ફૂડ ઍન્ડ ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ ઍટલસ દ્વારા ૨૦૨૫નાં ટૉપ 100 વર્સ્ટ રેટેડ ફૂડની યાદીમાં આપણા પંજાબની મિસ્સી રોટીને ૫૬મું સ્થાન મળ્યું છે
મિસ્સી રોટી
ફૂડ ઍન્ડ ટ્રાવેલ ગાઇડ ટેસ્ટ ઍટલસ દ્વારા ૨૦૨૫નાં ટૉપ 100 વર્સ્ટ રેટેડ ફૂડની યાદીમાં આપણા પંજાબની મિસ્સી રોટીને ૫૬મું સ્થાન મળ્યું છે. આ વાતે અનેક ભારતીયોને વાંધો પડ્યો છે. અને કેમ ન પડે? જ્યારે આ વાનગી હેલ્થની દૃષ્ટિએ મેંદાની બ્રેડ જેવી વરાઇટીઓ સામે અનેકગણી ચડિયાતી છે ત્યારે એને વર્સ્ટ ફૂડ ગણવામાં આવે એ તો કેમ ચાલે? નિષ્ણાતને પૂછીએ પંજાબની ફેમસ રોટીની આ વરાઇટી કેટલી ગુણકારી છે