વિવિધ પ્રકારના પરાઠાઓની ખાસિયત એ છે કે કે તમે તમારા મનપસંદ ઘટકોનું સ્ટફિંગ બનાવી આ પરાઠા બનાવી શકો છો. તો ચાલો આજે "ભારતના સૌથી મોટા પરાઠા" પર એક નજર કરીએ.
Watch Video
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
India`s Biggest Paratha: વિવિધતા ધરાવતો ભારત દેશ અને વિવિધ સ્વાદોથી ભરપૂર ભારતીય ફૂડની વાત જ અલગ છે. એમાંય જ્યારે પરાઠાની વાત આવે એટલે બધાની સ્વાદેન્દ્રિય જાગી જાય છે. દેશી લોકો અને પરાઠા પ્રત્યેના તેમના પ્રેમની કોઈ સીમા નથી. ખાસ કરીને શિયાળામાં ચાના કપ સાથે ગરમા ગરમ પરાઠા બનાવવાના વિચાર સામે બીજું કંઈ સારું લાગતું નથી. આલુ પરાઠા, પનીર પરાઠા અને ચીઝ પરાઠાનું નામ સાંભળી તો મોંમાં પાણી આવી જાય છે. આવાં વિવિધ પ્રકારના પરાઠાઓની ખાસિયત એ છે કે કે તમે તમારા મનપસંદ ઘટકોનું સ્ટફિંગ બનાવી આ પરાઠા બનાવી શકો છો. તો ચાલો આજે "ભારતના સૌથી મોટા પરાઠા" પર એક નજર કરીએ.
સોશિયલ મીડિયા પર પરાઠાનો એક વીડિયો વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક ક્લિપની શરૂઆતમાં તમે એક માણસને જોઈ શકો છો. જેને પરાઠા બનાવવાની તૈયારી કરતો જોઈ શકાય છે. વિવિધ મસાલા અને ઘટકોનું સ્ટફિંગ બનાવે છે. તેને પરાઠામાં સ્ટફ કરી મોટા સ્કેવર ટેબર પર વેલણથી પરાઠા બનાવે છે. પરાઠા વણાઈ ગયા પછી તેને ગરમ તવા પર મુકે છે, જે તવાની સાઈઝ પણ ખુબ જ મોટી છે. તેલ વડે તે આખા પરાઠાને શેકે છે. પરાઠા તૈયાર થયા બાદ તેને ચટની, દહીં અને અથાણાં સાથે સર્વ કરે છે. જે જોઈને તમને પણ થશે કે આ ગરમા ગરમ પરાઠાનો સ્વાદ તમારી જીભને પહેલા મળે.
ADVERTISEMENT
View this post on Instagram
આ વિશાળ પરાઠાએ ઇન્ટરનેટ યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. કમેન્ટ સેક્શનમાં અનેક યુઝર્સે ઘણી બધી કૉમેન્ટ્સ કરી છે. ઘણા લોકોએ આ વિશાળ પરાઠાનો સ્વાદ ચાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક કોમેન્ટમાં લખ્યું હતું, પ્લેસ? મારે તેનો સ્વાદ ચાખવો છે." એક યુઝરે મસ્તી કરતા લખ્યું કે "મમ્મી બસ એક રોટલી ખાઓ (લાફિંગ ઈમોજી)." તો કોઈએ લખ્યું કે "ઓહ માય ગોડ." અન્ય એક યુઝર્સે ટિપ્પણી કરી લખ્યું કે,"અમેઝિંગ." એક યુઝર્સે કહ્યું કે "ખરેખર સ્વાદિષ્ટ લાગે છે."
નોંધનીય છે કેરાજમા (Rajma) પંજાબ, દિલ્હી અને ઉત્તર ભારતની મનપસંદ વાનગીઓમાંની એક છે. રાજમાથી સરળ રીતે બનતી આ દરેક વાનગીઓને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. તાજેતરમાં રાજમાએ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ મેળવી છે.ટ્રેડિશનલ ફૂડની ઑનલાઈન ટ્રાવેલ ગાઈડ, ટેસ્ટ એટલાસે દુનિયાભરની 50 બેસ્ટ બીન ડીશની યાદી બહાર પાડી છે, જેમાં રાજમાને એક નહીં, પરંતુ બે રેન્કિંગ મળી છે. ઉત્તમ સ્વાદ માટે જાણીતી ક્લાસિક વાનગી રાજમાએ ટેસ્ટ એટલાસની યાદીમાં 5માંથી 4.2નું રેટિંગ સાથે 18મું સ્થાન મેળવ્યું છે, જ્યારે લોકપ્રિય વાનગી `રાજમા-ચાવલ` એ 24મું સ્થાન મેળવ્યું છે.