ડાયરો એટલે ગુજરાતી સંસ્કૃતિનો ધબકાર..ડાયરો એવું માધ્યમ છે જેનાથી ગુજરાતનો સમૃદ્ધસ વારસો આજની પેઢી સુધી પહોંચી રહ્યો છે. ચાલો મળીએ જાણીતા ડાયરાના કલાકારોને..
Updated on : 25 June, 2019 02:32 ISTકીર્તિદાન ગઢવી
આ નામથી તો કોણ અજાણ હશે? જેમનો ડાયરો સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવે છે. તેમના ડાયરામાં પૈસાનો વરસાદ થાય છે તેવા લોકપ્રિય કલાકાર છે કીર્તિદાન ગઢવી.
ઓસમાણ મીર
પ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક એટલે ઓસમાણ મીર. તેમના ઘૂંટાયેલા કંઠે લોકગીતો સાંભળવાની લહેજત જ કાંઈક ઓર છે. તેમણે ફિલ્મ રામલીલામાં ગાયેલું ગીત મોર બની થનગાટ કરે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે.
માયાભાઈ આહીર
જો તમે ક્યારેય થોડા હતાશો હોવ કે તમને ફ્રેશ થવાની જરૂર હોય તો એકવાર માયાભાઈ આહિરને જરૂર સાંભળજો. તમે હસી-હસીને લોટપોટ થઈ જશો. માયાભાઈના દેશ-વિદેશ કાર્યક્રમો થાય છે. અને તેને ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે.
ફરીદા મીર
ગુજરાતની કોકિલ કંઠી ગાયિકા એટલે ફરીદા મીર. ડાયરામાં તેમને સાંભળવા માટે લોકો આતુર હોય છે. નવરાત્રી દરમિયાન પણ તેમને સાંભળવા માટે લોકો ઉમટી પડે છે.
ધીરૂભાઈ સરવૈયા
ધીરૂભાઈ ડાયરાની દુનિયામાં સૌથી જાણીતું નામ છે. શ્રોતાઓને માનસિક તણાવને લોકસાહિત્યના માધ્યમથી તેઓ હળવો કરે છે. તેમની લોકપ્રિયતા દેશના સીમાડા વટાવી ગઈ છે
ભીખુદાન ગઢવી
ગુજરાતમાં લોકસંસ્કૃતિ અને ખાસ કરીને ડાયરાને લોકપ્રિય બનાવવામાં ભીખુદાન ગઢવીનો મોટો ફાળો છે. તેમના ડાયરામાં તમને માર્મિક હાસ્ય, કરૂણ રસ, પૌરાણિક વાતો અને સાહિત્યનો રસ પણ આવે છે.
સાઈરામ દવે
જો તમારે 3 કલાકમાં 365 દિવસનો થાક ઉતારવો હોય તો તમે આમને સાંભળજો. મૂળ શિક્ષકજીવ સાઈરામની હવે પોતાની સ્કૂલ પણ છે. તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળી ચુક્યો છે. દુબઇ, મસ્કત, અબુધાબી, કેન્યા, બ્રિટન, ટાન્ઝાનિયા જેવા વિદેશમાં લોકોને ગુજરાતના લોક ડાયરાને પહોંચાડવામાં સાઈરામનો મોટો ફાળો છે.
રાજભા ગઢવી
લોકસાહિત્ય ક્ષેત્રે નવી પેઢીના જાણીતા કલાકારોમાંથી એક છે રાજભા ગઢવી. ડાયરો, સાહિત્ય અને શાસ્ત્રીય સંગીતની સમજણ તેમના ડાયરાને આગવો બનાવે છે.
ઉર્વશી રાદડિયા
ગુજરાતી ડાયરાના ગણ્યા ગાંઠ્યા મહિલા કલાકારોમાંથી એક છે ઉર્વશી રાદડિયા. તેમને લાઈવ સાંભળવા એક લ્હાવો છે.
હેમંત ચૌહાણ
ભજનો અને હેમંત ચૌહાણ આ બંને એકબીજાનો પર્યાય ગણાય છે. અને આવા હેમંત ચૌહાણના કંઠે જ્યારે ગુજરાતી સંસ્કૃતિની ગૌરવ ગાથા સાંભળવા માટે ત્યારે પ્રેક્ષકો તેમાં તલ્લીન થઈ જાય છે.
ADVERTISEMENT