આયુર્વેદમાં ઉત્તમ મેધ્ય રસાયણો છે જે યાદશક્તિ વધારે છે. શાસ્ત્રોમાં ગાયના ઘીને બુદ્ધિ શાર્પ કરવા માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
આનો જવાબ હા અને ના બન્નેમાં આવી શકે. યાદશક્તિ ક્ષીણ કરતા આ ન્યુરોડીજનરેટિવ ડિસીઝને નાથવા માટે મૉડર્ન મેડિસિનની સાથે આયુર્વેદશાસ્ત્રના દૃષ્ટિકોણથી પણ ઔષધો પર અનેક પ્રયોગો થઈ રહ્યા છે. આ પ્રયોગોમાં નવું નામ ઊભર્યું છે લસુનાદિ ઘૃતનું. અલબત્ત, આયુર્વેદ નિષ્ણાતોનું માનવું છે કે લસુનાદિ ઘૃત કરતાં ઘૃત એટલે ઘીની સાથે કેટલાંક મેધ્ય રસાયણો છે જે ક્ષીણ થતી યાદશક્તિને અટકાવવામાં મદદરૂપ ચોક્કસ છે



