સસ્ટેનેબલિટી, પર્યાવરણ અને બજેટિંગનો વિચાર કરતી થઈ ગયેલી યંગ જનરેશન હવે આ નવા કન્સેપ્ટ સાથે માઇન્ડફુલ શૉપિંગ કરે છે
ફૅશન & સ્ટાઇલ
જનરેશન ‘ઝી’એ દિલથી અપનાવી છે થ્રિફ્ટ ફૅશન
થ્રિફ્ટ સ્ટોરનો આઇડિયા છે કપડાં અને ઍક્સેસરીઝ દ્વારા પર્યાવરણને થતું નુકસાન ઘટાડવાનો.
હાલ દુનિયામાં સૌથી મોટો કોઈ પ્રૉબ્લેમ હોય તો એ છે પર્યાવરણને થતું નુકસાન અને એના લીધે વાતાવરણમાં થતા નકારાત્મક ફેરફાર. અને જાણીને આશ્ચર્ય થશે કે ફાસ્ટ ફૅશન પણ આ નુકસાન માટે મહદ અંશે જવાબદાર છે. ફાસ્ટ ફૅશન એટલે એવી ચીજો જે એકાદ-બે વાર પહેરીને, વાપરીને લોકો ફેંકી દે. મોટી બ્રૅન્ડ્સ એવી ચીજો બનાવે જે વધુ વાર વાપરી ન શકાય અને લોકો વારંવાર એ ખરીદે, જેમાં કપડાંથી લઈને ઍક્સેસરીઝ અને જૂતાં જેવી બધી જ ચીજોનો સમાવેશ થાય છે. કપડાંને ડીકમ્પોસ્ટ થતાં વર્ષો નીકળી જાય છે. હવે આ પર્યાવરણને થતું નુકસાન બચાવવા માટે યંગ જનરેશને એક નવો કીમિયો શોધી કાઢ્યો છે, થ્રિફ્ટિંગ.
ADVERTISEMENT
શું ખરીદવું? | થ્રિફ્ટ સ્ટોરમાં મોટા ભાગે કપડાં મળે છે. આપણા મુંબઈની સ્ટ્રીટ-શૉપિંગ પણ એક પ્રકારના થ્રિફ્ટ સ્ટોર જ છે જ્યાં તમને ઘણી વાર મોટી બ્રૅન્ડ્સનાં ટૅગ લગાવેલાં બ્રૅન્ડેડ કપડાં મળી જતાં હોય છે. આવા સ્ટોર્સમાંથી ન વાપરેલાં કે ઓછા વાપરેલાં કપડાં સિવાય જૂતાં, જ્વેલરી અને બૅગ્સ ખરીદી શકાય છે પણ જો એની કન્ડિશન સારી હોય તો.
યુનિકનેસ ચીપર રેટમાં મળી જાય તો કેમ નહીં?
૧૯ વર્ષની વિલે પાર્લેમાં રહેતી પર્લ વાઘેલા થ્રિફ્ટેડ ફૅશનને સપોર્ટ કરે છે. તે કહે છે, મારી પાસે એક જીન્સ છે જે લીધું પણ મેં ક્યારેય પહેર્યું નથી. હવે એ ફેંકી દેવાને બદલે એક થ્રિફ્ટ સ્ટોરમાં આપી દેવાનું વિચારી રહી છું. સામે મને મારી પસંદની કોઈ બીજી ચીજ મળે જશે. મને આ આઇડિયા અફૉર્ડેબલ અને આઇડિયલ લાગે છે.
આજે થ્રિફ્ટિંગ એક મોટો સેગમેન્ટ છે
કાંદિવલીમાં રહેતી અને ધ પિન્ક ગ્રેપ નામનો પોતાનો ઑનલાઇન થ્રિફ્ટ સ્ટોર ચલાવતી સના વોરા કહે છે, ‘થ્રિફ્ટિંગ પર્યાવરણ માટે બેસ્ટ છે. ફેંકી દેવા કરતાં તમારા જેવી જ કોઈ બીજી વ્યક્તિ એને ખરીદીને પહેરે તો ત્યાં ફાયદો જ છે. ઉપરાંત તમને મોટી બ્રૅન્ડ્સનાં કપડાં હાફ પ્રાઇસમાં મળતાં હોય તો કેમ નહીં? થ્રિફ્ટ સ્ટોર એટલે વાપરેલી ચીજોનો સ્ટોર જ નથી, એમાં ઓછાંમાં ઓછાં વાપરેલાં, સારી કન્ડિશનમાં સાચવેલાં અને ખરીદીને પણ ક્યારેય ન વાપરેલાં એવાં પ્રી-લવ્ડ કપડાં મળે છે. ઘણી વાર શરીરમાં ફેરફાર થાય તોય કપડાં કબાટમાં પડી રહે છે. આ જ કપડાંને થ્રિફ્ટ સ્ટોરમાં આવી નવું ઘર મળી જાય છે. ઓવરઑલ આ ખૂબ જ અફૉર્ડેબલ અને ઈકો-ફ્રેન્ડ્લી કન્સેપ્ટ છે.’