મુંબઈમાં ભલે ઠંડીનો કોઈ પત્તો ન હોય, પણ વિન્ટર સ્ટાઇલિંગ તરીકે સ્વેટશર્ટ અને હુડી ટ્રેન્ડમાં છે, કેવી રીતે કરી શકાય સ્ટાઇલ એ જાણી લો
સ્ટાર & સ્ટાઇલ
કાર્તિક આર્યન
વિન્ટર વેઅરની વાત આવે એટલે પુરુષોના વૉર્ડરોબમાં પુલઓવર પહેલું સ્થાન પામે છે. હુડી, સ્વેટશર્ટ કે પછી પુલઓવર તરીકે ઓળખાતા લાંબી બાંયના ટી-શર્ટથી લુક આપોઆપ એલિવેટ થઈ જાય છે. ખાસ કરીને જીન્સ સાથે સ્વેટશર્ટ પહેરો અને સાથે સ્ટાઇલિશ શેડ્સ પહેર્યા હોય ત્યારે પર્સનાલિટી જુદી જ પડે છે.
કોણ છે ઇન્સ્પિરેશન?
ADVERTISEMENT
વાત કરીએ ઇન્સ્પિરેશનની તો સ્વેટશર્ટ્સ અને પુલઓવર્સ કઈ રીતે પહેરવાં એ બૉલીવુડના ચૉકલેટ બૉય કાર્તિક આર્યન પાસેથી શીખવા જેવું છે. રીલ લાઇફમાં હોય કે પછી રિયલ લાઇફમાં, કાર્તિક મોટા ભાગે આ પ્રકારના ટી-શર્ટમાં જ જોવા મળે છે. અને તેનો આ પુલઓવર પ્રેમ ફક્ત વિન્ટર સુધી સીમિત નથી, તે પ્રસંગોપાત્ત જુદી-જુદી ડિઝાઇનનાં પુલઓવર બારેમાસ પહેરે છે. ઍરપોર્ટ હોય, જિમ કે પછી કોઈ ફિલ્મનું પ્રમોશન; કાર્તિકનાં પુલઓવર્સ હંમેશાં ચર્ચામાં રહે છે. કાર્તિકનાં પુલઓવર્સમાં જિમ લુક માટે સૉલિડ્સ તો ફન, કૅઝ્યુઅલ લુક માટે ફંકી પ્રિન્ટેડ પૅટર્નવાળાં સ્વેટશર્ટ જોવા મળે છે. સ્વેટશર્ટમાં સિમ્પલ અને ક્લાસિક કરતાં કંઈક નવું પહેરવાની ઇચ્છા હોય તો એની ઇન્સ્પિરેશન કાર્તિક આપશે.
કઈ રીતે પસંદ કરવાં?
પુલઓવર સ્વેટર તરીકે પણ પહેરાય છે. કેટલાંક પુલઓવર્સ પ્યૉર કૉટનનાં હોય છે તો કેટલાકમાં અંદરના ભાગમાં ફ્લીસનું લાઇનિંગ હોય છે જેથી એ પહેર્યા બાદ શરીરને હૂંફ મળી રહે. અહીં સીઝન પ્રમાણે ફૅબ્રિકની જાડાઈ પસંદ કરવી. કૉઇન અને કપ્લીસ સિવાય વુલન સ્વેટશર્ટ પણ વિન્ટરમાં ખાસ ડિમાન્ડમાં રહે છે.
આ પણ વાંચો : બીચ હૉલિડે હોય કે કૉર્પોરેટ પાર્ટી, આ ભાઈ ધોતી જ પહેરે છે
શેની સાથે પહેરશો?
પુલઓવર પહેરવાની ટિપ્સ આપતાં પર્સનલ સ્ટાઇલિસ્ટ સ્મ્રિતિ ધાનુકા કહે છે, ‘પુલઓવર એકલું તો પહેરી જ શકાય પણ લુક થોડો વધુ સ્ટાઇલિશ બનાવવા માટે એને કોઈ પ્લેન શર્ટની ઉપર પહેરો અને શર્ટનો કૉલર બહાર દેખાવા દો. થોડી રેટ્રો ફીલ આપતો આ લુક ઑફિસમાં પણ સારો લાગશે. પણ જો તમારે પુલઓવરને સ્પોર્ટી લુક આપવો હોય તો એની સાથે એક ક્રૉસબૉડી અથવા કમર પર બેલ્ટની જેમ પહેરાતી બેલ્ટ બૅગ રાખવી. ઍક્સેસરીઝમાં પુલઓવર સાથે સ્કાર્ફ પણ સારો લાગશે.’
હાલમાં આવી રહેલી પાર્ટીની સીઝનમાં પણ આ પ્રકારનું સ્ટાઇલિંગ અપનાવી શકાય એની ટિપ્સ આપતાં સ્મ્રિતિ ધાનુકા કહે છે, ‘પુલઓવર્સને સૂટ કે જૅકેટની અંદર પણ પહેરી શકાય. પાર્ટીની સીઝન આવી જ રહી છે ત્યારે આ લુક તમારી પર્સનાલિટીને વધુ સ્ટાઇલિશ બનાવશે.’
કમ્ફર્ટ ફર્સ્ટ
પુલઓવર મોટા રેગ્યુલર ટી-શર્ટની સરખામણીમાં કમ્ફર્ટ ફિટનાં જ હોય છે અથવા શરીર કરતાં સહેજ લૂઝ. અહીં પુલઓવર ખરીદતા સમયે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે. સ્વેટશર્ટ વધુ ટાઇટ ક્યારેય ન પહેરવું. હુડી જૅકેટ અને સ્વેટર એટલાં લૂઝ હોવાં જોઈએ કે જો એની અંદર શર્ટ પહેરવું હોય તો એ કમ્ફર્ટેબલી પહેરી શકાય.
પુલઓવર્સ જીન્સ સાથે જ પહેરી શકાય એવું નથી, કૉટન ટ્રાઉઝર્સ કે પછી ચિનોઝ પૅન્ટ્સ સાથે પણ સ્વેટશર્ટ ખૂબ સારો લુક આપશે.
આ પણ વાંચો : પર્ફેક્ટ મૅટરનિટી સ્ટાઇલ
નવું ટ્રાય કરો
જો સ્વેટશર્ટ પસંદ હોય તો એમાં નવી ડિઝાઇન અને પૅટર્ન પસંદ કરવી. આમ તો રાઉન્ડ-નેક જ વધુ લોકપ્રિય છે, પણ વી-નેક પણ ટ્રાય કરી શકાય. એ સિવાય પ્લેન અને પ્રિન્ટેડ બન્ને ઑપ્શન મળી રહે છે. ફંકી સ્લોગનવાળા કે પછી કૉમિક કૅરૅક્ટર્સવાળાં સ્વેટશર્ટ પણ મળી રહેશે.
પુલઓવર્સને સૂટ કે જૅકેટની અંદર પણ પહેરી શકાય. પાર્ટીની સીઝન આવી જ રહી છે ત્યારે આ લુક તમારી પર્સનાલિટીને વધુ સ્ટાઇલિશ બનાવશે - સ્મ્રિતિ ધાનુકા, પર્સનલ સ્ટાઇલિસ્ટ