અહીં શીખો કઈ રીતે બનાવવી બીટ કટલેસ
બીટ કટલેસ
સામગ્રી : બીટ, કૅપ્સિકમ, કોબી, બાફેલા બટાટા, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, આમચૂર પાઉડર, ટેસ્ટ પ્રમાણે થોડી સાકર, તેલ
રીત : બટાટા સિવાય બધી શાકભાજી કાચી વાપરવી. બધી શાકભાજી ખમણી નાખ્યા પછી નિતારીને પાણી કાઢી નાખવું. બાઇન્ડિંગ માટે બાફેલા બટાટા અને ઓટને મિક્સરમાં પીસી પાઉડર તૈયાર કરીને વેજિટેબલમાં નાખવો. ઉપરના બધા મસાલા એમાં મિક્સ કરીને શેપ આપવો. પછી એને સૅલો ફ્રાય કરવી. ગરમ કટલેસ ચટણી અને સૉસ સાથે સર્વ કરવી. એ ડાયટમાં પણ યુઝ કરી શકો છો.
ADVERTISEMENT
- ગાયત્રી સરધારા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે)


