બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં બધાને કંઈક ને કંઈક નવું જોઈતું હોય છે. દરેકને એકબીજાથી જુદું દેખાવું હોય છે અને એ જ કારણથી નવા-નવા આઇડિયાઝ આવે, વાઇરલ થાય અને ટ્રેન્ડ બને
હાથ પર મેંદીની જગ્યાએ બીડ્સ, સ્ટોન અને મિરરથી ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ આવ્યો
હમણાં હાથ પર મેંદીની જગ્યાએ બીડ્સ, સ્ટોન અને મિરરથી ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ આવ્યો છે. આ રીતે ડિઝાઇન કરવામાં શું ધ્યાન રાખવું, કઈ વસ્તુઓ ઉપયોગમાં લેવી, ગ્લુ કયો લેવો એ બાબતો અત્યંત મહત્ત્વની બની જાય છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો સ્કિન પર એની અવળી અસર પણ પડી શકે છે. ઘણી વાર એવું થાય કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ વાઇરલ થાય અને લોકો એનું આંધળું અનુકરણ કરવા લાગે. ન વિચારે કે આનાથી નુકસાન પણ થઈ શકે છે. આવું બધું ટ્રાય કરતાં પહેલાં ધ્યાન રાખવું જરૂરી છે. ગ્લુ એવું હોવું જોઈએ જે સ્કિન માટે હાનિકારક ન હોય.
બોરીવલી-બેઝ્ડ બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ નિકિતા પોરિયા સાત વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. પોતાના અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં મેકઅપ હોય, હેરસ્ટાઇલ હોય કે પછી મેંદી હોય; નવા-નવા ટ્રેન્ડ આવતા જ હોય છે. આજકાલ બધાને કંઈક નવું કરવું છે જે અગાઉ કોઈએ નથી કર્યું. નવો એક્સપરિમેન્ટ કરીને છવાઈ જવું છે અને એના માટે તેઓ જે છે એના ઑલ્ટરનેટિવ ઑપ્શન શોધતા રહે છે. ઇન્સ્ટાની ભાષામાં વાત કરું તો લોકોને viral થવું ગમે છે, ટ્રેન્ડસેટર બનવું ગમે છે. મેંદીની જગ્યાએ હાથમાં સ્ટોન, બીડ્સ કે પર્લ્સ લગાવવાનું ચલણ આવી જ રીતે આવ્યું છે. લોકો માર્કેટમાં મળતાં રેડીમેડ સ્ટિકર્સ પણ લગાવે છે, પરંતુ એ પ્રિફરેબલ નથી કારણ કે એમાં જે ગ્લુ હોય એનાથી સ્કિન સેન્સિટિવ હોય તો ઇરિટેશન થઈ શકે છે. અમે વર્ષોથી આઇલૅશિસ ચોંટાડવા માટે જે ગ્લુ વાપરીએ છીએ એ મોસ્ટ્લી બધી જ સ્કિનને સૂટ કરે છે. કોઈ પણ સારી કંપનીના આઇલૅશિસ લગાવવા માટેનું ગ્લુ જ હાથ પર આવી ડિઝાઇન કરવા વાપરવું જોઈએ, પણ ક્યારેક એવું બને કે ખૂબ પસીનો થાય અથવા કપડામાં ભરાઈ જાય તો આ રીતે સ્ટિક કરેલા બીડ્સ વગેરે નીકળી જાય. જોકે ક્લાયન્ટ કહે છે કે ફોટોશૂટ થાય અથવા રીલ બને એટલી વાર રહે તોય અમને ચાલશે અને તેઓ કરાવે પણ છે. આવી રીતે કરેલી ડિઝાઇન ઈઝીલી રિમૂવેબલ પણ છે. જો ક્યારેક વધારે પાવરફુલ ઍડહેસિવ વાપર્યું હોય તો નારિયેળ તેલ લગાવીને કાઢવાથી સરળતાથી નીકળી જશે.’
ADVERTISEMENT
માર્કેટમાં આજકાલ આ રીતે મેંદીની જગ્યાએ યુઝ કરવા માટે વેઅરેબલ ફ્લાવર્સ પણ આવી ગયાં છે. એમાં જુદા-જુદા પ્રકારનાં ફ્લાવર્સ તેમ જ એમાં જુદા-જુદા કલર્સ પણ મળે છે. સ્કિન પર ડાયરેક્ટ કશું પણ સ્ટિક કરવું હોય તો સૌથી સારી કંપનીનું આઇલૅશિસ લગાવવા માટેનું ગ્લુ જ વાપરવું. - બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ નિકિતા પોરિયા