Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > થર્ટીફર્સ્ટની પાર્ટીમાં આલ્કોહૉલ આઉટ, મૉકટેલ ઇન

થર્ટીફર્સ્ટની પાર્ટીમાં આલ્કોહૉલ આઉટ, મૉકટેલ ઇન

31 December, 2022 01:05 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

હેલ્થ કૉન્શિયસ બનેલી નવી જનરેશન પાર્ટીના માહોલમાં આલ્કોહૉલના ઑલ્ટરનેટિવ તરીકે મૉકટેલની વરાઇટી ટ્રાય કરવા લાગી છે. તમે પણ હાથમાં ફૅન્સી ગ્લાસ સાથે એક્સપરિમેન્ટ કરવા માગતા હો તો આ રહ્યા કેટલાક ઑપ્શન્સ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ પાર્ટીમાં ડ્રિન્ક લેવું આજકાલ કૉમન થઈ ગયું છે. થર્ટીફર્સ્ટની ઉજવણી તો જાણે આલ્કોહૉલ વિના અધૂરી ગણાય એવો માહોલ બનતો જાય છે. મોટા ભાગે કરીઅરમાં સેટ થયા પછી અને પોતાની ઇન્કમ સ્ટાર્ટ થાય પછી યુવાનો આવી પાર્ટી કરતા થઈ જાય છે. ૨૫થી નીચેની વયની એજમાં હજી એનું ચલણ ઓછું છે. જોકે ફન ઍન્ડ મસ્તી માટે તેમને પણ હાથમાં ગ્લાસ તો પકડવો જ છે. આલ્કોહૉલના રવાડે ચડી ન હોય એ તેમ જ સૉફ્ટ ડ્રિન્કથી કંટાળેલી યુવાપેઢી માટે પાર્ટી ડ્રિન્ક તરીકે ફૅન્સી મૉકટેલ બેસ્ટ ઑપ્શન છે. અહીં આપેલાં કેટલાંક ઇમ્પ્રેસિવ મૉકટેલ આવતી કાલની પાર્ટીમાં ટ્રાય કરવા જેવાં છે.


ઇન્ગ્રીડિયન્ટ્સ મહત્ત્વનાં
છેલ્લી ઘડી સુધી કોઈ પ્લાન હોતા નથી, પરંતુ મારી એજના યુવાનોને હોમ પાર્ટી કરતાં ક્લબિંગ કરવું વધુ પસંદ છે, એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ અને એડિટિંગ પાર્ટ સાથે સંકળાયેલો વસઈનો બાવીસ વર્ષનો રુતિક પુરોહિત આવી વાત કરતાં કહે છે, ‘આલ્કોહૉલને પ્રમોટ ન કરવો જોઈએ એવી સભાનતા આવ્યા બાદ યુવાપેઢીમાં મૉકટેલ પીવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ ડ્રિન્ક એવી કૅટેગરીમાં આવે છે જે પાર્ટીના માહોલ સાથે પર્ફેક્ટ્લી મૅચ થઈ જાય. મૉકટેલ વિશે જાણકારી હોય તો ડિફરન્ટ ફ્લેવર એન્જૉય કરી શકાય. આ ફીલ્ડમાં મારું નૉલેજ લિમિટેડ હોવાથી વધુ એક્સપરિમેન્ટ નથી કર્યા, પરંતુ વર્જિન મોઇતોમાં અલગ-અલગ કૉમ્બિનેશન ટ્રાય કરવામાં ઇન્ટરેસ્ટ પડે છે. લેમન જૂસ અને કોકોનટ વૉટર ઍડ કરેલાં મૉકટેલ પસંદ છે. હેલ્થ કૉન્શિયસ હોવાથી કોઈ પણ ડ્રિન્ક ટ્રાય કરતાં પહેલાં હું ઇન્ગ્રીડિયન્ટ વિશે જાણી લઉં. શુગરનું પ્રમાણ ઓછું હોય અને કલર અટ્રૅક્ટિવ હોય તો મજા આવે. આ વખતે કલરફુલ લુક હોય એવું કોઈ નવું મૉકટેલ ટેસ્ટ કરવાનો વિચાર છે.’



ગોવામાં પણ મૉકટેલ
થર્ટીફર્સ્ટની પાર્ટી માટે ગોવા જવું એટલે દારૂ પીવો એ માન્યતાને બદલવાનો સમય પાકી ગયો છે. હાલમાં પુણેમાં મેડિકલનો અભ્યાસ કરતો બોરીવલીનો બાવીસ વર્ષનો જયનીલ રાયચુરા જુદી જ વાત કરતાં કહે છે, ‘આજકાલ દરેક યંગસ્ટરને પાર્ટીમાં કૂલ દેખાવું છે. મૉકટેલ આલ્કોહૉલના બેસ્ટ ઑલ્ટરનેટિવ અને સોશ્યલ લુબ્રિકન્ટની કૅટેગરીમાં આવે છે. મને પોતાને નવાં-નવાં મૉકટેલ ડેવલપ કરવામાં ખૂબ જ રસ છે. ખાસ કરીને કલર અટ્રૅક્ટ કરે. ક્રિસમસ પાર્ટી વખતે પાંચ લિટરનું કન્ટેનર ભરીને બ્લડી મૅરી નામનું રેડ કલરનું મૉકટેલ બનાવ્યું હતું. બ્લુ લગૂન, પિન્ક મૉકટેલ જેવા કેટલાક એક્સપરિમેન્ટ પણ કર્યા છે. અત્યારે ગોવામાં એશિયાનો સૌથી મોટો સનબર્ન ફેસ્ટ ચાલે છે. નવી જનરેશનમાં મ્યુઝિકલ કૉન્સર્ટનું આકર્ષણ હોવાથી ફેસ્ટમાં તેમની સંખ્યા વધુ જોવા મળશે. એમાં મૉકટેલનો ખાસ સ્ટૉલ ઊભો કરવામાં આવ્યો છે. થર્ટીફર્સ્ટના એન્જૉયમેન્ટની સાથે અવેરનેસના પર્પઝથી તેમ જ મૉકટેલની નવી વરાઇટી ટેસ્ટ કરવા અને એના વિશે જાણકારી મેળવવા કૉલેજ ફ્રેન્ડ્સ સાથે આ સ્ટૉલની મુલાકાત લેવાનો છું.’


વાય નૉટ સેલ્ફ-એક્સપરિમેન્ટ? 
થર્ટીફર્સ્ટની પાર્ટીનો સૌથી વધુ ક્રેઝ યંગ જનરેશનમાં જોવા મળે છે. કોલ્ડ ડ્રિન્ક્સ અને જૂસ આઉટડેટેડ થઈ ગયાં છે. હવે મૉકટેલનો જમાનો છે. આવી વાત કરતાં કુકિંગ એક્સપર્ટ પુનિતા શેઠ કહે છે, ‘સામાન્ય રીતે યંગ જનરેશન દ્વારા ઑર્ગેનાઇઝ કરવામાં આવેલી પાર્ટીમાં એન્ડ મોમેન્ટ સુધી નક્કી નથી હોતું કે નાસ્તા-પાણીમાં શું લાવવું? હોમ પાર્ટી માટે ફ્યુઝન, ડબલડેકર અને થ્રી લેયર મૉકટેલ પર્ફેક્ટ ચૉઇસ કહેવાય. ઑરેન્જ, પાઇનૅપલ, લેમન જેવાં બેઝિક જૂસ, આઇસક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, જુદા-જુદા કલરફુલ સિરપ, લિમકા, સ્પ્રાઇટ વગેરે ઉમેરી મૉકટેલમાં ઘણી વરાઇટી ડેવલપ કરી શકાય છે. દાખલા તરીકે ક્રૅનબેરી, પાઇનૅપલ કૂલ, ઑરેન્જ-સ્ટ્રૉબેરી, રોઝ-કોકોનટ જેવા ઘણા ઑપ્શન્સ છે. મૉકટેલમાં નાખવામાં આવતાં સિરપ અને જૂસની ફ્લેવર અને ટેક્સચરનું નૉલેજ તેમ જ પ્રપૉર્શનનો આઇડિયા હોય તો સરસ બનશે. પાર્ટીમાં આલ્કોહૉલથી દૂર રહેવા તેમ જ ફન ખાતર પણ યુવાપેઢીએ સેલ્ફ-એક્સપરિમેન્ટ કરવા જોઈએ.’

પુનિતા શેઠે બનાવેલાં મૉકટેલ


પાઇનૅપલ કૂલ
સામગ્રી : પાઇનૅપલ સિરપ, પાઇનૅપલ જૂસ, સંચળ પાઉડર, સોડા, આઇસ ક્યુબ, લેમન સ્લાઇસ, મિન્ટ લીવ્ઝ
રીત : એક ગ્લાસમાં પહેલાં સિરપ નાખો. એના પર પાઇનૅપલ જૂસ અને સંચળ પાઉડર ઍડ કરો. સોડા, લેમન સ્લાઇસ અને મિન્ટ લીવ્ઝ નાખી સર્વ કરો.

ક્રૅનબેરી મૉકટેલ
સામગ્રી : બે સ્પૂન ક્રૅનબેરી સિરપ, બે સ્પૂન વૅનિલા આઇસક્રીમ, થોડી ડ્રાય ક્રૅનબેરી, સોડા
રીત : ક્રૅનબેરી સિરપ અને આઇસક્રીમને મિક્સ કરી બ્લેન્ડર ફેરવી દેવું. ગ્લાસમાં બે મોટા 
ચમચા આ મિક્સ્ચર ભરી રાખવું. સર્વ કરતી વખતે ડ્રાય ક્રૅનબેરી અને સોડા નાખીને હલાવી તરત પીવા આપવું. 

રોઝ-કોકોનટ 
સામગ્રી : ફ્રેશ કોકોનટ મિલ્ક, રેડ કલરનાં ત્રણ-ચાર ડ્રૉપ, ચાર રોઝ ડ્રૉપ એસેન્સ, એક સ્કૂપ વૅનિલા આઇસક્રીમ, સોડા 
રીત : થોડું પાણી ઉમેરી કોકોનટને ક્રશ કરી, ગાળીને મિલ્ક કાઢી લો. આઇસક્રીમના સ્કૂપમાં રેડ કલર અને એસેન્સ નાખી હલાવી લો. ગ્લાસમાં સૌથી પહેલાં આઇસક્રીમ નાખો. એના પર કોકોનટ મિલ્ક રેડો. છેલ્લે સોડા ઍડ કરી સ્ટ્રૉ મૂકી સર્વ કરો.

જયનીલે ડેવલપ કરેલાં મૉકટેલ

પિન્ક મૉકટેલ (ગ્રુપ પાર્ટી માટે) 
સામગ્રી: ૧ બૉટલ ચિલ્ડ રાસબેરી લેમનેડ, ૧ બૉટલ ચિલ્ડ ગ્રેપફ્રૂટ જૂસ, બે લિટર ચિલ્ડ Hy-Vee લેમન-લાઇમ સોડા
રીત: મોટા કન્ટેનરમાં રાસબેરી અને ગ્રેપફ્રૂટ ઍડ કરો. સર્વ કરવાનું હોય ત્યારે સોડા અને આઇસ નાખી લેમન સ્લાઇસ વડે ડેકોરેટ કરવું. 

જમૈકન ફ્રૂટ પંચ
સામગ્રી: આદું, ફ્રેશ મિન્ટ લીવ્ઝ (ફુદીનો), ફ્રેશ ઑરેન્જ જૂસ, ફ્રેશ લેમન અને લાઇમ જૂસ, સ્ટ્રૉબેરી સિરપ (સ્પ્રાઇટ ઑપ્શનલ) 
રીત: સૌથી પહેલાં ગ્લાસમાં સ્ટ્રૉબેરી સિરપ રેડો. ત્યાર બાદ ઑરેન્જ જૂસ અને લેમન જૂસ ઍડ કરો. મિન્ટ લીવ્ઝ અને ફ્રૂટ સ્લાઇસ વડે ડેકોરેટ કરીને સર્વ કરો. 

For more health-related topics  Health_Topics

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2022 01:05 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK