ફૅબ્યુલસ લાઇવ્ઝ વર્સસ બૉલીવુડ વાઇવ્ઝથી ફેમસ થયેલી શાલિની પસ્સી તેની ફૅશન, ફૂડ અને ખાસ તો બૅગ્સ અને પર્સને કારણે સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચામાં છે.
શાલિની પસ્સી તેની ફૅશન, ફૂડ અને ખાસ તો બૅગ્સ અને પર્સને કારણે સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચામાં
ફૅબ્યુલસ લાઇવ્ઝ વર્સસ બૉલીવુડ વાઇવ્ઝથી ફેમસ થયેલી શાલિની પસ્સી તેની ફૅશન, ફૂડ અને ખાસ તો બૅગ્સ અને પર્સને કારણે સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચામાં છે. વિચિત્ર લાગે એવા શેપ્સનું પર્સ કે ક્લચ એ પણ ફૅશનનો એક હિસ્સો બની ગઈ છે. આજકાલ તો આૅનલાઇન શૉપિંગ તેમ જ માર્કેટમાં પણ એવી બૅગ્સ દેખાવા લાગી છે
આએદિન કોઈક ને કોઈક સેલિબ્રિટી વિયર્ડ લાગે એવાં પર્સ સાથે જોવા મળે છે. વિયર્ડ શેપનાં પર્સ, ક્લચ કે બૅગ્સ હવે ફૅશનનો જ પાર્ટ છે. એમાં તમે તમારી જરૂરિયાતની સામગ્રી રાખી શકો એટલાં ટચૂકડાં અને વિચિત્ર શેપનાં પર્સ હવે તો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. જોકે ટ્રેન્ડ્સ કે ફૅશન આવતા-જતા હોય છે પરંતુ એનું આંધળું અનુકરણ કરવામાં ક્યારેક સારું લાગવાના બદલે હાસ્યાસ્પદ લુક બની જાય એવું પણ થતું હોય છે. ટ્રેન્ડ્સનું અનુકરણ કરવામાં ઘણીબધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ફૅબ્યુલસ લાઇવ્ઝ વર્સસ બૉલીવુડ વાઇવ્ઝથી ફેમસ થયેલી શાલિની પસ્સીની બૅગ્સ બહુ અનયુઝ્અલ શેપ અને આકારની હોય છે. એવી બૅગ્સ સામાન્ય માણસે કૅરી કરવી હોય તો કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ રીતે એને આપણા અટાયર સાથે પેર કરવી જોઈએ એ વિશે અમે બોરીવલી બેઝ્ડ સ્ટાઇલિસ્ટ ભાવના રાજગોર સાથે વાત કરી.
ADVERTISEMENT
ફુલ કૉન્ફિડન્સ સાથે કરો
એકદમ અનયુઝવલ શેપનું પર્સ તમે કૅરી કરતા હો ત્યારે એને અનુરૂપ કૉસ્ચ્યુમ પણ હોવો જોઈએ અને તમે કેવા પ્રસંગમાં જઈ રહ્યા છો એની અવેરનેસ પણ. ભાવના રાજગોર કહે છે, ‘સ્ટાઇલિંગ ઇઝ ઍૅન આર્ટ. પરંતુ કોઈ પણ સ્ટાઇલ વાઇઝ્લી કરવી જોઈએ. તમે જે કૅરી કરો એ ફુલ કૉન્ફિડન્સ સાથે કરો અને એને પોતાનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવી દો. આજકાલ બધાને બીજાથી જુદા દેખાવું છે. ટ્રેન્ડસેટર બનવું છે. શાલિની પસ્સીની બૅગ્સ આજકાલ ચર્ચામાં છે અને છોકરીઓને અત્યંત પસંદ પડી રહી છે. રેડિયો શેપની, બર્ડ શેપની, ગન શેપની અને એવી તો અનેક શેપની બૅગ્સ શાલિની પસ્સી કૅરી કરતી જોવા મળે છે. પરંતુ તેની પાસે સ્ટાઇલિસ્ટોની ફોજ છે જે તેને ગાઇડ કરે છે. આજકાલ પ્રસંગોપાત્ત સામાન્ય લોકો પણ સ્ટાઇલિસ્ટને હાયર કરે છે પરંતુ દરેક વખતે એ શક્ય નથી બનતું. એ વખતે અમુક બેઝિક થિંગ્સનું ધ્યાન રાખવું. જેમ કે શાલિની પસ્સીની બૅગ્સ અત્યંત લાઉડ ફૅશન કહી શકાય. એ કૅરી કરવી હોય ત્યારે બેઝિક કલરવાળા આઉટફિટ પહેરવા. બહુ બધી પ્રિન્ટ્સ કે ડાર્ક કલર હશે તો એની સાથે આવી લાઉડ સ્ટાઇલની બૅગ્સ ડ્રામેટિક લાગશે. એ ઉપરાંત ગમે તે જગ્યાએ પણ આ બૅગ્સ લઈ જવી સારી નહીં લાગે. કોઈ હેવી થીમની પાર્ટી હોય કે પછી ગ્રૅન્ડ ઇવેન્ટ હોય તો આ બૅગ્સ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની શકે છે પરંતુ તમે કોઈ ફૅમિલી ગેટ-ટુગેધરમાં કે કોઈકના ઘરે મેળાવડો કરવા જવાના હો તો આવી બૅગ કૅરી કરવી એ અકલમંદી નથી. બીજું મોટા ભાગે આવી બૅગ સિલ્વર કે પછી ગોલ્ડ જેવા મેટલિક લુકમાં મળી રહી છે. એવે વખતે આઉટફિટના કલર-કૉમ્બિનેશનનું ધ્યાન રાખવું જરૂરી છે. સિંગલ અને એ પણ પેસ્ટલ કલરના અટાયર સાથે આ સારી રીતે બ્લેન્ડ થશે. ગ્લિટર અથવા શાઇન હોય એવા અટાયર સાથે પણ સરસ લાગશે. ઑફ-શૉલ્ડર ટૉપ હોય અથવા લો વી-નેક હોય એવા ટૉપ કે ગાઉન સાથે પણ આ પ્રકારની હટકે ઍક્સેસરીઝ સરસ લાગે છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ પ્રૉપર રીતે યુઝ કરવી જોઈએ જેથી તમારા લુકને ચાર ચાંદ લાગી જાય.’