Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ક્રૂઝ પરની પાર્ટીમાં અનંતે લખેલા પ્રેમપત્રની પ્રિન્ટવાળો ગાઉન પહેર્યો હતો રાધિકાએ

ક્રૂઝ પરની પાર્ટીમાં અનંતે લખેલા પ્રેમપત્રની પ્રિન્ટવાળો ગાઉન પહેર્યો હતો રાધિકાએ

Published : 15 June, 2024 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યુટ રાધિકાના દરેક લુક રૉયલ ફંક્શનમાં છવાઈ જાય એવા હતા

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી

લાઇફ મસાલા

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી


એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીના નાના દીકરા અનંતના ગયા મહિને ઇટલીમાં લક્ઝરી ક્રૂઝ પર યોજાયેલાં સેકન્ડ પ્રી-વેડિંગની બહુ ઓછી ઝલક બહાર આવી હતી. જોકે તાજેતરમાં આકાશ અંબાણીએ પોતાની થનારી વાઇફ રાધિકાએ અલગ-અલગ પાર્ટી દરમ્યાન પહેરેલા કૉસ્ચ્યુમ્સની તસવીરો શૅર કરી હતી. ક્યુટ રાધિકાના દરેક લુક રૉયલ ફંક્શનમાં છવાઈ જાય એવા હતા. 


તોગા પાર્ટી લુક




ચાર દિવસના પ્રી-વેડિંગમાં એક સાંજ હતી તોગા પાર્ટી. એમાં સફેદ રંગની ચાદર જેવા કપડામાંથી તમારી ક્રીએટિવિટી મુજબ તૈયાર કરેલો ડ્રેસ પહેરવાનો હોય. આ ઇવેન્ટમાં ગ્રેસ લિન્ગ નામની ડિઝાઇનરે તૈયાર કરેલું ગોલ્ડ ટૉપ અને વાઇટ સ્કર્ટ રાધિકાએ પહેર્યાં હતાં. આમાં વેસ્ટ પાસેનું ક્રાફ્ટ તૈયાર કરવા ૩૦ કારીગરોની મહેનત હતી અને એ ગોલ્ડ-પ્લેટેડ હતું. છૂટા વાળ સાથે ગોલ્ડ ઍક્સેસરીઝ સાથે તે ક્યુટ અને સુંદર દેખાતી હતી. 

વર્સાચે બ્લુ


ક્રૂઝના ત્રીજા દિવસે કાન્સની ઇવેન્ટ માટે શાલીના નાથાણીએ તૈયાર કરેલું કસ્ટમ બ્લુ ઍન્ડ સિલ્વર વર્સાચે ગાઉન રાધિકાએ પહેર્યું હતું. તેના આ લુકમાં રૅર બ્લુ ઓપલ ડાયમન્ડનું પેન્ડન્ટ આંખે ઊડીને વળગે એવું છે. 

રિયલ રૉયલ્ટી

એક ઇવેન્ટમાં રાધિકાએ આઇવરી રંગનો ઑફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. આ ગાઉનમાં જાણે તે કોઈ પરી કે તો દેવી હોય એવી સુંદર દેખાતી હતી. સફેદ ગાઉનમાં સિલ્કના ગુલાબમાં જડેલા ક્રિસ્ટલ્સનો ઝગમગાટ તેને રૉયલ પ્રિન્સેસનો લુક આપતા હતા. 

લવ લેટર ગાઉન

ક્રૂઝની પહેલી રાતે થયેલી સ્ટારી નાઇટની પાર્ટીમાં રાધિકાએ લવ લેટર થીમનો કૉસ્ચ્યુમ પહેર્યો હતો જેમાં બ્લૅક ટૉપ સાથે વાઇટ રંગનું રૉબર્ટ વુને ડિઝાઇન કરેલું ગાઉન છે. એ ગાઉનમાં અનંતે રાધિકાને લખેલો લવ લેટર પ્રિન્ટ થયો છે. રાધિકા જ્યારે જસ્ટ બાવીસ વર્ષની હતી ત્યારે તેના જન્મદિવસે અનંતે આ પત્ર લખ્યો હતો. ફૅશનની સાથે ઇમોશનનું અનોખું સંયોજન હવે આવનારા સમયમાં નવો ટ્રેન્ડ બને તો નવાઈ નહીં. 

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK