જેમની ત્વચા તૈલી હોય છે તેમને જલદી ત્વચા પર કરચલી પડતી નથી અને તેમણે ડ્રાય સ્કિનને લીધે થતી તકલીફોનો પણ સામનો કરવો પડતો નથી
પ્રતીકાત્મક તસવીર
ત્વચા ડ્રાય હોય કે ઑઇલી, એની અંદર મૉઇશ્ચરનું પ્રમાણ સારું હોવું જરૂરી છે. તૈલી ત્વચામાંથી ચીકણું તેલ નીકળતું હોય છે જેને કારણે ત્વચા પર ચીકાશ અને શાઇન દેખાતી હોય છે, પરંતુ એનાથી ત્વચામાં પૂરતી ભીનાશ છે એવું ન માની લેવાય. તૈલી ત્વચાને પણ મૉઇશ્ચરાઇઝરની એટલી જ જરૂર હોય છે જેટલી સૂકી ત્વચાને. મૉઇશ્ચરાઇઝર અને ત્વચા પરના ઑઇલને કોઈ લેવા-દેવા નથી. મૉઇશ્ચરાઇઝર ત્વચા પર તેલ નહીં પણ એની કુદરતી ભીનાશને મેઇન્ટેઇન રાખવા માટે હોય છે એ સમજવું જરૂરી છે. ત્વચા ભલે ઑઇલી હોય, હાઇડ્રેશન એટલે કે થોડી ભીનાશ ત્વચા માટે આવશ્યક હોય છે.
બેધારી તલવાર છે ઑઇલી સ્કિન
ADVERTISEMENT
જેમની ત્વચા તૈલી હોય છે તેમને જલદી ત્વચા પર કરચલી પડતી નથી અને તેમણે ડ્રાય સ્કિનને લીધે થતી તકલીફોનો પણ સામનો કરવો પડતો નથી. તકલીફ ત્યારે થાય છે જ્યારે રોમછિદ્રોમાં તેલનું પ્રમાણ વધી જાય. જો એને બૅલૅન્સ રાખવામાં આવે તો આવી ત્વચા સૌથી સારી ગણાય છે. તમારી ત્વચા પરનું તેલ તમારા માટે નૅચરલ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ તરીકે કામ કરે છે. ત્વચા ઑઇલી હોય એટલે એના પર કરચલી વહેલી નથી પડતી. એ સિવાય ત્વચાનો ગ્લો મેઇન્ટેન રહે છે. બીજી તરફ એક્સ્ટ્રા તેલ ચહેરા પર જમા થાય તો એ ત્વચાને બગાડે છે. પ્રૉપર સ્કિન-કૅરનો અભાવ, સ્ટ્રેસ, પૉલ્યુશન, ખાણી-પીણીમાં બદલાવ, હૉર્મોન્સમાં બદલાવ જેવાં પરિબળોને લીધે ક્યારેક ત્વચા ઑઇલી થઈ શકે છે. એક્સ્ટ્રા ઑઇલ એટલે કે સિરમને મેઇન્ટેઇન રાખવા માટેની જરૂર પડે છે. ઑઇલી સ્કિન માટે મૉઇશ્ચરાઇઝરની જરૂરનું બીજું એક મહત્ત્વનું કારણ એટલે આ સ્કિનવાળા ફેસવૉશ કે એક્સફોલિએટર એવું વાપરે છે કે એનાથી સ્કિન ઑઇલી ન લાગે અને પછી એના પર રેટિનોલબેઝ્ડ સિરમ લગાવે છે જે ત્વચાને વધુ સૂકી બનાવી નાખે છે. આવી સૂકી ત્વચા પર પિગ્મેન્ટેશન થવાના ચાન્સિસ વધુ હોય છે અને એટલે જ મૉઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. એ હશે તો ત્વચાને સૂકી નહીં થવા દે.’
વૉટરબેઝ્ડ મૉઇશ્ચરાઇઝર
ડ્રાય સ્કિન માટેનું મૉઇશ્ચરાઇઝર ત્વચાના અંદરના લેયર સુધી ભીનાશ ઉમેરે છે જેથી ત્વચા સુકાય નહીં. એ જ રીતે ઑઇલી સ્કિન માટેનું મૉઇશ્ચરાઇઝર તેલના લેવલને એ રીતે બૅલૅન્સ કરે છે જેથી ઑઇલ પેદા કરતી ગ્રંથિઓમાંથી વધુ તેલ પ્રોડ્યુસ ન થાય.
શું કરવું અને શું નહીં?
શિયાળામાં લોકો મોટા ભાગે પેટ્રોલિયમ જેલી મિનરલ ઑઇલ કે પછી ખૂબ ક્રીમી એવું બૉડી લોશન અને મૉઇશ્ચરાઇઝર વાપરતા હોય છે જે ઑઇલી સ્કિન ધરાવતા લોકોએ અવૉઇડ કરવું જોઈએ.
તૈલી ત્વચા માટે નૉન-કૉમેડોજેનિક મૉઇશ્ચરાઇઝર વાપરવું જે તમારાં રોમછિદ્રોને બ્લૉક ન કરે. એનાથી બ્લૅકહેડ્સ થવાના ચાન્સ ઘટી જશે.
વૉટર અને જેલ બેસ્ટ હોય એવી ક્રીમ વાપરી શકાય, જે તેલને બૅલૅન્સ કરે.