Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નવરાત્રિમાં આ હેરસ્ટાઇલ તમારા લુકને કમ્પ્લીટ કરશે

નવરાત્રિમાં આ હેરસ્ટાઇલ તમારા લુકને કમ્પ્લીટ કરશે

Published : 22 September, 2025 11:28 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ટ્રેન્ડી પોનીટેલ હેરસ્ટાઇલ અને બ્રેડેડ બન ગરબા રમતી વખતે વધુ કમ્ફર્ટેબલ હોવાથી યુવતીઓમાં એ હૉટ ફેવરિટ બની રહી છે

સ્ટ્રેટ હેર સાથે બ્રોચ, ઓપન કર્લ્સ, હાફ અપ ટૉપ નૉટ

સ્ટ્રેટ હેર સાથે બ્રોચ, ઓપન કર્લ્સ, હાફ અપ ટૉપ નૉટ


નવરાત્રિમાં પૂજાપાઠ અને વ્રતની સાથે ડ્રેસિંગ અને સ્ટાઇલિંગનું મહત્ત્વ પણ વધી રહ્યું હોવાથી નવેનવ દિવસ દરમિયાન અલગ-અલગ આઉટફિટ્સ અને મેકઅપ લુક્સ જોવા મળે છે અને લુક સાથે મેળ ખાતી હેરસ્ટાઇલ તેમના લુકને કમ્પ્લીટ કરે છે. કેવા લુક સાથે કેવી હેરસ્ટાઇલ સારી લાગશે એ માટે ટ્રેન્ડી હેરસ્ટાઇલ્સના આઇડિયા અને ટિપ્સ અહીં વાંચી જજો.

બ્રેડેડ બન



જો તમે ચણિયાચોળી પહેરવાનું નક્કી કરી લીધું હોય તો એની સાથે બ્રેડેડ બનની હેરસ્ટાઇલ પર્ફેક્ટ લાગશે. આ હેરસ્ટાઇલ ગ્રાઉન્ડમાં ગમે તેટલા કૂદકા મારશો તો પણ એ વીંખાશે નહીં. આવા પ્રકારના બનમાં ડિઝાઇનર મેટલિક પિન્સ, પર્લ ક્લિપ્સ કે સ્ટોન-સ્ટડેડ ઍક્સેસરીઝ નાખશો તો બહુ મસ્ત અને યુનિક લાગશે.


ઓપન કર્લ્સ

જો તમે હેવી ચણિયાચોળી પહેર્યાં હોય તો હેરસ્ટાઇલને સિમ્પલ રાખો. ઓપન કર્લ્સ રાખીને આઉટફિટ સાથે મેળ ખાતી અને મિનિમલ લુક આપતી શીશપટ્ટી કે માંગટિક્કા જેવું ઍક્સેસરી ડેકોર કરશો તો બહુ મસ્ત લાગશે.


હાઈ પોનીટેલ

જો તમે ક્રૉપ ટૉપ સાથે સ્કર્ટ કે જીન્સ સાથે કોટી પહેરી હોય તો સ્ટાઇલિશ અને ડાન્સ-ફ્રેન્ડ્લી હાઈ પોનીટેલ રાખવી. પોનીટેલ બાંધવા બોહો હેર સ્ટ્રિંગ્સનો યુઝ કરી શકાય. આ ઍક્સેસરીઝ તમારી સિમ્પલ હેરસ્ટાઇલને યુનિક બનાવશે.

હાફ અપ ટૉપ નૉટ

ફ્યુઝન લુક હોય તો તેમાં હાઈ પોનીટેલની સાથે હાફ અપ ટૉપ નૉટ એટલે આગળથી અડધા વાળને હાફ પોની કરીને બન જેવું બનાવવાનું અને બાકીના વાળ ખુલ્લા રાખવાના. ખુલ્લા વાળને સૉફ્ટ વેવ્ઝ કર્લ્સ પણ કરી શકાય. બનમાં તમારા આઉટફિટના હિસાબે આભલા કે ફૂમતાવાળી સિંગલ યુ-પિન્સ આવે એ નાખવાથી તમારી હેરસ્ટાઇલને નવરાત્રિનો ટચ મળી જાય. આ ઉપરાંત સ્લીક લો પોનીટેલમાં સ્ટેટમેન્ટ ક્લિપનું કૉમ્બિનેશન ક્લાસી ફીલિંગ આપશે. પેપ્લમ ટૉપ સાથે ધોતી પૅન્ટ્સ જેવાં આઉટફિટ્સ સાથે તમે વાળને સ્ટ્રેટ કરીને એમાં તમારા હિસાબે સાઇડમાં કે પાછળ ફૅન્સી નાના બ્રોચ કે બકલ નાખવાથી તમારું લુક મિનિમલ અને એલિગન્ટ લાગશે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2025 11:28 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK