ઘરના બાથરૂમમાં મોટા ભાગે ચીકણું હોવાને કારણે વ્યક્તિ લસરી જાય અને એને કારણે ઈજા થાય કે વધુ વાગી જાય એવા કિસ્સા ઘણા સાંભળવામાં આવે છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
ઘરના બાથરૂમમાં મોટા ભાગે ચીકણું હોવાને કારણે વ્યક્તિ લસરી જાય અને એને કારણે ઈજા થાય કે વધુ વાગી જાય એવા કિસ્સા ઘણા સાંભળવામાં આવે છે. એવું ઘણી વખત થાય છે અને ખાસ કરીને જે ઘરમાં વૃદ્ધ લોકો રહે છે તેમની સાથે એ વધુ થવાની શક્યતા છે, કારણ કે બાથરૂમમાં પડી જવા માટે ઘણાં પરિબળો જવાબદાર ગણાય છે. પડી ગયા અને કઈ વાગી ગયું, એટલું જ નહીં, પરંતુ પડવાથી જેમનાં હાડકાં નબળાં છે કે જેમને ઑસ્ટિઓપોરોસિસ છે તેમને હીપ બોન ફ્રૅક્ચર પણ થઈ શકે છે જે વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જાય છે. આ ઉંમરમાં ફ્રૅક્ચર થવું એ અત્યંત તકલીફદાયક વસ્તુ છે. જો સર્જરી ન કરાવીએ તો દરદીનું બચવું પણ મુશ્કેલ બની શકે છે માટે બાથરૂમમાં આ બાબતે તકેદારી રાખવી જોઈએ. આ સિવાય જ્યારે પાણી ખૂબ ગરમ હોય તો નસો ફૂલી જાય અને લોહીનું પરિભ્રમણ ત્વચા તરફ વધી જાય જેથી મગજને લોહી ઓછું પહોંચે. આ પરિસ્થિતિમાં તેમને ચક્કર આવે કે પડી જાય એમ બને.