લાવીને સમગ્ર શરીરને પહોંચાડવાનું કામ કરે છે.
• -ડબલ્યુબીસીઃ રોગ પ્રતિકારક શક્તિ માટે મહત્વનો ભાગ ભજવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધવા કે ઘટવાના ફંકશનમાં ખૂબ જ જરૂરી છે. પ્લાસમા સેલ્સ( જીવકોશની અંદરનું સજીવ તત્વ) ડબલ્યુબીસીનો એક પ્રકાર છે અને જે વિવિધ પ્રકારના ચેપથી શરીરને રક્ષણ આપવા માટે મદદરૂપ થવા એન્ટીબોડીઝ ( બાહ્ય રોગોના જંતુઓનો સામનો કરનાર લોહિમાંના તત્વો) પેદા કરે છે.
• -પ્લેટલેટ્સઃ જે લોહીને ઘટ્ટ બનાવવા માટે જવાબદાર છે અને જ્યારે પણ શરીરના કોઈ પણ અંગમાં ઈજા થાય કે કાપો પડે ત્યારે લોહીને વહેતુ રોકે છે.
જ્યારે શરીર અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અપરિપક્વ રક્તકણો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે ત્યારે તે બ્લડ કેન્સરમાં પરિણમે છે. આ અપરિપક્વ રક્તકણો તેના કાર્યોને પૂર્ણ ક્ષમતા સાથે કરવામાં અક્ષમ બને છે અને જેનાથી શરીરના સામાન્ય ફંકશન્સ કે અન્ય સામાન્ય રીતે કામ કરતા અંગોને પણ અસર કરે છે.
સપ્ટેમ્બર મહિનો લ્યુકેમિઆ અને લીમ્ફોમા માટેનો જાગૃતિ ફેલાવવાનો મહિનો ગણવામા આવે છે ત્યારે ચાલો આપણે બ્લડ કેન્સર વિશે ફેલાયેલી માન્યતાઓને દૂર કરીને સાચી હકીકતોથી લોકોને વાકેફ કરી કેન્સરના પ્રારંભના સમયમાં તેને શોધીને સારી સારવાર માટે જાગૃતિ ફેલાવીએ.
માન્યતા 1 – બ્લડ કેન્સરનો એક જ પ્રકાર એ માત્ર લ્યુકેમિયા છે
હકિકતઃ ના, સામન્યપણે ત્રણ પ્રકારના બ્લડ કેન્સર હોય છે. જેમાં એક છે લ્યુકેમિઆ, બીજું છે લીમ્ફોમા અને ત્રીજું છે માયેલોમા. લ્યુકેમિઆ ત્યારે થાય છે કે ઉદભવે છે કે જ્યારે લોહીમાં શ્વેતકણોનું ઉત્પાદન અસામાન્ય થઈ જાય. લીમ્ફોમા એ લીમ્ફેટિક સીસ્ટમ એટલે કે લસિકા તંત્ર અને લસિકા ગાંઠોનું કેન્સર છે અને જે મોટા ભાગે લીમ્ફોસાયટ્સ ( લસિકાતંત્રમાં થતા એક જ ગોળ ન્યુક્લિયસવાળા નાના લ્યુકોસાઈટનું એક સ્વરૂપ ) ને અસર કરે છે અને લીમ્ફોસાઈટસ એ શ્વેતકણોના પ્રકારોમાનો એક પ્રકાર પણ છે. મુખ્યત્વે બે પ્રાકરના લીમ્ફોમાસ હોય છે.જેમાં એક છે હોડ્જકિન્સ લીમ્ફોમા અને નોન હોજસ્કિન્સ લીમ્ફોમા. માયેલોમા એ કેન્સરનો એવો પ્રકાર છે કે જેમાં પ્લાઝમા સેલ્સ અસામાન્ય થઈ જાય છે અને જે શરીરમાં પેઢાથી લઈને કમર તથા કરોડરજુ સહિતની અનેકવિધ જગ્યાઓ પર એક જ સમયે અસર કરે છે.
ADVERTISEMENT
માન્યતા 2 – બ્લડ કેન્સર મોટા ભાગે બાળકોને થાય છે
હકિકતઃ ના, બ્લડ કેન્સર બાળકો અને વ્યસ્ક બંનેને થઈ શકે છે. જ્યારે બાળકોમાં લ્યુકેમિઆ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું કેન્સર છે . પરંતુ લ્યુકેમિઆ મોટા લોકોને એટલે કે વ્યસ્કને પણ થઈ શકે છે.
માન્યતાઃ બ્લડ કેન્સર એનિમિઆને લીધે થાય છે.
હકિકતઃ બ્લડ કેન્સરથી ગ્રસ્ત દર્દીમાં એનિમિઆ વિકસી શકે છે અથવા તેની અસર જોવા મળી શકે છે પરંતુ માત્ર એનિમિઆને લીધે જ બ્લડ કેન્સર થાય તે એક ખોટી માન્યતા છે. એનિમિઆ થવાનું મુખ્ય કારણ રેડ બ્લડ સેલ્સ અથવા હિમોગ્લોબિનની ઉણપ છે. એનિમિઆ ઘણીબધી મેડિકલ પરિસ્થિતિઓને લીધે થઈ શકે છે પરંતુ મોટા ભાગે સામાન્યપણે જોવા મળતુ કારણ એ ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વોની ઉણપ છે અને જેમાં પણ ખાસ કરીને આયર્નની ઉણપ મુખ્ય છે.
માન્યતાઃ બ્લડ કેન્સરમાં દેખીતા કોઈ પણ લક્ષણ નથી હોતા
Dr. Chirag Shah on Blood Cancer: હકિકતઃ હા, બલ્ડ કેન્સરમાં દેખીતા કોઈ લક્ષણો ન હોઈ શકે. પરંતુ સામાન્યપણ જોવા મળતા અથવા મધ્યમ પ્રકારના લક્ષણો હોઈ શકે.જો કે તે તેની સીધી નજરે જોઈ શકતા નથી. મુખ્યત્વે બ્લડ કેન્સરમાં જોવા મળતી નિશાનીઓ કે લક્ષણોમાં થાક લાગવો, વારંવાર ઈન્ફેકશ થવુ કે તાવ આવવો, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવી, રાત્રે પરસેવો થવો, સાંધા કે હાડકાંમાં દુખાવો થવો, વજનમાં ખૂબ જ ઘટાડો થવો, લસિકા ગાંઠોમાં સોજો આવવો, ચામડી પર ખંજવાળ આવવી, ભૂખ ન લાગવી, ઉબકા આવવા અને માથુ દુખવુ વગેરે જેવા સામાન્યતઃ લક્ષણો હોય છે. જો કે તેમ છતાં આ લક્ષણો અન્ય કોઈ શારીરિક સ્થિતિ કે કારણોને લીધે પણ હોઈ શકે છે. પરંતુ ડોક્ટર કે આરોંગ્ય નિષ્ણાંતનો સંપર્ક કરીને ત્વરીત નિદાન થવુ અને સમયસર સારવાર મળવી જરૂરી છે.
માન્યતા 5- રક્તદાન કરવાથી બ્લડ કેન્સર થાય છે
હકિકતઃ ના, બ્લડ ડોનેશન કે રક્તદાન કરવાથી બ્લડ કેન્સર થતુ નથી. ઉલટાનું બ્લડ ડોનેટ કરવું એ ખૂબ જ સારું છે અને જે એક જીવ બચાવતી પ્રવૃતિ છે, જેનાથી અન્ય કોઈ રોગોમાં પીડિત દર્દીઓને લોહી આપીને મદદ કરી શકાય છે.ઉપરાંત બ્લડ કેન્સરના દર્દીઓને પણ રક્તદાનથી મદદ કરી શકાય છે, બ્લડ કેન્સરની સારવારમાં બ્લડ મળવુ અને તેમાંના વિવિધ રક્તકણો-પ્લેટલેટ્સ કે પ્લાઝમાની ખૂબ જ જરૂરીયાત હોય છે.
માન્યતા 6- બ્લડ કેન્સરના તમામ દર્દીઓને સારવારમાં બોન મેરો (હાડકાંને અડેલા મજ્જા) ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.
હકિકતઃ ના, બ્લડ કેન્સરના દરેક દર્દીને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી નથી. દર્દીની તપાસ બાદ થયેલ નિદાન, આનુવંશિક કે વારસાગત લક્ષણો અથવા કારણો, રોગનું આગળ વધવુ અને સારવાર દરમિયાન દર્દીને સારવારમાં વધુ અસરકારકતા વગેરે સહિતના પરિબળોને ધ્યાનમાં રાખવામા આવે છે. દરેક દર્દીને બોન મેરો સ્પેશ્યાલિસ્ટ દ્વારા તપાસવામા આવ્યા બાદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે કે તે નક્કી કરવામા આવે છે. હાલ બ્લડ કેન્સરમાં દર્દીને અનુભવતી તકલીફો કે વ્યક્તિગત લક્ષણો તેમજ સ્થિતિને અનુરૂપ નવિનતમ દવાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત એડવાન્સ જિનેટિક પ્રોફાઈલિંગ ટેકનોલોજી સાથેની ટાર્ગેટેડ થેરાપી કે જે દર્દીને ચોક્કસ તકલીફમાં ત્વરીત પરિણામ આપે છે અને જેનાથી બ્લડ કેન્સરમાં દર્દીને સારવાર મળતી અસરકારકતામાં ખૂબ જ સુધારો જોવા મળે છે.
માન્યતા 7 બ્લડ કેન્સર ચેપી છે
હકિકતઃ ના, બ્લડ કેન્સર ચેપી નથી. જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિના સામાન્ય કે નજીકના સંપર્કમાં આવવાથી ફેલાતુ નથી. રક્તકણો કે રક્તકોશિકાઓ ( બ્લડ સેલ્સમાં) અથવા બોન મેરોમાં આનુવંશિક પરિવર્તનને કારણે બ્લડ કેન્સર વિકસે છે. બ્લડ કેન્સર બેકટેરિયા,વાઈરસ કે અન્ય ચેપી જંતુદ્વવ્યોથી થતુ નથી.
માન્યતા 8- બ્લડ કેન્સર એ અસાધ્ય છે
હકિકતઃ છેલ્લા કેટલાક સમયમાં રિસર્ચ અને ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ સાથે સારવારની સફળતાના દરમાં અને બ્લડ કેન્સરના દર્દીની આવરદા વધવાના દરમાં નોંધપાત્ર સુધારો થયો છે. અનેક નવી સારવાર પદ્ધતિઓ જેવી કે કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, રેડિયોથેરાપી, ઈમ્યુનોથેરાપી અને બોન મેરૉ ટ્રાન્સપ્લાન્ટેશન વગેરેના લીધે અસરકારક પરિણામ જોવા મળ્યુ છે. જો બ્લડ કેન્સર હોવાનું નિદાન પ્રાથમિક તબક્કામાં જ થઈ જાય તો સારવાર શક્ય બને છે અને દર્દીના બચવાની શક્યતાઓ પણ ખૂબ જ વધી જાય છે.
બ્લડ કેન્સર એ દર્દીઓ અને તેમના પરિવાર માટે ભયાવહ તેમજ તણાવભર્યુ બની શકે છે. જેથી એ જરૂરી છે કે આ તમામ માન્યતાઓને દૂર કરીને સાચી હકીકતો તેમજ સમજણને પ્રોત્સાહન આપવામા આવે તેમજ આ રોગથી પીડિત દર્દીઓને મદદ મળે. બ્લડ કેન્સર સંબંધિત માન્યતાઓ અને ડર સામે લડવા માટે વ્યક્તિએ બ્લડ કેન્સર વિશેની તમામ સાચી હકિકતોથી અને નિદાનમાં થયેલી પ્રગતિઓથી અવગત રહેવુ જોઈએ. કુશળ તબીબી વ્યવસાયિકો એટલે કે એક્સપર્ટ ડોક્ટરો પાસેથી તબીબી સલાહ અને મદદ લેવી જોઈએ અને તે બાબતને જ ખાસ પ્રોત્સાહિત કરવી જોઈએ. બ્લડ કેન્સરમાં સુધારાલક્ષી પરિણામો માટે ત્વરીત નિદાન , યોગ્ય સારવાર અને તબીબી સાર સંભાળ ખૂબ જ મહત્વના છે.