Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટની આ સાડી સિદ્ધિવિનાયકને ચડાવેલાં ગલગોટાનાં ફૂલોમાંથી ડાય થઈ છે

આલિયા ભટ્ટની આ સાડી સિદ્ધિવિનાયકને ચડાવેલાં ગલગોટાનાં ફૂલોમાંથી ડાય થઈ છે

Published : 02 December, 2024 01:12 PM | Modified : 02 December, 2024 02:18 PM | IST | Mumbai
Rajul Bhanushali

આલિયાએ આ સાડી દિવાળીમાં પહેરી હતી, જેની ચર્ચા અને પ્રશંસા ત્યારે પણ ખૂબ થઈ હતી અને હજી થઈ રહી છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયાની એ સાડી ઘણીબધી રીતે અદ્ભુત હતી. સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ચડાવેલાં ગલગોટાનાં ફૂલોમાંથી ડાય કરવામાં આવી હતી. આ એક હેરિટેજ ટેક્સટાઇલ્સ અને મૉડર્ન ઇકો-ફ્રેન્ડ્લી સ્ટાઇલનું પર્ફેક્ટ બ્લેન્ડ છે. એનો આ ફેસ્ટિવલ લુક ક્રીએટ કરવા માટે સિલ્ક ઑર્ગેન્ઝા સાડી પસંદ કરવામાં આવી હતી અને એમાં ગ્લાસબીડ્સ તેમ જ વિન્ટેજ બનારસી હૅન્ડ-એમ્બ્રૉઇડરી કરવામાં આવી હતી. આલિયાની સાથે-સાથે રણબીર કપૂર અને તેમની પુત્રી રાહાએ પણ આ જ પ્રકારનાં ફ્લાવર્સથી નૅચરલી ડાય્ડ આઉટફિટ્સ પહેર્યાં હતાં.


અમે આ વિશે મુલુંડબેઝ્ડ ફૅશન-ડિઝાઇનર યોગિતા ભાનુશાલી સાથે વાત કરી. યોગિતા ભાનુશાલી કહે છે, ‘ફ્રૂટ્સ, ફ્લાવર્સ, લીવ્સ, સીડ્સ અને અનેક મિનરલ્સ જેવાં નૅચરલ એલિમેન્ટ્સ યુઝ કરીને આપણે ત્યાં સેંકડો વર્ષોથી કાપડ ડાય કરવામાં આવે છે. મજાની વાત એ છે કે આ રીતે ડાય કરવામાં આવેલી દરેક  પ્રોડક્ટ પોતાનામાં યુનિક હોય છે, કારણ કે આ પ્રક્રિયા માણસો દ્વારા થાય છે. વ્યક્તિ બદલાય એટલે તેના હાથમાં રહેલી કળા બદલાય એને કારણે દરેક વખતે એમાં થોડું જુદાપણું આવી જતું હોય છે અને આ કારણે દરેક પીસ બન્યા પછી તદ્દન જુદું રિઝલ્ટ આપે છે. નૅચરલ એલિમેન્ટથી બનતા કલર્સ નૉન-ટૉક્સિક હોય છે. હ્યુમન-હેલ્થને એનાથી કોઈ જ નુકસાન નથી થતું. આ ડાય ઇકો-ફ્રેન્ડ્લી પણ છે. કેમિકલથી જે કાપડ ડાય થાય એ માણસો માટે તો હાર્મફુલ હોય જ છે અને પર્યાવરણને પણ નુકસાન કરે છે. આવા કલર્સથી કૅન્સર થવાની શક્યતા પણ રહેલી છે. અગાઉ રાધિકા અને અનંત અંબાણીનાં લગ્નમાં વિદ્યા બાલને પણ આ જ રીતે સિદ્ધિવિનાયકના મંદિરમાંથી આવેલાં મૅરીગોલ્ડનાં ફૂલોમાંથી ડાય થયેલું આઉટફિટ પહેર્યું હતું.’



બીજાં કયાં એલિમેન્ટ્સમાંથી આવી નૅચરલ અને ઇકો-ફ્રેન્ડ્લી ડાય બને છે?
નૅચરલ એલિમેન્ટમાંથી ડાય બનાવવામાં કયા રંગ કયા એલિમેન્ટમાંથી લેવામાં આવે છે એ વિશે યોગિતા ભાનુશાલી માહિતી આપે છે...


લાલ અને ગુલાબી 
લાલ અને ગુલાબી રંગનાં ફૂલોની પાંદડીઓ, અવાકાડો


કેસરી
ગાજર, હળદર, બટરનટ સીડ્સ 

પીળો
ગલગોટા અને સૂરજમુખીની પાંખડીઓ, સેલરી લીવ્સ, પૅપ્રિકા અને અન્યન સ્કિન

લીલો
પાલક અને મિન્ટ લીવ્ઝ

ઇન્ડિગો
પર્પલ કૅબેજ, બ્લુબેરીઝ, બ્લૅક બીન્સ

આ રીતે બનાવવામાં આવતી ડાયના શેડ અને સૅચુરેશન લેવલ એ છોડનાં મૂળ અને ફૂલ તેમ જ તમે એને બનાવવા માટે કઈ ટેક્નિક ફૉલો કરો છો એના પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2024 02:18 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK