રાજમાથી સરળ રીતે બનતી આ દરેક વાનગીઓને લોકો ખૂબ જ ઉત્સાહથી (Best Beans Dish) ખાવાનું પસંદ કરે છે. તાજેતરમાં રાજમાએ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ મેળવી છે
રાજમાની ફાઇલ તસવીર
રાજમા (Rajma) પંજાબ, દિલ્હી અને ઉત્તર ભારતની મનપસંદ વાનગીઓમાંની એક છે. રાજમાથી સરળ રીતે બનતી આ દરેક વાનગીઓને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. તાજેતરમાં રાજમાએ વૈશ્વિક સ્તરે (Best Beans Dish) એક નવી ઓળખ મેળવી છે.
કઠોળની શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં રાજમા
ADVERTISEMENT
ટ્રેડિશનલ ફૂડની ઑનલાઈન ટ્રાવેલ ગાઈડ, ટેસ્ટ એટલાસે દુનિયાભરની 50 બેસ્ટ બીન ડીશની યાદી બહાર પાડી છે, જેમાં રાજમાને એક નહીં, પરંતુ બે રેન્કિંગ મળી છે. ઉત્તમ સ્વાદ માટે જાણીતી ક્લાસિક વાનગી રાજમાએ ટેસ્ટ એટલાસની યાદીમાં 5માંથી 4.2નું રેટિંગ સાથે 18મું સ્થાન મેળવ્યું છે, જ્યારે લોકપ્રિય વાનગી `રાજમા-ચાવલ` (Rajma-Chawal)એ 24મું સ્થાન મેળવ્યું છે.
ગ્રીસની આ વાનગી નંબર વન બની
શ્રેષ્ઠ કઠોળની વાનગીઓની યાદીમાં, ગ્રીસની જીંગાડેસ પ્લાકીએ બીન આધારિત અન્ય તમામ વાનગીઓને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ એક મોટી સફેદ કઠોળમાંથી બનેલી વાનગી છે.
રાજમા સ્વાસ્થ્યનો ખજાનો
રાજમા માત્ર સ્વાદનો ખજાનો નથી પણ સ્વાસ્થ્યનો પણ છે. ફાઇબરથી ભરપૂર, રાજમામાં આયર્ન, કોપર, ફોલેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સી જેવા પોષક તત્ત્વો હોય છે. આ સિવાય તેમાં વિટામિન K અને B પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. રાજમા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, આ સિવાય તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
ટેસ્ટ એટલાસે ઉલ્લેખ કર્યો કે, “ઉત્તર ભારત સાથે નજીકથી સંકળાયેલા, જ્યાં તે મુખ્ય ખોરાક છે. લાલ બીન વાસ્તવમાં મધ્ય મેક્સિકો અને ગ્વાટેમાલાથી દેશમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ વાનગીનું મેક્સીકન સંસ્કરણ ભારતીય કરતાં ઘણું અલગ છે. પૌષ્ટિક રાજમા પંજાબ અને ઉત્તર ભારતમાં સૌથી વધુ પ્રિય શાકાહારી કરી છે.”
આ યાદીમાં ખોરેશ ઘેમેહની ઈરાનીશ વાનગી બીજા ક્રમે હતી, જે પીળા સ્પ્લિટ બીન્સથી બનાવવામાં આવે છે. પરંપરાગત ઈરાની મીટ સ્ટયૂમાં ટામેટાં અને ડુંગળી, હળદર અને સૂકું લીંબુ નાખવામાં આવે છે.