યસ, ગુજરાતી ખાંડવી રોલની સાથે એના જેવી જ ફ્લેવર ધરાવતા આઇસક્રીમનો સ્કૂપ હોય છે અને એ સ્કૂપની ઉપર ફાફડા જેવાં બે પાંખિયાં મૂકેલાં હોય છે અને સાથે પપૈયાના છીણ જેવી દેખાતી ચટણી પણ હોય છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના લોકો હવે ફૂડની બાબતમાં સારાએવા એક્સપરિમેન્ટિવ થઈ ગયા છે. એનું કારણ એ છે કે અહીં નવી શરૂ થતી ગૉરમે રેસ્ટોરાંઓમાં શેફ્સ પણ ખૂબ ક્રીએટિવ થઈ ગયા છે. એક્ઝૉટિક ફ્લેવર્સની સાથે આપણી પોતાની કહેવાય એવી વાનગીઓમાં પણ જબરા પ્રયોગો થાય છે. બીકેસીમાં આવેલી ટ્રેસિન્ડ રેસ્ટોરાં એના દર ચારથી પાંચ મહિને બદલાતા મેનુ માટે જાણીતી છે. અહીંની એક વાનગીનું નામ સાંભળીને ભલભલા ગુજરાતીના કાન ઊંચા થઈ જશે. અહીં ખાંડવી આઇસક્રીમ મળે છે. યસ, ગુજરાતી ખાંડવી રોલની સાથે એના જેવી જ ફ્લેવર ધરાવતા આઇસક્રીમનો સ્કૂપ હોય છે અને એ સ્કૂપની ઉપર ફાફડા જેવાં બે પાંખિયાં મૂકેલાં હોય છે અને સાથે પપૈયાના છીણ જેવી દેખાતી ચટણી પણ હોય છે. શેફ હિમાંશુ સૈનીએ આ નવતર ઇનોવેશન કર્યું છે. જેમણે પણ આ આઇસક્રીમ ટ્રાય કર્યો છે એ લોકોનું કહેવું છે કે આઇસક્રીમમાં ખાંડવીની ફ્લેવર બહુ જ સરસ લાગે છે. આમ તો એ નમકીન ચીજ છે, છતાં સ્વીટ ડિશમાં પણ એ મૅચ થઈ શકે એવી છે. શેફ હિમાંશુએ ઇન્ડિયન ક્વિઝીનમાં પ્રયોગ કરીને નવી-નવી ફ્લેવર ડેવલપ કરી છે. ક્યારેક મોકો મળે તો આ ડિશ જરૂર ટ્રાય કરવા જેવી.