અભિનેત્રીના વૉર્ડરૉબમાં ફોર્મલ અને કેઝયુલ શર્ટ્સનો ભંડાર છે
માનસી રાચ્છ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
‘વિકિડાનો વરઘોડો’ ફૅમ અભિનેત્રી માનસી રાચ્છ (Manasi Rachh) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
ADVERTISEMENT
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : અત્યારે જેટલા પણ વૉર્ડરૉબ છે ને એ ઓછા જ પડે છે. મને મોર્ડન સ્ટાઇલનું વૉર્ડરૉબ વધુ ગમે છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : આંખ બંધ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિને પણ હું કોઈ વસ્તુ શોધવાનું કહુંને તો તેને મારા વૉર્ડરૉબમાંથી બહુ આસાનાથી તે મળી જાય એવા પ્રકારની ગોઠવણીએ મારું વૉર્ડરૉબ.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : હું જ્યારે પણ વૉર્ડરૉબમાંથી કપડાં કાઢું તો એ જ રીતે ગોઠવણી કરું કે તે તેની જગ્યાએ જ પાછા મુકું. એટલે બહુ અસ્તવ્યસ્ત ન થઈ જાય. બાકી, સમય મળે તેમ ગોઠવતી રહું છું. સામાન્ય રીતે હું ઇવેન્ટ્સમાં કે શૂટમાં જતી હોય ત્યારે મારું વૉર્ડરૉબ અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. જે હું શૂટ પતાવ્યા પછી ઑર્ગેનાઇઝ કરતી હોવ છું.
આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : સાચું કહું તો મને કપડાં વ્ય્વસ્થિત રીતે સંકેલતા નથી આવડતા. વર્ષોથી મારી હાઉસ હેલ્પ મને કપડા સંકેલવામાં મદદ કરે છે. સંકેલી એ આપે અને ગોઠવણી હું કરું. તેમજ હું બધા કપડા ઇસ્ત્રી કરીને રાખતી હોવ છું જેથી ગોઠવણી કરવામાં સરળ પડે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : હું બધા સ્લિવલેસ કપડાં એકસાથે, ફુલ સ્લિવ્સ એકસાથે, જૅકેટ્સ એકસાથે એ રીતે ગોઠવણી કરું છું. કૅટેગરી મુજબ કપડાની ગોઠવણી એ મારો યુએસપી કહી શકાય.
આ પણ વાંચો : નેત્રી ત્રિવેદીનો હૉટ ફેવરિટ લૂક એટલે “કેઝ્યુલ્સ”
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : જો તમે કૅટેગરી મુજબ કપડાં ગોઠવો તો ચોક્કસ સરળ પડે. બાકી દરેક વ્યક્તિ પોતાની ફાવટ પ્રમાણે ગોઠવે એ વધારે સરળ હોય છે.
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : હા, મારી ફ્રેન્ડસ સાથે શૅર કરવાનું હોય તો કોઈ જ વાંધો ન આવે.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : ના એવું ક્યારેય ગણ્યું નથી. હું સમયાંતરે મારા વૉર્ડરૉબમાંથી અમુક કપડા કાઢીને જરુરિયાતમંદને આપતી રહું છું. તેમ છતાય વૉર્ડરૉબમાં જગ્યા ઓછી પડે એટલા કપડાં ભેગા થતા જ જાય છે. મને જાપાનિસ્ટ કન્સલન્ટ મૅરી કૉન્ડોના મિનિમલિસમ અને આર્ટ ઑફ ડિક્લટરિંગ જેવા કૉન્સેપ્ટ્સ બહુ આકર્ષે છે પરંતુ મારા પ્રોફેશનમાં અત્યારે હું આ ફિલોસોફી અપનાવી શકું તે શક્ય નથી. જોકે આશા રાખું છું કે, જીવનમાં એક તબક્કે આ ફિલોસોફી અપનાવી શકું તેવો સમય આવે.
આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ હંમેશા વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તેવો હું આગ્રહ રાખું : સાંચી પેસવાની
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સૌથી મોંધો મારો વેડિંગ ડ્રેસ છે. જ્યારે સૌથી સસ્તામાં તો હીલ રોડ પરથી લીધેલી સ્પેગેટિસ છે. સસ્તી વસ્તુઓમાં સ્ટ્રીટ શોપિંગનો સમાવેશ ચોક્કસ કરી શકાય.
વેડિંગ ડ્રેસમાં માનસી રાચ્છ
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : શર્ટ્સનું સેક્શન મારું બહુ જ મનપસં કોર્નર છે. મારી પાસે દરેક પ્રકારના અને દરક બ્રાન્ડના શર્ટ્સ છે. એમાં પણ ખાસ કરીને ફુલ સ્લિવ્સ શર્ટ મને બહુ જ ગમે. હું ખરીદી કરવા જાઉં ત્યારે એકાદ શર્ટ તો ખરીદી જ લેતી હોવ છું.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : એક હાઇવૅસ્ટ બ્લૂ જીન્સ, બ્લેક ફોર્મલ પેન્ટ, લિટલ બ્લેક ડ્રેસ, બૅકલેસ બ્લાઉઝ વિથ સાડી અને એક એવો ડ્રેસ જે પાર્ટી, કેઝ્યુલ, ફોર્મલ દરેક લૂકમાં ચાલે.
આ પણ વાંચો : નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : હું કમ્ફર્ટને જ વધારે મહત્વ આપું. તમને કહીશને તો તમને નવાઇ લાગશે, હું લગ્નમાં ઘાઘરાની નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ગઈ છું. જેથી હું બિન્દાસ નાચી શકું અને એન્જોય કરી શકું.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ સાથે મને કોઈ લાગે વળગે જ નહીં. હું ટ્રેન્ડ્સથી સાવ અજાણ હોવ છું. ઘણીવાર તો એવું બને કે હું કંઈક શોપિંગ કરીને આવું અને મારા ફ્રેન્ડ્સ કહે કે, માનસી આ ફેશનને તો છ મહિના થઈ ગયા.
મારી સ્ટાઇલની વાત કરું તો બૉહૉ ચિક, ક્લાસિક અને ઍજી એ મારી સ્ટાઇલ છે. જોકે, ઘણીવાર મારી સ્ટાઇલ મારા મૂડને આધારિત હોય છે.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે?
જવાબ : Wardrobe Malfunctionsતો નહીં પણ એક ફની બાબત ચોક્કસ જણાવીશ. મેં ચાલતી રીક્ષા અને ગાડીમાં કપડા બદલ્યાં છે. મોડીરાતનો સમય હતો અને હું એક ફોર્મલ ઇવેન્ટ પતાવીને રીક્ષામાં નીકળી હતી. મારે એક પાર્ટીમાં જવાનું હતું એટલે મેં રીક્ષામાં જ ફોર્મલમાંથી ફૂલ પાર્ટી લૂકના કપડાં પહેર્યા હતા. જે બહુ જ ફની હતું. આ જ રીતે મેં એકવાર કારમાં પણ કપડા બદલ્યા છે.
આ પણ વાંચો : હું અડધી રાત્રે પણ મારું વૉર્ડરૉબ ગોઠવવા બેસી જાઉં છું : નીલમ પંચાલ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : તમારા કપડા તમને પાવર આપે છે. તમારા કપડા તમને એક ચોક્કસ પ્રકારના વાઇબ્સ આપે છે. એ પછી કોઈપણ પ્રકારના હોઈ શકે. તમારા કપડા તમારું મૂડ કેવું છે તે દર્શાવે છે. મારા માટે ફેશન એટલે, કપડા એવા પહેરો જે પ્રસંગ અને મૂડને અનુરુપ હોય. તમે કયા સમયે અને કયા પ્રસંગે કેવું ફીલ કરવા માંગો છો એ પ્રમાણે કપડા પહેરો એ જ તમારા માટે ફેશન.