મહાવીરનગરમાં આવેલા અલા બેલા મોઝરેલા સ્ટૉલમાં ખરા અર્થમાં કંઈક હટકે અને યુનિક કહી શકાય એવી અનેક વાનગી મળે છે
ફૂડ-ડ્રાઇવ
સ્ટોલ, પેરી પેરી બ્લૂમિંગ અન્યન
અમુક ફૂડનાં નામ સાંભળીને આપણે વિચારતા થઈ જઈએ છીએ કે ભાઈ, આ છે શું? શેમાંથી બન્યું છે? કેવું લાગે છે? વગેરે-વગેરે. આવાં જ અટપટાં નામવાળી વાનગી વેચતું એક આઉટલેટ કાંદિવલીના મહાવીરનગરમાં શરૂ થયું છે. એક વાનગી છે કૉર્ન ડૉગ અને બીજી છે બ્લૂમિંગ અન્યન. આ મૂળ કોરિયન આઇટમ છે, પરંતુ ભારતીયો અને ખાસ કરીને વેજિટેરિયન કમ્યુનિટીને ધ્યાનમાં રાખીને આ વાનગીને સંપૂર્ણ વેજ ડિશમાં કન્વર્ટ કરીને અહીં પીરસવામાં આવી રહી છે.