ડિઝર્ટ ખાવાના શોખીનો માટે યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે જેમાં બીન્સની ઉપર જાતજાતની ચૉકલેટ અને નવા-નવા ટૉપિંગ નાખીને સર્વ કરવામાં આવે છે
નાલાસોપારા ઈસ્ટમાં કૅપિટલ મૉલની સામે વૉફલ્સ ઍન્ડ બીન્સ નામનો એક સ્ટૉલ થોડા સમય પહેલાં જ શરૂ કરવામાં આવ્યો છે
ડિઝર્ટ ખાવાના શોખીનો માટે યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે જેમાં બીન્સની ઉપર જાતજાતની ચૉકલેટ અને નવા-નવા ટૉપિંગ નાખીને સર્વ કરવામાં આવે છે. યુનિક અને કંઈક અલગ સાઉન્ડ કરતું આ ડિઝર્ટ કેવું આવે છે એ જાણીએ.
નાલાસોપારા ઈસ્ટમાં કૅપિટલ મૉલની સામે વૉફલ્સ ઍન્ડ બીન્સ નામનો એક સ્ટૉલ થોડા સમય પહેલાં જ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટૉલ એટલો નાનો છે કે એક માણસ જ ત્યાં ઊભો રહીને વૉફલ્સ વેચી શકે છે પરંતુ એની બહાર ચાર-પાંચ પ્લાસ્ટિકની ચૅર ગોઠવવામાં આવેલી છે જ્યાં બેસીને અહીંના ડિઝર્ટની મજા લઈ શકાય છે. અહીં વૉફલ્સ તો મળે જ છે સાથે બીન્સ જેવી દેખાતી પૅનકેક પણ મળે છે જેની ઉપર અલગ-અલગ ચૉકલેટ અને અન્ય ટૉપિંગ્સ નાખીને સર્વ કરવામાં આવે છે. પૅનકેકના મશીનમાં બીન્સ શેપમાં નાનાં વૉફલ્સ બનાવવામાં આવે છે. પછી એક પ્લાસ્ટિક કપની અંદર આ બીન્સ શેપનાં વૉફલ્સને નાખવામાં આવે છે અને પછી એની ઉપર અલગ-અલગ ચૉકલેટ સૉસ અને જે વરાઇટીનો ઑર્ડર આપવામાં આવ્યો હોય એની સામગ્રી નાખવામાં આવે છે. જેમ કે કિટકૅટ ચૉકલેટ બીન્સનો ઑર્ડર કર્યો હોય તો ઉપર કિટકૅટના ટુકડા નાખીને આપવામાં આવે છે. આ કપ બે સાઇઝમાં મળે છે. સ્મૉલ કપમાં ચાર બીન્સ આવે છે, જ્યારે બિગ કપમાં છ બીન્સ આવે છે. ગરમાગરમ બીન્સ અને એની ઉપર ચૉકલેટ નાખીને ખાવાની મજા આવી જશે. આ સિવાય આઇસક્રીમ વૉફલ્સ પણ અહીં મળે છે. આમ પણ વૉફલ્સ આજે કિડ્સ અને યંગસ્ટર્સની વન ઑફ ધ મોસ્ટ ફેવરિટ ડિઝર્ટ ડિશ બની ગઈ છે. હૉટ, ચૉકલેટી અને ક્રન્ચી એવાં આ વૉફલ્સની અંદર આજે જાતજાતની વરાઇટી પણ આવી ગઈ છે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : વૉફલ્સ ઍન્ડ બીન્સ, કૅપિટલ મૉલ ગેટ-નંબર ૩ની સામે, નાલાસોપારા (ઈસ્ટ). સમય : સાંજે ૪.૩૦થી રાત્રે ૧૧.૩૦ સુધી