ધોતિયું તો ગામડિયા લોકો જ પહેરે એવું હવે કોઈ બોલી શકે એમ નથી, કેમ કે જાતજાતની ધોતીઓ હવે પુરુષોની ફૅશનમાં આવી ગઈ છે જે ટ્રેડિશનલ લુકમાં હૉટ સ્ટાઇલ ગણાય છે
મયૂર ભાનુશાલી (વચ્ચે)
બહાર જવાનું હોય તો મહિલાઓને જ તૈયાર થવામાં વાર લાગે, પુરુષો તો બે મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણી ઇમ્પ્રેશન છે. વાત આમ તો સાચી છે. પુરુષોનું એવું કે જીન્સ અને ટી-શર્ટ ચડાવ્યાં હોય કે ટ્રૅક પૅન્ટ અને ટી-શર્ટ, ઑફિસમાં ફૉર્મલ્સ કે બ્લેઝર. પ્રસંગ હોય ત્યારે બહુ-બહુ તો સલવાર-કુરતો હોય. પુરુષો માટે વધારે ઑપ્શન નથી એવી ઇમ્પ્રેશન છે. આ વાત સાચી નથી. ટ્રેડિશનલ આઉટફિટમાં પુરુષો માટે અનેક ઑપ્શન છે.