ફૂડ ઇન્ટેક પર કન્ટ્રોલ રાખવાનું અઘરું છે એવું કદાચ દર દસમાંથી આઠ ઓબીસ વ્યક્તિ સ્વીકારશે, પણ વૈજ્ઞાનિકોએ એ સમજવાની કોશિશ કરી છે કે અકરાંતિયાની જેમ ખાનારા લોકો મેદસ્વી હોય છે એવું નથી પણ ચરબી વધી ગયા પછી અકરાંતિયાપણું વધે છે
હેલ્થ બુલેટિન
પ્રતીકાત્મક તસવીર
આવતાં ૧૨ વર્ષ સુધીમાં વિશ્વની અડધી વસ્તી મેદસ્વી થઈ ગઈ હશે એવું વર્લ્ડ ઓબેસિટી ફેડરેશને અનુમાન કર્યું છે. ભારતની વાત કરીએ તો ૨૦૨૦માં છોકરાઓમાં ત્રણ ટકા અને છોકરીઓમાં બે ટકા મેદસ્વિતાનું જોખમ હતું, જે ૨૦૩૫ સુધીમાં ૧૨ ટકા જેટલું થઈ જશે. આ બધાની પાછળ પ્રોસેસ્ડ ફૂડ, લાઇફસ્ટાઇલ અને બેઠાડુ બાળપણ જવાબદાર હશે. ઓવરઈટિંગ અને જન્ક ફૂડની આદત બાળપણથી જ પડી જવાને કારણે મેદસ્વિતાને રોકવાનું અઘરું થઈ જશે એવું માનવામાં આવે છે.
એક તરફ આવા ડરામણા આંકડાઓ છે ત્યારે બીજી તરફ સાયન્ટિસ્ટોએ એ પણ સમજવાની કોશિશ કરી છે કે ખરેખર ઓવરઈટિંગને કારણે જો મેદસ્વિતા બેકાબૂ થતી જતી હોય તો ઈટિંગ બિહેવિયર પર કાબૂ મેળવવા માટે શું થઈ શકે? આ અભ્યાસમાં બહુ રસપ્રદ ઑબ્ઝર્વેશન બહાર આવ્યું છે.
ADVERTISEMENT
એવું જોવામાં આવ્યું છે કે નૉર્મલ કે નૉર્મલ કરતાં થોડુંક વધારે વજન હોય ત્યારે ડાયટ કન્ટ્રોલ કરવાનું સહેલું છે પણ એક વાર ખૂબ વજન વધી જાય તો ટેસ્ટી અને અકરાંતિયાની જેમ ખાવાનું કન્ટ્રોલ કરવાનું અઘરું છે. આપણી આસપાસના લોકોને જોઈએ તો વૈજ્ઞાનિકોના આ ઑબ્ઝર્વેશન સાથે આપણો અનુભવ પણ મૅચ થાય છે. મેદસ્વીઓને ટેસ્ટી, ચીઝવાળું જન્ક ખાવાનું બહુ ગમતું હોય છે. ઇન ફૅક્ટ, તેમના માટે તો થોડુંક પણ જન્ક ફૂડ તેમના શરીર પર ચરબીના થરનો વધારો કરવાનું કામ જ કરે છે એ સમજવા છતાં તેમના માટે ડાયટ-કન્ટ્રોલ વધુ અઘરો બની જાય છે.
આ પણ વાંચો: Amla for Heart: હાર્ટ અટેક અને સ્ટેન્ટથી બચવા માટે આજથી જ કરો આ વસ્તુનું સેવન
આવું થવાનું કારણ છે વજન વધવાની સાથે સ્વાદેન્દ્રિયોની સેન્સિટિવિટીમાં થતો ઘટાડો. આવું અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીના અભ્યાસુઓનું કહેવું છે. ઓબેસિટીને કારણે બૉડીમાં ઇન્ફ્લમેશન એટલે કે સોજાનું પ્રમાણ વધે છે. સોજા આવવાનું કારણ એડિપોઝ ટિશ્યુમાં સંઘરાયેલી ચરબી હોય છે. એડિપોઝ ટિશ્યુમાં ફૅટનો ભરાવો થવાથી આખા શરીરમાં લો-ગ્રેડ સોજા જેવી ઇફેક્ટ આવે છે અને વૉલ્યુમનો વધારો બૉડીના લગભગ દરેક સેલમાં જોવા મળે છે અને માઇલ્ડ અસર મોંમાં આવેલી સ્વાદેન્દ્રિયો પર પણ પડે છે. અનુભવી પણ ન શકાય એવું હળવું ઇન્ફ્લમેશન ટેસ્ટ બડ્સની સેન્સિટિવિટીમાં ઘટાડો કરે છે. સામાન્ય રીતે દરેક ટેસ્ટ બડમાં ૫૦થી ૧૦૦ કોષો હોય છે જે મુખ્યત્વે પાંચ સ્વાદની સંવેદના અનુભવી શકે છે. દર દસ દિવસે આ કોષો બદલાતા રહે છે. ત્રીજા ભાગના કોષો મરી જાય છે અને બીજા કોષો નવા બને છે. ઇન્ફ્લમેશનને કારણે જૂના કોષો મરવાની અને નવા બનવાની ક્રિયા ધીમી પડી જવાથી સ્વાદ પારખવાની ક્ષમતા ઘટી જાય છે. મેદસ્વીઓ ખાવા બેસે ત્યારે પેટ ભરાઈ ગયા પછી પણ સ્વાદેન્દ્રિયો સંતોષાતી ન હોવાથી તેઓ ખાવાની બાબતમાં અકરાંતિયા થઈ જાય છે.
હૉર્મોન રેઝિસ્ટન્સ
ઓબીસ વ્યક્તિનો ફૂડ પરનો કન્ટ્રોલ ઘટી જાય એનું બીજું મહત્ત્વનું કારણ હોય છે લેપ્ટિન રેઝિસ્ટન્સ. લેપ્ટિન બહુ જ મહત્ત્વનું હૉર્મોન છે જે ચરબીના કોષો દ્વારા પેદા થાય છે અને ભૂખ તેમ જ મેટાબોલિઝમને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. પેટ ભરાઈ જાય એટલે લેપ્ટિન હૉર્મોન મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચાડે છે કે શરીરને જોઈતી એનર્જી મળી ગઈ છે. જોકે ઓબેસિટીને કારણે શરૂઆતમાં ખૂબ લેપ્ટિન હૉર્મોન ઝરે છે અને સમય જતાં એ હૉર્મોનની અસરકારક કામગીરી ખોરવાઈ જાય છે. હૉર્મોન પેદા થવા
છતાં એ કામ કરવામાં ગરબડ કરે છે.