Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ઇસ્ત્રીનું કામ ઝટપટ કરી આપે છે ઍલ્યુમિનિયમ ફૉઇલ

ઇસ્ત્રીનું કામ ઝટપટ કરી આપે છે ઍલ્યુમિનિયમ ફૉઇલ

Published : 14 November, 2024 02:53 PM | Modified : 14 November, 2024 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટિફિન બાંધવાનું હોય ત્યારે જ ઍલ્યુમિનિયમ ફૉઇલ કામની છે એવું નથી, ઘરનાં કેટલાંય કામ એનાથી સરળ થઈ શકે છે અને સમયની બચત પણ થાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્વચ્છ, સુઘડ અને કડક ઇસ્ત્રીટાઇટ કપડાં હોય એ પ્રોફેશનલ અને સોશ્યલ વર્લ્ડમાં પર્સનાલિટી માટે બહુ જરૂરી છે. કરચલીવાળાં કપડાં ગમેએટલાં મોંઘાં અને સારાં હોય એ તમારા વ્યક્તિત્વને પણ ચૂંથી નાખે છે. જોકે સવારના પહોરમાં મોડું થતું હોય અને ગમતું ટૉપ કે પૅન્ટ ઇસ્ત્રી કરેલું ન હોય ત્યારે શું? ઝટપટ ઇસ્ત્રી કરવી હોય તો એ માટે આજકાલ બહુ સરસ હૅક વાઇરલ થયો છે. મોડું થાય અને તાણનો અનુભવ થાય ત્યારે ક્વિક અને ઈઝી લાઇફ સેવિંગ હૅક્સ કામમાં આવી જાય છે. ઍલ્યુમિનિયમ ફૉઇલનો વપરાશ ફક્ત કિચન પૂરતો જ નથી. ઇસ્ત્રી કરતી વખતે ઍલ્યુનિમિયમ ફૉઇલનો ઉપયોગ કરશો તો ઝડપથી કપડાની કરચલીઓ દૂર થાય છે અને સામાન્ય કરતાં અડધા સમયમાં કપડાં પ્રેસ થઈ જાય છે.  પશ્ચિમી દેશોમાં આ હૅક બહુ પૉપ્યુલર છે.


કઈ રીતે ફૉઇલ વાપરવાની?
સામાન્ય રીતે આપણે ટેબલ પર એક કાપડ પાથરીને એની પર ઇસ્ત્રી કરતા હોઈએ છીએ. ઍલ્યુમિનિયમ ફૉઇલનો ઉપયોગ કરતી વખતે ટેબલ પર કપડું પાથરીને એના પર ઍલ્યુમિનિયમ ફૉઇલ પાથરી દેવી. એ પછી તમે જેમ નિયમિત રીતે ઇસ્ત્રી કરો છો એ રીતે કરો. તમે જે કપડાંને આયર્નિંગ કરવા માગો છો એની તરત નીચે ફૉઇલ હશે. ફૉઇલ થર્મલ ઇન્ડક્ટર તરીકે કામ કરે છે. ઇસ્ત્રીમાં જેટલી હીટ જનરેટ થાય છે એટલી જ હીટ ઍલ્યુમિનિયમ ફૉઇલમાં પણ થાય છે. એટલે તમારે બીજી બાજુ ઇસ્ત્રી કરવા માટે કપડાને પલટાવવાની જરૂર પડતી નથી. એક જ વારમાં એ ઉપર અને નીચેના બન્ને લેયરની કરચલીઓ દૂર કરીને તમારો સમય બચાવે છે એટલું જ નહીં, જો પ્રેસ કરતી વખતે ઇસ્ત્રીમાં બર્નિંગ સ્ટેન થઈ જાય તો પણ એને ઍલ્યુમિનિયમ ફૉઇલની મદદથી હટાવી શકાય છે. આ માટે ફૉઇલને એક બૉલના શેપમાં બનાવીને એને ઇસ્ત્રીની બૉટમમાં સ્ક્રૅચ કરવામાં આવે તો એ ડાઘ જતા રહે છે.



પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
આ હૅક સુતરાઉ કાપડ માટે બેસ્ટ માનવામાં આવે છે. જોકે રૅયોન, પૉલિએસ્ટર અને લાયક્રા જેવાં કાપડ પર પર આ રીતે ઇસ્ત્રી કરી શકાય, પણ ટેમ્પરેચર સેટ કરવામાં ધ્યાન રાખવું પડે. ઍલ્યુમિનિયમ ફૉઇલને લીધે કપડાને બન્ને તરફથી હીટ મળે છે તેથી ઇસ્ત્રી ફેરવવામાં ઝડપ રાખવી. જો ધ્યાન રાખવામાં ન આવે તો કાપડ બળી જવાનું જોખમ પણ રહેલું હોય છે. આ જોખમથી બચવા માટે ઇસ્ત્રીનું તાપમાન નૉર્મલ કરતાં થોડું ઓછું સેટ કરવું જોઈએ.


આ રીતે પણ ઉપયોગ કરી શકાય
કપડાં પ્રેસ કરવા ઉપરાંત ઍલ્યુમિનિયમ ફૉઇલનો ઉપયોગ ચાંદીનાં દાગીના અને વાસણોને ચમકાવવા પણ કરી શકાય છે. એક પૅનને ઍલ્યુમિનિયમ ફૉઇલ લગાવીને કવર કરી દો. એમાં બે ચમચી મીઠું અને પાણી નાખીને ગરમ કરો. ઠંડું થયા બાદ એમાં ચાંદીની ચીજો એ પાણીમાં ડૂબે એ હિસાબે પાંચ મિનિટ સુધી રાખવી અને પછી એમાંથી કાઢીને સૂકા કપડાથી લૂછી લેવાથી ચાંદી પહેલાં જેવું ચમકશે. 

વાઇફાઇના સિગ્નલને વધુ સારું બનાવવા માટે એને રાઉટરના ઍન્ટેના પર કર્વ કરીને લગાવવામાં આવે તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધરે છે. લોખંડના કાટવાળા ડાઘને પણ ઍલ્યુમિનિયમ ફૉઇલથી દૂર કરી શકાય છે. ફૉઇલનો બૉલ બનાવીને એને ઠંડા પાણીમાં રાખી મૂકવો અને જ્યાં ડાઘ દેખાય ત્યાં ઘસવાથી ડાઘ દૂર થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2024 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK