અંધેરી સ્ટેશનથી લોખંડવાલા તરફ જતી વખતે તમે જે. પી. રોડ પર આવો તો સીધા જતાં ડાબી બાજુએ બેસતા ભૈયાની લારીનું કોઈ નામ નથી અને આજુબાજુમાં કોઈ લૅન્ડમાર્ક પણ નહીં. બસ, અદ્ભુત સ્વાદ એ જ એની ઓળખ
સંજય ગોરડીયા
રવિવારે મુંબઈથી નીકળીને હું અમેરિકા પહોંચી ગયો, પણ અમેરિકા જતાં પહેલાં મારે એક વખત આપણું મુંબઈનું સ્ટ્રીટ-ફૂડ ખાઈ લેવું હતું. એવું નથી કે અમેરિકામાં કંઈ મળતું નથી. ના રે, હવે બધેબધું અમેરિકામાં પણ મળે છે, પણ આપણા પાણીમાં બનેલી વરાઇટીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે.



