આજે વાંચો જુવારના માલપૂઆ (શુગર-ફ્રી), ચીઝ ભાજી બૉલ અને લેફ્ટ ઓવર ખીચડી મફીન્સની રેસિપી વિશે
રેસિપી કૉન્ટેસ્ટ
રેસિપી કૉન્ટેસ્ટ
જુવારના માલપૂઆ (શુગર-ફ્રી)
અમી અમિત દેસાઈ, વડોદરા
ADVERTISEMENT
સામગ્રી : ૧ વાટકી જુવારનો લોટ, ૧૫થી ૨૦ નંગ ખજૂર, અડધો કપ દહીં, ૨ કપ પાણી, ૧ કપ દૂધ, ૧ ચમચી વરિયાળી, ૧ ટીસ્પૂન એલચી પાઉડર, બદામ-પિસ્તાંની કતરણ, રોઝ પેટલ, તળવા માટે ઘી અથવા નૉન-સ્ટિક તવામાં પણ બનાવી શકાય.
રીત : સૌપ્રથમ ખજૂરને ૧ વાટકી દૂધમાં ૨ કલાક પલાળવાં. મિક્સરમાં પલાળેલાં ખજૂર, દહીં, વરિયાળી અને એલચી નાખીને બારીક પીસવું. એક બાઉલમાં જુવારનો લોટ અને પાણી નાખી તૈયાર
કરેલા મિક્સરને એમાં ઉમેરીને ખીરું તૈયાર કરવું. હવે નૉન-સ્ટિક પૅનમાં થોડું ઘી મૂકી નાના-નાના માલપૂઆ બનાવવા. તૈયાર થયેલા માલપૂઆને એક
ટ્રેમાં મૂકી એના ઉપર રોઝ પેટલ અને બદામ-પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરવા.
ચીઝ ભાજી બૉલ
શીતલ ભણસાળી, લૅમિંગ્ટન રોડ
સામગ્રી : ૧ વાટકો ભાજી (પાંઉભાજીની), ૧ પાંઉ અથવા બેથી ત્રણ બ્રેડની સ્લાઇસ, ૨ ચીઝ ક્યુબ, ૩ ટેબલસ્પૂન મેયોનીઝ, ૧ ટીસ્પૂન રેડ ચિલી સૉસ, તળવા માટે તેલ
રીત : ભાજીને સ્લો ગૅસ પર ગરમ કરવી. ભાજીમાંથી પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. બને ત્યાં સુધી ભાજી સૂકી કરવાની ટ્રાય કરવી. ભાજી ઠંડી પડે એટલે એમાં બ્રેડનો ભૂકો નાખી બાઇન્ડિંગ કરવું. આ મિક્સરને હથેળીમાં થેપી વચ્ચે ચીઝના નાના-નાના ટુકડા મૂકી બૉલ વાળી દેવા. રેડી થયેલા બૉલને ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તળવા (બૉલ તેલમાં નાખતી વખતે ગૅસની આંચ ફુલ રાખવી અને પછી ધીમો તાપ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા). તૈયાર થયેલા ચીઝ ભાજી બૉલને મેયોનીઝ ડીપ સાથે સર્વ કરવા.
મેયોનીઝ ડીપ : મેયોનીઝ અને રેડ ચિલી સૉસ મિક્સ કરવા.
લેફ્ટ ઓવર ખીચડી મફીન્સ
મનીષ ઠાકરસી ઠક્કર, થાણે-વેસ્ટ
સામગ્રી : ૨ કપ વધેલી (લેફ્ટ ઓવર) ખીચડી, ૨ ટેબલસ્પૂન રવો, પા કપ છીણેલું ચીઝ, પા કપ છીણેલું પનીર, ૧ ટેબલસ્પૂન વટાણા, ૨ ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં લાલ, લીલાં અને પીળાં કૅપ્સિકમ, ૨ નંગ ઝીણી સમારેલી
ડુંગળી, ૧ ટેબલસ્પૂન મિક્સ હર્બ, પા ટીસ્પૂન બેકિંગ પાઉડર, ૧
ટેબલસ્પૂન ચિલી ઑઇલ, બેથી ત્રણ ટેબલસ્પૂન દૂધ, મીઠું સ્વાદ અનુસાર, ૧ ટીસ્પૂન કાળાં મરીનો પાઉડર
રીત : એક બાઉલમાં બધી સામગ્રી લઈ બરાબર મિક્સ કરી લો. વનને ૧૮૦ ડિનગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ કરી લો. મફીન મોલ્ડમાં મફીનપેપર કપ્સ મૂકી એમાં તૈયાર મિશ્રણ ભરીને વીસથી પચીસ મિીનિટ બેક કરી લો. તૈયાર મફીન્સને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.