Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઍસિડિટી તમને અલ્સર તરફ દોરી જઈ શકે છે

ઍસિડિટી તમને અલ્સર તરફ દોરી જઈ શકે છે

Published : 22 November, 2024 11:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍસિડ ઉપર આવવાથી પાચનતંત્રના ઉપરના ભાગમાં શું તકલીફ આવી શકે છે? આપણું જઠર જે છે એમાં એક લાઇનિંગ છે. એ લાઇનિંગ ઍસિડને સહન કરી શકે છે પરંતુ અન્નનળીમાં કોઈ લાઇનિંગ નથી

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ઍસિડિટી આજના યુગનો સૌથી સામાન્ય પ્રૉબ્લેમ છે, પરંતુ આ પ્રૉબ્લેમ સામાન્ય હોવાને કારણે આજકાલ લોકો વધુ ને વધુ એને અવગણી રહ્યા છે. ઍસિડિટી અને એને કારણે થતી તકલીફો જેમ કે ગૅસ, છાતીમાં બળતરા, ઘચરકા, પેટનું ફૂલેલું રહેવું, શરીરમાં બ્લોટિંગ, ઘણી વાર ઊલટી, માથું દુખવું, સૂઈ ન શકવું વગેરે જાતજાતની તકલીફોને આપણે સહન કરતા રહીએ છીએ. વધુમાં વધુ ઍસિડિટીની એક ગોળી લઈ લઈએ, પરંતુ આ રીતે ઍસિડિટીને અવગણવું ખૂબ ભારે પડી શકે છે.


પેટમાં જન્મતા ઍસિડનું ઘણું મહત્ત્વ છે. સૌપ્રથમ તો બહારથી આવેલા ખોરાકમાં રહેલા હાનિકારક બૅક્ટેરિયા કે જીવાણુને એ મારી નાખે છે જેને કારણે આપણે રોગથી બચી જઈએ છીએ. વળી આ ઍસિડ પેપ્સિન નામનું એન્ઝાઇમ ઍક્ટિવેટ કરે છે જે પાચનપ્રક્રિયા માટે ઉપયોગી છે. આ સિવાય પૅન્ક્રિયાઝને એ પાચક રસ ઉત્પન્ન કરવા માટેનું સિગ્નલ આપે છે જે પાચનમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે. હવે આ ઍસિડનું એક પ્રમાણ નિયત હોવું જરૂરી છે. જ્યારે એ વધી જાય છે ત્યારે એ ઉપરની તરફ ઊથલો મારે છે જેને ઍસિડ રિફ્લેક્સ કહે છે. આ તકલીફ લોકોને મોટા ભાગે ત્યારે થાય છે જ્યારે તેમની લાઇફસ્ટાઇલમાં કોઈ તકલીફ સર્જાઈ હોય. જેમ કે વધુ પડતું સ્પાઇસી ખોરાક ખાવાથી, રાતે વ્યવસ્થિત ઊંઘ ન લેવાથી, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, વધુ પડતું કે ખૂબ ઓછું ખાવાથી, પાણી ઓછું પીવાથી, બેઠાડુ જીવન જીવવાને કારણે કે પછી દારૂ કે તમાકુની આદતને કારણે. આ લાઇફસ્ટાઇલને કારણે આવતો ઍસિડિટીનો પ્રૉબ્લેમ ધીમે-ધીમે વ્યક્તિમાં ઘર કરતો જાય છે.



ઍસિડ ઉપર આવવાથી પાચનતંત્રના ઉપરના ભાગમાં શું તકલીફ આવી શકે છે? આપણું જઠર જે છે એમાં એક લાઇનિંગ છે. એ લાઇનિંગ ઍસિડને સહન કરી શકે છે પરંતુ અન્નનળીમાં કોઈ લાઇનિંગ નથી. એ ઍસિડને સહન નથી કરી શકતી, જેને કારણે જ્યારે ઍસિડ ઉપર આવે છે ત્યારે એ અન્નનળી પર અસર કરે છે. જે વ્યક્તિને આ તકલીફ અવારનવાર રહેતી હોય તો તેને અન્નનળીનું અલ્સર થઈ શકે છે. આ તકલીફ ઘણી વ્યાપક રૂપમાં જોવા મળે છે. ઘણા લોકોને આજકાલ આ રોગ થાય છે. દવા લે તો ઠીક થઈ જાય છે, પરંતુ સમજવાની જરૂર એ છે કે તેમની લાઇફસ્ટાઇલ બદલાતી નથી. વળી, શરીરની ઍસિડ ઉત્પન્ન કરવાની જે ટેન્ડન્સી છે એ બદલાતી નથી. આ તકલીફ વધે એ પહેલાં લાઇફસ્ટાઇલ બદલવી અત્યંત જરૂરી છે. 


 

- ડૉ. જિજ્ઞેશ ગાંધી


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK