Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > કૉફીમાં તજ ઉમેરવાથી ફ્લેવર જ નહીં, ફાયદા પણ વધી જાય

કૉફીમાં તજ ઉમેરવાથી ફ્લેવર જ નહીં, ફાયદા પણ વધી જાય

Published : 06 November, 2024 03:19 PM | Modified : 06 November, 2024 03:23 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

જો વેઇટલૉસ કરવાની જહેમત ચાલી રહી હોય તો તમારી ડેઇલી કૉફીમાં ચુટકીભર સિનૅમન ઉમેરવાના ફાયદા ઘણા છે. તજથી બ્લડ-શુગર અને કૉલેસ્ટરોલ રેગ્યુલેટ કરવામાં પણ ફાયદો થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય તેજાના ફૂડને સરસ સોડમ આપનારા છે. જોકે એ સોડમ જેને આભારી છે એ કુદરતી કેમિકલ્સ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. તજને અનોખી ફ્લેવર આપતાં ઍન્ટિઑક્સિડન્ટ્સ શરીરમાં ક્યાંય સોજો આવ્યો હોય તો એને ઘટાડવાનું કામ કરે છે. રસોડામાં તજનો ઉપયોગ આપણે વિવિધ વાનગીઓમાં કરતા જ હોઈએ છીએ. હવે સોશ્યલ મીડિયા પર સિનૅમન કૉફી પીવાથી પેટની ચરબી ઓછી થતી હોવાના દાવાઓ થઈ રહ્યા છે.


તજવાળી કૉફી રીતે કરે કામ



કૉફીમાં રહેલું કૅફિન ભૂખ ઘટાડે છે એટલે દિવસભરમાં કૅલેરીનું સેવન ઓછું કરો. બીજી બાજુ તજ ઇન્સ્યુલિન લેવલને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવાથી પણ વધુ ભૂખ લાગતી હોય છે એટલે તમે કૉફીમાં તજ મિક્સ કરીને પીઓ તો એનાથી પણ ભૂખ ઓછી લાગે છે.


તજના અન્ય ફાયદા

તજ વજન ઘટાડવામાં અને બ્લડ-શુગરને રેગ્યુલેટ કરવામાં મદદરૂપ થાય છે, પણ સાથે-સાથે એના બીજા પણ અનેક ફાયદા છે. તજ પાચનને સુધારીને બ્લોટિંગની સમસ્યામાંથી રાહત આપે છે. ઉપરાંત તજનું સેવન બૅડ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે. આને કારણે હાર્ટ બ્લૉકેજનું જોખમ પણ ઓછું રહે છે. તજમાં રહેલી ઍન્ટિ-ઑક્સિડન્ટ પ્રૉપર્ટીઝ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તજમાં રહેલી ઍ​ન્ટિ-ઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટી શરીરમાં ઇન્ફ્લમેશન થયું હોય તો એને ઘટાડવાનું કામ કરે છે. અનેક સ્ટડીમાં તો ત્યાં સુધી દાવો કરાયો છે કે તજ કૉગ્નિટિવ ફંક્શન સુધારે છે, પરિણામે યાદશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે. તજમાં રહેલાં ઍન્ટિઑક્સિડન્ટ્સ ફ્રી-રૅડિકલ્સ બનતાં અટકાવે છે, જે કૅન્સર જેવા રોગોનું જોખમ વધારે છે.


તજનાં વિવિધ ડ્રિન્ક્સ

કૉફી ન પીતા હોય એ લોકો સવારે બ્રેકફાસ્ટના અડધા કલાક પહેલાં તજવાળું પાણી પીએ તો પણ વેઇટલોસમાં ફાયદો થઈ શકે છે. તજનો ઉપયોગ કરીને તમે વિવિધ ડ્રિન્ક્સ પણ બનાવી શકો છો. એક ગ્લાસ પાણીમાં તજનો નાનો ટુકડો અથવા તો અડધી ચમચી તજનો પાઉડર ઉમેરી એને ગળણીથી ગાળી લો. તમે ઇચ્છો તો પાણી ઠંડું થઈ ગયા પછી એમાં મધ પણ ઉમેરી શકો છો. તમે તજવાળા પાણીમાં લીંબુનો રસ ઍડ કરીને પણ પી શકો. એ સિવાય અદરક અને તજ અથવા તજ અને ફુદીનાવાળું પાણી પણ પી શકો.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2024 03:23 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK