પૅરૅશૂટ અને સ્કૉટ પૅન્ટ્સ પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ છે. એ ઑફિસમાં પહેરી શકાય, પાર્ટીમાં પહેરી શકાય, ઈવન મિત્રવર્તુળમાં કોઈના ઘરે જવું હોય તોય પહેરી શકો
પૅરૅશૂટ પૅન્ટ (ડાબે), સ્કૉટ પૅન્ટ્સ (વચ્ચે), પ્લેન બૉડી કોન ટૉપ સાથે મૅક્સી સ્કર્ટ્સ (જમણે)
લેગિંગ્સ તો થોડા વખતથી આઉટ થઈ જ ગયાં છે અને આજકાલ હવે જીન્સનું ચલણ પણ ઓછું થતું જાય છે. હમણાંથી જુદા-જુદા પ્રકારની ટ્રેન્ડી બૉટમ્સ પહેરવાનું ચાલુ થઈ ગયું છે. જેમ કે પૅરૅશૂટ પૅન્ટ્સ, મૅક્સી સ્કર્ટ્સ, સ્કૉટ્સ પહેરવાનું લોકો પસંદ કરવા લાગ્યા છે. આ બધાની સાથે ટૉપ કે કુરતીને વ્યવસ્થિત રીતે પેર કરીને પહેરવામાં આવે તો સ્ટાઇલિશ લુક ક્રીએટ થઈ શકે છે. યંગસ્ટર્સમાં જોવા મળતા આ નવા ટ્રેન્ડ વિશે બોરીવલીનાં ફૅશન-ડિઝાઇનર પંક્તિ શુક્લ કહે છે, ‘પૅરૅશૂટ અને સ્કૉટ પૅન્ટ્સ પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ છે. એ ઑફિસમાં પહેરી શકાય, પાર્ટીમાં પહેરી શકાય, ઈવન મિત્રવર્તુળમાં કોઈના ઘરે જવું હોય તોય પહેરી શકો. ઑફિસમાં સિમ્પલ પ્લેન ટૉપ અને જૅકેટની સાથે પહેરી શકો. પાર્ટીમાં પહેરવું હોય તો ક્રૉપ ટૉપ સાથે આ પૅન્ટ પેર કરી શકાય. પૅરૅશૂટ પૅન્ટની ઉપર તમે ઓવરસાઇઝ ટી-શર્ટ પહેરશો તો પણ એકદમ સરસ લુક બનશે. મૅક્સી સ્કર્ટ્સ પણ પ્લેન બૉડીકોન ટૉપ પર પહેરવાથી ઘણો સારો લુક આવશે. હમણાં પ્લીટેડ સ્કર્ટ્સ પણ ટ્રેન્ડમાં છે. એ નૉર્મલ હીલ્સ સાથે હાઈ પોનીટેલ કરીને ઑફિસમાં પહેરીએ તો એકદમ પ્રોફેશનલ લુક ક્રીએટ થઈ શકે છે. આ સ્કર્ટ સાથે પહેરેલું ટૉપ ટકઇન કરશો તો વધારે બેટર લાગશે. મૅક્સી સ્કર્ટ્સ પણ પ્લેન ટૉપ અને જૅકેટ સાથે ટ્રેન્ડી લાગે છે. એકદમ સ્ટાઇલિશ લુક માટે સાથે સ્ટાઇલિશ બકલ બેલ્ટ પહેરવાનો. આમાં અલગ-અલગ ઇન્ડિયન પ્રિન્ટ પણ મળે છે. હવે વિન્ટર આવી રહ્યો છે તો ફુલ સ્લીવ્સ ટી-શર્ટ અને બૂટ સાથે પણ કૅરી કરી શકાય. ઈવન ઑફિસમાં જો મૅક્સી સ્કર્ટ પહેરવું હોય તો સાઇડમાં કટ હોય એવી શૉર્ટ કુરતી સાથે જશે. જો પ્રિન્ટેડ હોય તો સાથે સ્કાર્ફ પણ કૅરી કરી શકીએ.’
ડે-ટુ-ડે લાઇફમાં પણ આ બધી ટ્રેન્ડી બૉટમ્સ કમ્ફર્ટેબલ છે એવું બોલીને પોતાની વાત આગળ વધારતાં પંક્તિ કહે છે, ‘કોઈ રિલેટિવના ઘરે જતા હોઈએ તો મૅક્સી સ્કર્ટ અને ફ્રેન્ડના ઘરે જતા હોઈએ ત્યારે પૅરૅશૂટ પૅન્ટ પહેરવું યોગ્ય રહે. આ બન્ને પાછાં પાર્ટીવેઅર છે. આજકાલ તો બિકીની ટૉપ સાથે પૅરૅશૂટ પૅન્ટ પહેરવાનું પણ ટ્રેન્ડમાં છે. જો યુનિક ઇઅરરિંગ કે યુનિક નેકપીસ સાથે તમે પેર કરશો તો બહુ સારો લુક આવશે. આજકાલ તો કૉલેજ સ્ટુડન્ટ તો ખરા પણ સ્કૂલમાં જતા છોકરાઓ પણ ટ્યુશન ક્લાસિસમાં સ્ટાઇલિશ બનીને જાય છે. સ્કૂલ ગોઇંગ ગર્લ્સથી લઈને ફિફ્ટી પ્લસ મહિલાઓ આ ટ્રેન્ડી બૉટમ પહેરી શકે છે. શરત માત્ર એ કે એને કૉન્ફિડન્સથી કૅરી કરતાં આવડવું જોઈએ.’