જો તમને ઝાંઝરની ઘૂઘરીઓનો ઝણકાર ગમતો હોય તો બારીક છમ છમ અવાજ કરતાં નેકલેસ, ઇયરરિંગ્સ, બંગડીઓ જેવી જ્વેલરીને કેટલી યુનિક રીતે પહેરી શકાય એ જાણી લો
Navratri 2024
ઘૂઘરીવાળી બંગડીઓ, જૂટ અને ઘૂઘરી નેકલેસ, ફૅબ્રિક જ્વેલરી બુટ્ટીમાં ઘૂઘરીઓ, ઘૂઘરીવાળી સ્ટેટમેન્ટ વીંટી
હવે આ પાયલમાં રણકતી ઘૂઘરીઓ કે ક્લાસિકલ અને સેમી-ક્લાસિકલ ડાન્સમાં પગમાં રણકતાં બ્રાસનાં ઘૂંઘરૂ માત્ર પગનો શણગાર નથી રહ્યાં, આ ઘૂંઘરૂ નારીના સોળે શણગારમાં બધે જ પહોંચી ગયાં છે. આ નવરાત્રિમાં હટકે દેખાવા માટે ખાસ પહેરો ઘૂંઘરૂ જ્વેલરી. બ્રાસનાં ઘૂંઘરૂથી અને નાની-નાની સિલ્વર, ગોલ્ડન, ઑક્સિડાઇઝ્ડ ઘૂઘરીઓથી શોભતાં અને રણકતાં બાજુબંધ, બંગડીઓ, હાથપાન, માંગટીકા, બુટ્ટીઓ, માળા, પેન્ડન્ટ સેટ અને વીંટીઓ વગેરે બધું જ બહુ સુંદર અને અનોખું લાગે છે.