જો તમે પણ હો ચીઝના દીવાના તો ચર્ની રોડ ખાતે આવેલા SAY CHEESEમાં ચીઝથી લથબથ વાનગીઓ ટ્રાય કરવા જેવી છે, સાથે વિદેશી અને યુનિક આઇટમો પણ મળે છે
સે ચીઝ
ચીઝ આજે દરેક આઇટમની અંદર મસ્ટ જેવું બની ગયું છે. અને અમુક વરાઇટી એવી પણ છે કે જેની કલ્પના ચીઝ વગર કરવી અશક્ય જેવી જ લાગે છે. ખાસ કરીને પાસ્તા અને પીત્ઝા અને હા, જ્યારે ગ્રિલ્ડ સૅન્ડવિચની વાત કરતા હોઈએ ત્યારે ચીઝને કેમ કરીને ભુલાય?
ADVERTISEMENT
મેલ્ટિંગ ચીઝ ગ્રિલ્ડ સૅન્ડવિચ
ગ્રિલ્ડ જ શું કામ, હવે તો નૉર્મલ સૅન્ડવિચની અંદર પણ ચીઝ ભરપૂર નાખવામાં આવે છે. ગિરગામમાં આવેલા આ આઉટલેટનો જ દાખલો લઈ લો જ્યાં ચીઝથી લથબથ મેલ્ટિંગ ગ્રિલ્ડ સૅન્ડવિચ મળે છે જેની અંદર એટલુંબધું ચીઝ-સ્પ્રેડ અને લિક્વિડ ચીઝ નાખવામાં આવે છે કે તમે બ્રેડ સાથે સૅન્ડવિચ ખાઓ છો કે ચીઝ સાથે સૅન્ડવિચ ખાઓ છો એનો અંદાજ મૂકવો મુશ્કેલ બની જાય છે.
બેક્ડ પાસ્તા
ચર્ની રોડ સ્ટેશનથી બે મિનિટના અંતરે એટલે કે ગિરગામ વિસ્તારમાં SAY CHEESE નામનું એક ફાસ્ટ ફૂડ કૉર્નર આવેલું છે જેમની પાસે એક નહીં પણ ચીઝની અનેક યુનિક આઇટમ છે. એમાં મેલ્ટિંગ ચીઝ ગ્રિલ્ડ સૅન્ડવિચ અહીં સૌથી વધુ પ્રખ્યાત છે જે નૉર્મલ ગ્રિલ્ડ સૅન્ડવિચની જેમ બને છે પણ એના દરેકેદરેક લેયર પર ચીઝ પાથરવામાં આવે છે.
કૅલિફૉર્નિયા સુશી
આ ૩ લેયરવાળી સૅન્ડવિચ હોય છે જેમાં ચીઝ ઉપરાંત તમામ ૩ લેયરમાં મેયો અને ૨ લેયર પર મસાલા હોય છે. આ સૅન્ડવિચ એટલી હેવી હોય છે કે બે જણને પણ કદાચ ખાવી ભારે પડી શકે છે. આવી જ ઇન્ટરેસ્ટિંગ બીજી આઇટમ છે બેક્ડ પાસ્તા, જેમાં આપણી પસંદગીના પાસ્તા પર મોઝરેલા ચીઝ નખાવીને બેક કરાવી શકો છો.
ચીઝ કૉર્ન બૉલ્સ
આ સિવાય ચીઝ બૉલ પણ ટ્રાય કરવા જેવા છે. જો તમને સુશી ભાવતી હોય તો અહીંની વેજ સુશી અને કૅલિફૉર્નિયા સુશી ચોક્કસ ટ્રાય કરી શકાય છે.
ક્યાં મળશે? : SAY CHEESE, ઑપેરા હાઉસ બિલ્ડિંગ, રાજા રામ મોહન રૉય માર્ગ, ગિરગામ.