આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો બોરીવલીનું સ્પેશિયલ કોલ્હાપુરી મિસળ
Sunday Snacks
મહારાષ્ટ્ર મિસળનું મિસળ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ખાવાના શોખીન મુંબઈગરાં (Sunday Snacks) માટે વડા-સમોસાં સિવાય બીજા નંબરનું ઇન્સ્ટન્ટ સ્નૅક્સ હોય તો તે મિસળ છે અને વાત જ્યારે મિસળની હોય ત્યારે લાલચટક તરીમાં તરતું ફરસાણ અને નીચે છુપાયને બેસી ગયેલા વટાણા કે અન્ય કઠોળ પહેલાં મગજમાં આવે. મિસળની ઓળખ છે તેની તરી ન માત્ર મિસળનો સ્વાદ વધારે છે પણ તેને વધારે ટેમ્પટિંગ બનાવે છે.
ADVERTISEMENT
આજે આપણે વાત કરવાની છે એવા જ એક ફૂડ જોઇન્ટની એકદમ મસ્ત અને તીખું તમતમતું મિસળ સર્વ કરે છે. આમ તો બોરીવલી (Borivali)માં અઢળક એવી જગ્યાઓ છે, જે મિસળ માટે જાણીતી છે. બોરીવલી ઈસ્ટમાં પણ હવે એવી એક જગ્યા ઉમેરાઈ ગઈ છે, જ્યાં તમારે એકવાર તો જરૂર જવું જ જોઈએ. કોલ્હાપુરી મિસળ (Kolhapuri Misal) માટે જાણીતી બ્રાન્ડ ‘મહારાષ્ટ્ર મિસળ’ (Maharashtra Misal)નું એક આઉટલેટ હવે બોરીવલી સ્ટેશન નજીક જ ખૂલી ગયું છે. એમજી રોડની શરૂઆતમાં જ આ આઉટલેટ આવેલું છે, બાકી તમને અહીં પહોંચાડવા માટે ગૂગલ બાબા તો છે જ.
ઈનડોર સિટિંગ સાથે આ આઉટલેટ મિસળ લવર્સ માટે એક પરફેક્ટ પ્લેસ છે. બસ પછી શું અમે પણ પહોંચી ગયા અહીં અને ઝટપટ મેન્યૂ જોયા વગર જ મિસળનો ઑર્ડર આપી દીધો. ખાસ વાત એ છે કે અહીં મિસળ મિક્સ કઠોળનું હોય છે એટલે વટાણા સાથે મગ, મઠ અને બીજા કઠોળ પણ હોય છે. જેને તીખું ભાવતું હોય એના માટે તો આ જગ્યા સ્વર્ગ સમી છે. અહીંનું કોલ્હાપુરી મિસળ ખાસો તો આંખમાંથી પાણી અને કાનમાંથી પાણી નીકળી જશે.
અહીં મિસળ કાંદા અને બે પાઉં સાથે સર્વ થાય છે. મિસળની ક્વોન્ટિટી એક વ્યક્તિ માટે પૂરતી છે. મિસળ તીખું તો છે જ પણ સાથે બીજા મસાલા પણ એટલા જ પરફેક્ટ છે એટલે સ્વાદ તો સુપર્બ છે.
તો હવે આ રવિવારે જરૂર જજો મહારાષ્ટ્રનું કોલ્હાપુરી મિસળ ખાવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.