ખજૂર ગૂંદરના લાડુ બનાવવાની રીત
ખજૂર ગૂંદરના લાડુ
રીડર્સ રેસિપી
સામગ્રી
ADVERTISEMENT
☞ ૧૦૦ ગ્રામ ગૂંદર
☞ ૨૫૦ ગ્રામ કાળાં ખજૂર
☞ ૧૫૦ ગ્રામ ઘી
☞ ૫૦ ગ્રામ સૂકો મેવો (બદામ, પિસ્તાં અને કાજુ)
બનાવવાની રીત
નૉન-સ્ટિક પૅનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ધીમી આંચ પર સૂકા મેવાના નાના ટુકડા કરીને તળી લેવા. એને અલગ કાઢીને મૂકી રાખો.
એ ઘીમાં થોડો-થોડો ગૂંદર પણ તળીને એક થાળીમાં રાખવો.
ગૂંદર ઠંડો થાય ત્યાં સુધી ખજૂરમાંથી બી કાઢી એને ગ્રેનાઇટ પર લોટ બાંધીએ એવી રીતે મસળી લો. ઠરી ગયેલા ગૂંદરને વાટકીની મદદથી બારીક ભૂકો કરી લો. આ પાઉડરમાં ખજૂર અને તળેલા સૂકા મેવાને બરાબર મિક્સ કરો. સપ્રમાણ મિક્સ થઈ જાય એટલે નાના લાડુ બનાવીને ડબામાં ભરી દો.
શિયાળામાં આ લાડુ બાળકો, યુવાનો અને વડીલો બધા માટે ખૂબ ગુણકારી છે.