દિવાળીમાં ઘરનાં કબાટોમાં પડી રહેલી જૂની યાદો, લાગણીઓનો ખજાનો ફેંકવાનું મન ન થતું હોય તો એમાંથી કંઈક સર્જનાત્મક કરવાના વિકલ્પો આ રહ્યા
બંગડીના સ્ટૅન્ડ પર મટકીમાં દીવડો.
કબાટ સાફ કરતી વખતે જૂની પૂર્વજોની યાદ અપાતી ઍન્ટિક ચીજો, દાદા-દાદીએ આપેલી ભેટ કે જેને ફેંકવાનો કદી જીવ ચાલતો નથી એનું શું કરવાનું? બંગડીઓ, કવર્સ, ચૂંદડીઓ, તૂટી-ફૂટી ગયેલા આર્ટિફૅક્ટ્સનાં ફ્લાવર્સ, વાયર્સ, રોપ્સ, જૂના દીવડા, કુલ્લડ, કાચની બરણી કે શીશીઓ ને એવુંબધું ભલે પહેલી નજરે નકામાં લાગે; પણ જો દિલમાં ક્રીએટિવિટીનો દીવડો જલતો હોય તો એમાંથી દીપાવલીના દીવડાનું મજાનું ડેકોરેશન તૈયાર થઈ શકે છે.