આજે ટ્રાય કરો સાંતાક્રુઝના સ્પેશિયલ ચીઝ પરાઠા
Sunday Snacks
રાધા કૃષ્ણ સ્ટ્રીટ ફૂડ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
વાત પરોઠાની હોય તો સૌથી પહેલા યાદ આપણા સૌના ફેવરેટ એવા આલુપરોઠા, પણ આજની ચીઝ લવિંગ જનરેશન માટે આ ચોઈસ જરા જુદી છે. તેમના માટે પહેલી ચોઈસ ચીઝ પરોઠા (Cheese Paratha) છે. આલુપરોઠામાં પણ ચીઝનો વરસાદ ન થાય ત્યાં સુધી તેમની જીભને સંતોષ થતો નથી. તો ચાલો આજે સૌને ભાવે એવા ચીઝ પરોઠાની જ્યાફત ઉડાવીએ.
ADVERTISEMENT
આજનું આ સ્વાદસભર એડવેન્ચર કરવા માટેનું ડેસ્ટિનેશન છે સાંતાક્રુઝ ઈસ્ટ. સ્ટેશનની બહાર નીકળતા જ તમને મળી જશે ‘રાધા કૃષ્ણ સ્ટ્રીટ ફૂડ’ (Radhe Krishna Street Food). પરસેવે રેબઝેબ કારતીમાં તમારે ઠંડી લસ્સી પીવી હોય તો તમારો પહેલો મુકામ આ જ દુકાન છે. હવે પછીનો મુકામ છે તેમની બીજી દુકાન, જે સ્ટેશનથી ૨-૩ મિનિટન અંતરે છે. અહીં તમારી રાહ જોઈ રહ્યા છે પરોઠા. અહીં તેમની પાસે પરાઠાની ૫-૬ વેરાયટી છે. ચીઝ પરોઠા, આલુપરોઠા અને તમારી પસંદ મુજબન સ્ટફ પરોઠા.
View this post on Instagram
અમે ટ્રાય કર્યા ચીઝ પરોઠા અને આલુચીઝ પરોઠા. પહેલા વાત કરીએ ચીઝ પરોઠાની. ઑલમોસ્ટ ત્રણ ક્યૂબ જેટલું ચીઝ જાડું ખમણી અને તેમાં મીઠું, મરચું અને થોડું ફ્લેવર માટે ધાણાજીરું ભભરાવી મિક્સ કરી પહેલાં બને ચીઝનું પૂરણ. પરોઠું વણી, ચીઝના પૂરણને પરોઠાની બરાબર વચ્ચે સમાવી અને ઘીમાં એ શેકાય. હા, અહીં પરોઠા તેલ કે બટરમાં નહીં પણ ઘીમાં શેકાય છે. એ પણ આ જગ્યાની એક વિશેષતા જ ગણી લો.
આલુપરોઠાની વાત કરીએ તો અહીં બટેટાનું પૂરણ તૈયાર રાખતું નથી. તમે ઓર્ડર આપો પછી તરત બાફેલા બટેટાનું પૂરણ તૈયાર કરીને પરોઠું બને. ચીઝ આલુપરોઠાનો વિકલ્પ પણ છે. ખૂબ જ સામાન્ય મસાલા છતાં ટેસ્ટ બહુ સરસ છે. તમે કદાચ આવા પરોઠા બીજે ટ્રાય કર્યા હશે. બધા જ પરોઠા સર્વ થાય છે છોલે, રાયતા અને આચાર સાથે. છોલે અને રાયતુ પણ અફલાતૂન છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનન માલિક ભવાની પ્રસાદ ગુપ્તા જણાવે છે કે “પહેલા મારા પિતા આ જ જગ્યાએ ચણાભંડાર ચલાવતા હતા. પિતાની ઉંમર વધી પછી ૧૯૮૬માં મેં આ જ જગ્યા આ સ્નેક્સ સેન્ટર શરૂ કર્યું અને ૨૦૨૧માં બીજું આઉટલેટ પણ શરૂ કર્યું. આટલા વર્ષોમાં ગ્રાહકોને સંતોષ મળે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ.
તક મળે ત્યારે અહીં આવવાનું અચૂક પસંદ કરનાર મીરા ચાવડા કહે છે કે “મને અહીંના ચીઝ પરોઠા બહુ ભાવે છે અને કિંમતો પણ એકદમ વ્યવસ્થિત છે.”
આ પણ વાંચો: Sunday Snacks: હવે મરીન ડ્રાઇવ જાઓ તો આ સેન્ડવીચ ખાવાનું નહીં ભૂલતા
તો શું છે આ સન્ડેનો પ્લાન? જઈ જ આવજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું