છેલ્લાં ત્રીસ વર્ષથી એકસરખા ટેસ્ટ સાથે બને છે
ફૂડ-ડ્રાઇવ
નંદુ વડાપાંઉ, ચેમ્બુર
૧૯૮૫ની સાલમાં ચેમ્બુરમાં એક મહારાષ્ટ્રિયન લેડીએ તેમના હસબન્ડ સાથે મળીને બટાટાવડાં બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. જીવનનિર્વાહ ચલાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરેલું આ કામ જોતજોતાંમાં એટલુંબધું ફૂલીફાલી ગયું કે આજે અહીંનાં બટાટાવડાં ખાવા માટે લાઇન લાગે છે.