Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આમની ખાસ ડિશિઝ

Published : 24 May, 2024 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅન્ગો-લવર્સ, કેરીની સીઝન હવે પૂરી થવામાં છે ત્યારે છેલ્લે-છેલ્લે આ વાનગીઓ ટ્રાય કરી લો

તસવીર સૌજન્ય : પિક્સાબે

તસવીર સૌજન્ય : પિક્સાબે


કેરીનો રસ, ફજીતો, શિખંડ, બરફી, હલવા જેવી વાનગીઓ તો ગરમીની સીઝનમાં ઘેર-ઘેર ખવાતી હોય, પણ આજે જાણીતાં શેફ નેહા ઠક્કર પાસેથી કેરીની એવી હટકે રેસિપી જાણીએ જે બનાવવામાં સાવ સરળ અને સ્વાદિષ્ટ બન્ને છે


ક્રીમી ક્રંચી કેરી પાનીપૂરી



સામગ્રી ઃ ૨૫ નંગ પાણીપૂરી, ૧ બાઉલ કેરીનો રસ, ૧/૨ બાઉલ બુંદી, ૧/૨ બાઉલ ફ્રેશ ક્રીમ, પાણીપૂરી મસાલો, ડ્રાય કોથમીર ફુદીનાનો પાઉડર
રીત ઃ સૌપ્રથમ પહેલાં આફૂસ કેરી લઈને રસ કાઢી લેવો અને ચિલ્ડ કરવા ફ્રિજમાં મૂકી દેવો. માર્કેટમાંથી ફ્રેશ ક્રીમ લાવવું અથવા ઘરની મલાઈનું ક્રીમ બનાવી લેવું. હવે એક બાઉલમાં પાણીપુરી મસાલો, કોથમીર અને ફુદીનાનો પાઉડર મિક્સ કરો. પહેલાં એક બાઉલમાં કેરીનો રસ લઈને એમાં બુંદી ઍડ કરી દેવી. હવે શૉર્ટ ગ્લાસ લઈને એમાં નીચે પહેલાં રસવાળી બુંદી મૂકવી. એના પર બે ચમચી ફેશ ક્રીમ મૂકવું અને એના પર ફુદીના-કોથમીરવાળો પાણીપૂરીનો મસાલો સ્પ્રિંકલ કરવો. પછી એક પૂરી લઈ વચ્ચે હોલ કરી એમાં પહેલાં એક સ્પૂન ક્રંચી બુંદીવાળો રસ ઍડ કરી પછી ફ્રેશ ક્રીમ ઍડ કરવી અને ઉપર ફુદીના-કોથમીર પાણીપૂરી મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરવી. તૈયાર કરેલા શૉર્ટ ગ્લાસ પર પાણીપૂરી આપી સર્વ કરવી. પાણીપૂરી તો એવરી ટાઇમ બધાને ભાવતી જ હોય છે. તો ટ્રાય કરો ક્રીમી કંચી કેરીની પાણીપૂરી.


મૅન્ગો મખાના રાયતા

સામગ્રી ઃ ૧ કેરીના ટુકડા, ૨૫૦ ગ્રામ દહીં, ૧/૨ વાટકી મખાણા શેકેલા, ૧ ટીસ્પૂન શેકેલા જીરાનો પાઉડર, ૧/૨ ચમચી મરી પાઉડર, ૧ લીલું મરચું ઝીણું સમારેલું, કોથમીર ઝીણી સમારેલી, ૮થી ૧૦ ફુદીનાનાં પાન, ૨ ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું 
રીત ઃ સૌપ્રથમ કેરીના ઝીણા પીસ કરી લેવા. લીલાં મરચાં, કોથમીર, ફુદીનો ઝીણાં સમારી લેવાં.
એક બાઉલમાં દહીં લેવું, એમાં થોડું જ પાણી ઉમેરી સરખું મિક્સ કરી લેવું.
રાયતું બહુ ઘાટું પણ નહીં અને બહુ પાતળું પણ ન હોવું જોઈએ. 
એમાં ફુદીનો, લીલાં મરચાં, કોથમીર અને જીરું પાઉડર, મરી પાઉડર ઉમેરવાં.
એમાં ખાંડ અને મીઠું મખાણા ઉમેરીને મિક્સ કરો.
છેલ્લે એમાં કેરીના પીસ ઉમેરીને સરખું મિક્સ કરી ફ્રિજમાં એકદમ ઠંડું કરવા મૂકવું. 
હવે એકદમ ઠંડું ઠંડું રાયતું સર્વ કરો.


મૅન્ગો મોઇતો

સામગ્રી ઃ ૧ કપ મૅન્ગો પલ્પ, ૧૦ ગ્રામ ચિયા સીડ્સ, ૨ લીંબુ, ૨ ચમચી સુગર સીરપ, ૧૦૦ મિલી સોડા, ૧૦૦ મિલી પાણી, ૩-૪ બરફના ટુકડા
રીત ઃ સૌપ્રથમ ચિયા સીડ્સને ૧૦ મિનિટ પાણીમાં પલાળી રાખો જેથી એ સરસ રીતે ફૂલી જશે.
હવે મિક્સરમાં મૅન્ગો પલ્પ, લીંબુનો રસ, શુગર સીરપ અને પાણી ઉમેરી ચર્ન કરો.
હવે એક ગ્લાસમાં બરફના ટુકડા, ચિયા સીડ્સ અને ચર્ન કરેલું મૅન્ગો ઉમેરી તરત જ સોડા ઉમેરી સર્વ કરો.
તો તૈયાર છે ગરમીમાં એકદમ ઠંડક આપતું મૅન્ગો મોઇતો.

કેરીની પૂરણપોળી 

સામગ્રી ઃ ૧ પાકી કેરી, ૧ ચમચી ઘી, ૨ ચમચી ખાંડ, ૨ ચમચી ફ્રેશ મલાઈ, ૧ ચમચી એલચી પાઉડર, ચપટી જાયફળ પાઉડર, પૂરણપોળી માટે ઘઉંની કણક
રીત ઃ સૌપ્રથમ કેરીને ધોઈને છાલ ઉતારી લઈ ઝીણી સમારી લેવી. એક પૅનમાં ઘી ગરમ થાય એટલે એમાં કેરી ઉમેરી સરખું હલાવતા રહેવું. થોડું ઘટ્ટ થાય એટલે એમાં ફ્રેશ મલાઈ ઉમેરવી. હવે ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું. એકદમ સરસ લચકા પડતું પૂરણ તૈયાર થશે. 
હવે એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો અને ગૅસ બંધ કરી એકદમ સરસ ઠંડું થવા મૂકો.
એ પછી રોટલીના કણકમાંથી બે લૂવા લઈ બે નાની રોટલી વણવી.
એક રોટલી પર કેરીનું પૂરણ પાથરી બીજી રોટલી એના પર મૂકવી. કિનારીએ સરખું દબાવી દેવું. જેથી પૂરણ બહાર ન નીકળે. લોઢી પર પૂરણપોળીને ઘી ઉમેરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકવી.
તો તૈયાર છે કેરીની સીઝનમાં એકદમ ટેસ્ટી એવી કેરીની પૂરણપોળી.

મૅન્ગો સાસવ કોંકણની ડિશ

સામગ્રી : ૧ કપ કેરીના ટુકડા, ૧ કપ પાઇનૅપલના ટુકડા, અડધો કપ દ્રાક્ષ, ૧ વાટકી લીલું નારિયેળ, બે સૂકાં મરચાં, બે ચમચી ગોળ, અડધી ચમચી રાઈ, પા ચમચી હિંગ, ૬થી ૭ મીઠા લીમડાનાં પાન, બે ચમચી ઘી - વઘાર માટે 
રીત ઃ સૌપ્રથમ એક બાઉલમાં મૅન્ગોના ટુકડા, પાઇનૅપલના ટુકડા અને દ્રાક્ષ ભેગાં કરવાં.
હવે એમાં ગોળ અને લીલાં મરચાં ઉમેરવાં. 
સૂકાં મરચાંને થોડાં શેકી લેવાં 
એક મિક્સર જારમાં સૂકાં મરચાં, લીલું કોપરું, રાઈ, મીઠું, થોડું પાણી નાખીને ક્રશ કરી લેવું. 
જે ફ્રૂટના પીસ કર્યા હતા એ બાઉલમાં આ ક્રશ કરેલું મિશ્રણ ઉમેરો. 
એક વઘારિયામાં ઘી ગરમ કરીને એમાં રાઈ-લીમડો-હિંગ ઉમેરવાં. 
વઘારને બાઉલમાં રેડવું.
એકદમ હલકા હાથે બધું મિક્સ કરી લેવું. 
તો તૈયાર છે કોકણ ડિશ ખાટી-મીઠી કેરીનું સાસોવ.

મૅન્ગો કોકોનટ પન્ના કોટા

સામગ્રી ઃ ૧ કપ મૅન્ગો પલ્પ, ૧ કપ કોકોનટ મિલ્ક, ૨ ચમચી ખાંડ, ૩ ચમચી અગર અગર, ૧/૪ કપ વિપ ક્રીમ, ૧/૨ કપ પાણી
રીત ઃ ૧/૪ કપ પાણીમાં દોઢ ચમચી અગર અગર મિક્સ કરીને પાંચ મિનિટ રાખો. પાંચ મિનિટ પછી પાણીને ઉકાળીને અગર અગર ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો.
કોકોનટ મિલ્કમાં ૧ ચમચી ખાંડ નાખીને મિક્સ કરી લો. હવે ઉકાળેલું અગર અગર, કોકોનટ મિલ્કમાં મિક્સ કરીને શૉર્ટ ગ્લાસમાં ભરીને ફ્રિજમાં બે કલાક સેટ કરવા મૂકો.
હવે મૅન્ગો પલ્પમાં ૧ ચમચી ખાંડ નાખીને મિક્સ કરી લો.
હવે એક બાઉલમાં ૧/૪ કપ પાણી લઈ દોઢ ચમચી અગર અગર મિક્સ કરવું. હવે પાંચ મિનિટ મેલ્ટ થાય ત્યાં સુધી ગૅસ પર મૂકવું. ગૅસ બંધ કરી મૅન્ગો પલ્પમાં મિક્સ કરીને સેટ થયેલું કોકોનટ પન્ના કોટા પર ઉમેરવું. ફરીથી ફ્રિજમાં બે કલાક સેટ કરવા મૂકવું. તો તૈયાર છે એકદમ ડિલિશસ મૅન્ગો કોકોનટ પન્ના કોટા.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK