ઑઇલી સ્કિનને કારણે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે તેથી ફેસ પર ઑઇલને દૂર કરવા માટે ઑઇલ કન્ટ્રોલ પ્રોડક્ટ્સથી લઈને હોમમેડ માસ્ક સુધીના નુસખાઓ અપનાવતા હોય છે અને શક્ય હોય એટલા પ્રયાસો કરે છે
પ્રતીકાત્મક તસવીર
ઑઇલી સ્કિનને કારણે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે તેથી ફેસ પર ઑઇલને દૂર કરવા માટે ઑઇલ કન્ટ્રોલ પ્રોડક્ટ્સથી લઈને હોમમેડ માસ્ક સુધીના નુસખાઓ અપનાવતા હોય છે અને શક્ય હોય એટલા પ્રયાસો કરે છે, પણ શું એ પૂરતું છે? તો જવાબ છે ના. ત્વચા ઑઇલી થવા પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. જેમ કે અયોગ્ય ડાયટ તમારી સ્કિનની કન્ડિશનને વધુ ખરાબ કરી શકે છે. અહીં ચાર એવાં ફૂડ વિશે વાત કરીશું જે તમારી સ્કિનને ઑઇલી બનાવે છે.
ડેરી પ્રોડક્ટ્સ
ADVERTISEMENT
દૂધ, દહીં, છાશ, પનીર અને ચીઝ જેવી ડેરી પ્રોડ્ક્ટ્સ સ્વાસ્થ્ય માટે ભલે સારી હોય; પણ સ્કિન માટે નથી. એમાંરહેલાં પોષક તત્ત્વો સ્કિનના ઓપન પોર્સને બંધ કરી શકે છે, જેને લીધે ઑઇલી સ્કિન અને પિમ્પલ્સની સમસ્યા વધે છે.
તળેલી વાનગીઓ
ફ્રેન્ચ ફ્રાઇસ, મન્ચુરિયન, સમોસા, વડાં અને કટલેટ્સ આમ તો સૌને ભાવતી વાનગી છે, પણ શું તમને ખબરછે ઠંડીની સીઝનમાં તળેલા પદાર્થો સ્કિનને નુકસાન પહોંચાડે છે? એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ઑમેગા-6 અને ફૅટી ઍસિડ ધરાવતા ખોરાકનું અતિસેવન તમારી ત્વચાને અંદરથી હાનિ પહોંચાડે છે. પીનટ બટરમાં પણ ઑમેગા-6 અને ફૅટી ઍસિડનું પ્રમાણ વધુ હોય છે તેથી એને ખાવાનું ટાળવું જોઈએ.
નમકીન ફૂડ
રસોડામાં મીઠાને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પણ એનું જરૂરિયાત કરતાં વધુ સેવન ત્વચાને ડીહાઇડ્રેટ કરે છે અને જરૂર કરતાં વધુ ઑઇલ પ્રોડ્યુસ કરે છે. મીઠું મર્યાદિત પ્રમાણમાં ખાવામાં આવે તો શરીરની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
સાકર
સાકરવાળા ખાદ્ય પદાર્થોના અતિસેવનથી સ્કિન વધુ ઑઇલી બને છે અને ત્વચામાં રહેલા પ્રોટીન કૉલેજનને પણ નુકસાન પહોંચે છે. એને લીધે ખીલ અને રિંગવર્મ જેવી સમસ્યાઓ સર્જાય છે.