કેટલાક લોકો રોટલીને તવાને બદલે સીધા ગૅસની ફ્લેમ પર શેકવાનું શરૂ કરી દે છે. જો કે, આ ખાવામાં ખૂબ જ નરમ લાગે છે પણ સ્વાદ ઘણીવાર સ્વાસ્થ્ય પર ભારે પડી જાય છે. આથી રોટલીને તવાને બદલે સીધા ગૅસ પર શેકવું શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કેટલાક લોકો રોટલીને તવાને બદલે સીધા ગૅસની ફ્લેમ પર શેકવાનું શરૂ કરી દે છે. જો કે, આ ખાવામાં ખૂબ જ નરમ લાગે છે પણ સ્વાદ ઘણીવાર સ્વાસ્થ્ય પર ભારે પડી જાય છે. આથી રોટલીને તવાને બદલે સીધા ગૅસ પર શેકવું શરીરને નુકસાન પહોંચાડી શકે છે. લેખમાં આજે તમને એ વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેથી તમે તમારી આ રીતમાં ફેરફાર કરી શકો. કારણકે આ રીતે શેકેલી રોટલી ખાવી માત્ર તમને જ નહીં તમારા આખા પરિવારના સ્વાસ્થ્યને બગાડી શકે છે.
રોટલી ગૅસની ફ્લેમ પર સીધા શેકવાથી થતા નુકસાન
ADVERTISEMENT
જૉર્નલ ઇન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીમાં તાજેતરમાં જ પ્રકાશિત થયેલી એક શોધ પ્રમાણે આ રીતે રોટલી શેકવાથી ઍર પૉલ્યૂટેન્ટ નીકળે છે જેને ડબ્લ્યૂએચઓ (WHO)એ હાનિકારક ગણાવ્યા છે. તે પૉલ્યૂટેન્ટ ઍરનું નામ કાર્બન મોનો ઑક્સાઈડ, નાઈટ્રોજન ડાઈઑક્સાઈડ છે.
ફૂડ સ્ટાન્ડર્ડ ઑસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિક ડૉ. પૉલ બ્રેન્ટ દ્વારા પ્રકાશિત રિસર્ચ (2011)માં કહેવામાં આવ્યું છે કે સીધા ગૅસની ફ્લેમ પર રોટલી શેકવાથી કાર્સિનોજેનિક રસાયણનું ઉત્સર્જન થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કે, હાલ સંપૂર્ણ રીતે એ કહી નથી શકાતું કે સીધું ફ્લેમ રોટલી શેકાય તો તેને કારણે સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. આ મામલે હજી વધુ શોધની જરૂર છે.
આ પણ વાંચો : સાળંગપુર : અમિત શાહ પહોચ્યા હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી મૂર્તિના ઉદ્ઘાટન સમારોહમાં
પણ અત્યાર સુધીની રિસર્ચને જોતા એમ કહી શકાય છે કે આ રીતે શેકેલી રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તો પ્રયત્ન કરવો કે તવા પર જ રોટલી શેકાય. સાવચેતીમાં જ સમજદારી છે.