અભિનેતા તેના વૉર્ડરૉબ વિશે વાત કરવાનું હંમેશા ટાળતો હોય છે, પરંતુ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે તેણે પહેલી વાર પોતાના વૉર્ડરૉબ સિક્રેટ્સ શૅર કર્યા હતા
યશ સોની શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
‘છેલ્લો દિવસ’ ફેમ અભિનેતા જેની સફળ ફિલ્મોની યાદીમાં ‘શું થયું?’, ‘ચાલ જીવી લઈએ’, ‘નાડી દોષ’, ‘રાડો’નો સમાવેશ થાય છે તે યશ સોની (Yash Soni) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
ADVERTISEMENT
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : એ ગણતરી તો ત્યારે થાય ને જ્યારે પોતાનું વૉર્ડરૉબ હોય! વાત એમ છે કે, અમે થોડાક મહિના પહેલાં જ નવા ઘરમાં શિફ્ટ થયા છીએ અને આ નવા ઘરમાં મેં હજી સુધી વૉર્ડરૉબ ગોઠવ્યું જ નથી.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : મૅસી અને અવ્યવસ્થિત. તેમજ જે વૉર્ડરૉબમાં કપડાં સિવાયની બીજી બધી કામની અને નકામી વસ્તુઓ મળે તે વૉર્ડરૉબ એટલે યશ સોનીનું.
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : જો સાચું કહું ને તો મેં મારું વૉર્ડરૉબ ક્યારેય સાફ જ નથી કર્યું. આજની તારીખમાં પણ મારી મમ્મી જ મારું વૉર્ડરૉબ ગોઠવે છે.
આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : જો સાચું કહું ને તો મેં મારું વૉર્ડરૉબ ક્યારેય સાફ જ નથી કર્યું. આજની તારીખમાં પણ મારી મમ્મી જ મારું વૉર્ડરૉબ ગોઠવે છે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : એ તો મારે મારી મમ્મીને પુછવું પડે (ખડખડાટ હસે છે).
આ પણ વાંચો : નેત્રી ત્રિવેદીનો હૉટ ફેવરિટ લૂક એટલે “કેઝ્યુલ્સ”
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : મારે તમને પુછવું જોઈએ કે મને કોઈ એવી ટિપ્સ આપો કે જેથી વૉર્ડરૉબ વ્યવસ્થિત ગોઠવાઈ જાય.
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : તમને એક સિક્રેટ જણાવું…અમે નવા ઘરમાં શિફ્ટ થયા તે પહેલા મારા રુમમાં મારા વૉર્ડરૉબ જેવું કંઈ હતું જ નહીં. મારી લાઈફમાં વૉર્ડરૉબ જેવો કોઈ કનસેપ્ટ્સ જ નથી. પહેલા ઘરમાં એક જગ્યાએ એક કબાટ હતું જેમાં મારા કપડાં રહેતા. આ બધાનું જ કબાટ એટલે શેરિંગ જ કહેવાયને. અને બીજી વાત મારા મગજમાં આવી કે, મને વૉર્ડરૉબ શૅર કરવામાં કોઈ જ વાંધો નથી. કારણકે હું ક્યાં કપડાં ગોઠવું જ છું! પણ જે વ્યક્તિ મારી સાથે વૉર્ડરૉબ શૅર કરશે તેને ચોક્કસ વાંધો આવશે (હાહાહાહહાહા).
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : ના ક્યારેય નહીં. પણ આ ઇન્ટરવ્યુ પછી હું ત્રણ મહિના બહુ મહેનત કરીશ અને સરસ રીતે વૉર્ડરૉબ ગોઠવીશ પછી ગણતરી કરીશ અને હા તમને જણાવીશ, ચોક્કસ.
આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ હંમેશા વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તેવો હું આગ્રહ રાખું : સાંચી પેસવાની
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સૌથી મોંધા તો વાઇટ સ્નીકર્સ અને સસ્તું શું છે એ મને ખ્યાલ નથી.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : કેઝ્યુલ્સનું કોર્નર મારું એકદમ ફૅવરિટ.
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : બ્લૂ જીન્સ, બ્લેક પ્લેન ટી-શર્ટ, વાઇટ પ્લેન ટી-શર્ટ, શોર્ટ્સ અને એક કેઝ્યુલ શર્ટ.
આ પણ વાંચો : નૅક ટાઈ, બૉ ટાઈ અને કુર્તાનું ભરપુર કલેક્શન એટલે ઓજસ રાવલનો વૉર્ડરૉબ
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : કમ્ફર્ટને.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ વિશે મને બહુ ઓછો ખ્યાલ હોય છે. હું એટલા ટ્રેન્ડ્સ ફૉલો પણ નથી કરતો. હું સામાન્ય રીતે કૅઝયુલ્સમાં જ હોઉં છું અને એ જ મારી સ્ટાઇલ છે.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે?
જવાબ : છોકરાઓ માટે કપડાં સિવાય બીજા કોઈ શણગાર હોતા જ નથી. કપડાં પર્ફેક્ટ એટલે છોકરાઓ તૈયાર. હું કોઈપણ પબ્લિક ઇવેન્ટમાં જતા પહેલા મારી હૅરસ્ટાઇલથી માંડીને મારા શુઝની લેસ સુધી બધું બે વાર ચૅક કરી લેતો હોવ છું, જેથી Wardrobe Malfunctions જેવી કોઈ પરિસ્થિતિ ઉભી ન થાય.
આ પણ વાંચો : હું અડધી રાત્રે પણ મારું વૉર્ડરૉબ ગોઠવવા બેસી જાઉં છું : નીલમ પંચાલ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારા માટે ફેશન એટલે માત્રને માત્ર કમ્ફર્ટ.