પાચનતંત્ર શરીરનું એવું તંત્ર છે જે શરીરના સમગ્રલક્ષી સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે
પ્રતીકાત્મક તસવીર
માથે ધોળા આવે, મોઢે કરચલીઓ દેખાય અને ચામડી લચી પડવા લાગે ત્યારે એમ તો ખબર પડે કે હવે ઉંમર વધી રહી છે એટલે રાતોરાત શરીરના બાહ્ય દેખાવની સંભાળ લેવા એનું વધુ જતન થવા લાગે; પણ એવામાં શરીર અંદરથી પણ બદલાતું હોય છે એ વાત ભૂલી જવાય છે અને પછી છેક પેટ ત્રાહિમામ્ પોકારતું હોય એવા સમયે ધ્યાન પડે કે હવે કશુંક કરવું જ પડશે. આવી સ્થિતિમાં ન પડાય એ માટે અને શરીરનું સ્વાસ્થ્ય ઓવરઑલ જળવાય એ માટે વધતી ઉંમરની ડાયજેસ્ટિવ સિસ્ટમ પર થતી અસર વિશે જાણી લેવું ખૂબ જ જરૂરી છે