Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઢોસા અને ઇડલીને મળ્યાં વિદેશી નામ

ઢોસા અને ઇડલીને મળ્યાં વિદેશી નામ

04 July, 2024 08:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણા લોકોનું કહેવું છે કે ભારતમાં આ વાનગીઓ આટલી મોંઘી ક્યારેય નથી જોવા મળી. 

હર્ષ ગોએન્કા અને પોસ્ટ

લાઇફમસાલા

હર્ષ ગોએન્કા અને પોસ્ટ


ભારતીય સાઉથ ઇન્ડિયન વાનગી ઢોસા અને ઇડલીને વિદેશી ફૅન્સી નામ મળતાં બિઝનેસમૅન હર્ષ ગોએન્કાની ખાવાની મજા બગડી ગઈ હતી. હર્ષ ગોએન્કાએ અમેરિકામાં એક રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી. આ એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં હતી જેનું નામ ઇન્ડિયન ક્રેપ કંપની છે. અમેરિકામાં હોવાથી સાઉથ ઇન્ડિયન વાનગીઓને ત્યાં ફૅન્સી નામથી વેચવામાં આવી રહી હતી. ઇડલીને ત્યાં ડન્ક્ડ રાઇસ કેક ડિલાઇટ, વડાને ડન્ક્ડ ડોનટ ડિલાઇટ અને ઢોસાને નેકેડ ક્રેપ તરીકે વેચવામાં આવી રહ્યાં છે. એક ઢોસાની કિંમત અંદાજે ૧૪૦૦ રૂપિયા, ઇડલીની કિંમત ૧૩૦૦ રૂપિયા અને વડાની કિંમત પણ ૧૪૦૦ રૂપિયાની આસપાસ હતી. આ મેનુનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને હર્ષ ગોએન્કાએ ટ્વીટ કર્યું હતું કે ‘કોને ખબર હતી કે વડાં, ઇડલી અને ઢોસાનાં આટલાં ફૅન્સી નામ પણ હોઈ શકે? આ વિચિત્ર નામને કારણે ખાવાની મજા બગડી ગઈ છે. તમે એની સાથે સહમત થશો?’


આ પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે ઇન્ડિયન વાનગીનો ઇટાલિયન મેનુમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી આવું થયું છે. ઘણા લોકોનું કહેવું છે કે ભારતમાં આ વાનગીઓ આટલી મોંઘી ક્યારેય નથી જોવા મળી. 


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK