કાનમાં શોભતાં મોટાં અને યુનિક ડિઝાઇનનાં લટકણ હોય કે મોટાં સ્ટડ્સ, તમારા લુકમાં આંખે ઊડીને વળગે એવાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ પહેરશો તો બીજા કોઈ આભૂષણની જરૂર નથી. કોઈ પણ લુકમાં એ વર્સેટાઇલ સ્ટાઇલ છે
મલ્ટિપલ ઝુમ્મર વિથ ચેઇન સ્ટાઇલ, ફૅન્સી સ્ટડ્સ
સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ એટલે બધાનું ધ્યાન ખેંચતી કાનમાં પહેરાતી સુંદર બુટ્ટીઓ. આ એવી બુટ્ટીઓ હોય છે જે સામાન્ય કદ કરતાં મોટી અને યુનિક ડિઝાઇનની હોય છે. તમારા ઓવરઑલ લુકમાં એ જ આંખે ઉડીને વળગે. સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ એક એવું આભૂષણ છે જે પહેર્યા બાદ બીજું કોઈ ઘરેણું પહેરવાની જરૂર જ ન રહે. લાંબાં ડૅન્ગલર્સ, મોટા ગોળ કે ચોરસ સ્ટડ્સ, આકર્ષક ઝુમ્મર, પૂરા કાનને આવરી લેતા કાન, ડબલ ઝુમ્મર જેવી બુટ્ટીઓ એટલી સુંદર અને સરસ લાગે છે કે પછી જોડે બીજી કોઈ હેવી જ્વેલરી પહેર્યા વિના જ હેવી લુક કમ્પ્લીટ લાગે છે. સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ લુક હમણાં બધાની પહેલી પસંદ બની રહ્યો છે. યંગ ગર્લ્સ તો હવે પ્રસંગમાં ફુલ સેટના સ્થાને સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ લુક જ પસંદ કરે છે. લગ્નપ્રસંગ, પૂજા, સંગીત, ગેટ-ટુગેધર, ઈવનિંગ પાર્ટી, ઑફિસ પાર્ટી, ડિનર ડેટ, ગર્લ્સ ગેધરિંગ, કિટી પાર્ટી દરેક પ્રસંગે શોભે છે. જસ્ટ યુનિક ડિઝાઇનની બુટ્ટીઓ પહેરી કે તમે કોઈ પણ પ્રસંગ માટે રેડી થઈ જાઓ.