એન્જિનિયરિંગ છોડીને ફૂડ-બિઝનેસમાં ઝંપલાવનારા મેહુલ પંચાલના બાલ્ટી ઢોસા, લેઝ ઢોસા પૉપ્યુલર છે એટલું જ નહીં, તેમનાં પનીની અને વેજ ચીઝ બ્લાસ્ટ ખાવા લોકો ખાસ મુલુંડ આવે છે
ખાઈપીને જલસા
બ્લિસ ઢોસા
મસાલા અને મૈસૂર ઢોસા તો બહુ ખાધા પણ શું તમે બાલ્ટી ઢોસા અને લેઝ ઢોસા ટ્રાય કર્યા છે? નામ સાંભળીને આશ્ચર્ય થયું હશેને? ખાણીપીણીના શોખીનોનું હબ કહેવાતા મુલુંડના એમ. જી. રોડ પર સ્ટ્રીટ-ફૂડની અઢળક વરાઇટી મળશે. જોકે બ્લિસ વેજ રેસ્ટોમાં જરા હટકે સ્ટાઇલના ઢોસા મળે છે. અહીંના લેઝ ઢોસા અને બાલ્ટી ઢોસાનો કન્સેપ્ટ તો યુનિક છે જ, સાથે ટેસ્ટી અને હાઇજીનિક પણ હોવાથી ફૂડીઝમાં એ પ્રિય છે.