IPL 2025 Mega Auction: હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓનર બૉસ લેડી નીતા અંબાણી, સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને પંજાબ કિંગ્સની માલિક અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હરાજીના પહેલા દિવસે પ્રભાવશાળી પોશાકમાં જોવા મળ્યા હતા.
નીતા અંબાણી, કાવ્યા મારન અને પ્રીતિ ઝિન્ટા (તસવીર: મિડ-ડે)
IPL 2025 માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઑક્શન (IPL 2025 Mega Auction) ચાલી રહ્યું છે. આ હરાજીમાં ઘણા સસ્પેન્સ અને એકસાઈટમેન્ટ આવી રહી છે. ખેલાડીઓ પર ઊંચી બોલી અને અણધારી ચાલ સિવાય, કેટલાક ટીમ માલિકોની ફૅશન ગેમ પણ ચર્ચાનો વિષય બની છે. આ હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓનર બૉસ લેડી નીતા અંબાણી, સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન અને પંજાબ કિંગ્સની માલિક અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હરાજીના પહેલા દિવસે પ્રભાવશાળી પોશાકમાં જોવા મળ્યા હતા. IPL મેગા ઑક્શનમાં નીતા અંબાણી અને કાવ્યા મારનના વાદળી પેન્ટસુટમાં અને પ્રીતિ ઝિન્ટાનો એથનિક લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
નીતા અંબાણીએ શું પહેર્યું હતું?
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સના નીતા અંબાણીએ (IPL 2025 Mega Auction) નેવી બ્લુ ટ્વીડ પેન્ટસૂટ સાથે ફૅશન અને બિઝનેસનું મિશ્રણ કર્યું હતું. તેમના આ સૂટમાં પહોળા પગવાળા પેન્ટ સાથે ડબલ-પોકેટ બ્લેઝર દર્શાવવામાં આવ્યું હતું. સ્પાર્કલિંગ `M` બ્રૂચે તેમના દેખાવને વધાયો હતો. તેઓએ રિંગ, સ્ટડ એરિંગ્સ અને સનગ્લાસ સહિતની લક્ઝરી એસેસરીઝ સાથે આ ફૅશન લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
કાવ્યા મારને પણ પહેર્યો ખાસ આઉટફિટ
View this post on Instagram
કાવ્યા મારન (IPL 2025 Mega Auction) જેમણે હરાજીમાં તેની ગ્રેસ અને બુદ્ધિથી દરકે નેટીઝન્સનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તેણે આ ઑક્શન માટે સિમ્પલ નેવી બ્લુ સૂટ પહેરવાનું પસંદ કર્યું હતું. કાવ્યાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકો તેના વખાણ કરત પણ જોવા મળ્યા હતા.
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના ટ્રેડિશનલ લુકની ચર્ચા
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (IPL 2025 Mega Auction) IPL 2025 મેગા ઑક્શન ડે વન પર તેની ટીમ પંજાબ કિંગ્સ માટે હરાજીમાં સામેલ હતી. પ્રીતિએ ફ્લોરલ દુપટ્ટા સાથે સુંદર સફેદ કુર્તામાં પોતાની ભવ્ય દેખાતી હતી. પ્રીતિને તેના લુક માટે નેટીઝન્સ તરફથી ભરપૂર પ્રેમ પણ મળ્યો હતો. અગાઉ, પ્રીતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર જેદ્દાહના મનોહર દૃશ્યો દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે પ્રેક્ષકો પાસેથી તેની ટીમમાં કયા ખેલાડીઓને સામેલ કરવા જોઈને તે બાબતે ભલામણો પણ માગી હતી.
View this post on Instagram
મેગા ઑક્શનના પહેલા દિવસે ઇતિહાસ રચાયો છે, કારણ કે ભારતના ક્રિકેટર રિષભ પંત (IPL 2025 Mega Auction) IPL હરાજીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો, જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ વિકેટકીપર-બૅટરને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. થોડા સમય પહેલા જ, શ્રેયસ અય્યરે બિડિંગ બારને ઊંચો સેટ કર્યો હતો, જેમાં પંજાબ કિંગ્સે INR 26.25 કરોડમાં સ્ટાર બૅટર મેળવ્યા હતા. આ ઈવેન્ટ સોમવારે બપોરે 3:30 PM IST થી ફરી શરૂ થઈ હતી. આ સાથે IPL ઑક્શન હજી શરૂ છે અને ભારતના સહિત વિદેશી ખેલાડીઓ પર પણ કરોડો રૂપિયાની બિડ લગાવવામાં આવી રહી છે.