Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Sunday Snacks: પાંચ સૉસની ભેળસેળ કરીને બને છે આ ‘ટેઢી’ ભેળ

Sunday Snacks: પાંચ સૉસની ભેળસેળ કરીને બને છે આ ‘ટેઢી’ ભેળ

Published : 01 April, 2023 11:49 AM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

આજે ટ્રાય કરો ચર્ની રોડની સ્પેશિયલ કુરકુરે ભેળ

જય મલ્હાર

Sunday Snacks

જય મલ્હાર


વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.


મુંબઈની ગલીઓમાં અવનવી વાનગીઓ છે, સાથે જ લોકો હોંશે-હોંશે ખાય પણ છે. ચીનમાં પણ નથી ખવાતી એવી ચાઇનીઝ ભેળ શહેરની લગભગ દરેક ગલીમાં મળે છે. બાળકો અને યુવાનો તો જાણે ચાઇનીઝ ભેળના દિવાના છે, એમ કહીએ તો એમાં જરાય અતિષિયોક્તિ નથી. હવે તો શહેરમાં કુરકુરે ભેળ મળવા લાગી છે. હા, આઇટમ વાંચવા-સાંભળવામાં થોડી ‘ટેઢી’ તો છે. ચાલો આજે આ યુનિક ભેળ ટ્રાય કરીએ.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


આ ‘ટેઢી’ ભેળ ખાવા માટે તમારે જવું પડશે ચર્ની રોડ (Charni Road). અહીં સિક્કાનગર ગેટ (Sikkanagar Gate)ની બરાબર સામે આવેલું છે ‘જય મલ્હાર’ (Jay Malhar). અહીં તમે કોઈપણ સમયે જશો થોડી ભીડ તો મળશે જ પણ કંઇક નવું ટેસ્ટ કરવા માટે સમયનું બલિદાન તો આપવું રહ્યું. જય મલ્હારમાં ચાઇનીઝ ભેળ બહુ જ સરસ મળે અને લોકો એના માટે જ અહીં પડાપડી કરે છે. ઉપરાંત અહીં જૈન ચાઇનીઝ ભેળ પણ મળે છે એ નવાઈની વાત છે.


અમે તો ટ્રાય કરી ચીઝ મેયોનિઝ કુરકુરે ભેળ (Kurkure Bhel). પાંચ સૉસની ભેળસેળથી બને છે. કુરકુરેમાં પહેલા ચાઇનીઝ સેવ, કોર્ન, લીલા કાંદા, છીણેલું ગાજર, મેયોનિઝ, ટોમેટો કેચપ, સોયા સૉસ, ચિપોટલે સૉસ, શેઝવાન સૉસ, મસાલો નાખી બરાબર મિક્સ કરી અને તૈયાર થાય છે કુરકુરે ભેળ, સર્વ કરતી વખતે પણ ઉપર મેયોનિઝ, ચીઝ અને વેજિટેબલનો વરસાદ તો ખરો જ.
મજાની વાત એ છે કે આટલા બધા સૉસ છતાં કુરકુરે અને ચાઇનીઝ સેવની ક્રન્ચીનેસમાં બહુ ફરક પડતો નથી. ટેસ્ટમાં તો બેસ્ટ છે જ. કંઇક નવું ટ્રાય કરવા માટે આ એક સારો વિકલ્પ છે. અહીં જઈને મન લાલચાય તો ચાઇનીઝ ભેળ પણ ટ્રાય કરી જ લેજો.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનના માલિક સંદીપ કાલેકર કહે છે કે “ખાસ કરીને બાળકોને કુરકુરે બહુ ભાવે છે એટલે ત્યાંથી આ ભેળ બનાવવાનો આઇડિયા આવયપો હતો. લગભગ ૪-૫ વર્ષ પહેલાં અમે કુરકુરે ભેળ શરૂ કરી હતી, ત્યારથી જ લોકોની જીભે સ્વાદ ચઢી ગયો.”

આ પણ વાંચો: Sunday Snacks: સુરતનો લોચો મુંબઈમાં પડે છે, ના-ના મળે છે

અહીં અવારનવાર નાસ્તો કરવા આવતા મોક્ષાલી જૈન કહે છે કે “અહીંની ઘણીબધી આઈટમ મેં ટેસ્ટ કરી છે, પણ તમારે જો એકદમ ફટાફટ નાસ્તો કરવો હોય તો ચાઇનીઝ ભેળ બેસ્ટ છે.”
તો આ રવિવારે કુરકુરે ભેળને ન્યાય આપજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2023 11:49 AM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK